INDvsAUS: સિડની ટેસ્ટ પર કોરોનાનો ખતરો, સ્થળ બદલાવાને લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલીયાનું નિવેદન

|

Dec 20, 2020 | 5:37 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝ પર કોરોનાનો ખતરો મંડરાવવા લાગ્યો છે. સીરીઝની એક મેચ ખતમ થઇ ચુકી છે. પરંતુ સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચના આયોજન પર અસમંજશ સર્જાયો છે. સિડનીમાં કોવિડ-19 ના કેસોમાં વધારો થવાને લઇને ભારત અને ઓસ્ટેલીયાની અંતિમ બે ટેસ્ટ મેચના સ્થળ બદલવામાં આવી શકે છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા દ્રારા […]

INDvsAUS: સિડની ટેસ્ટ પર કોરોનાનો ખતરો, સ્થળ બદલાવાને લઇને ક્રિકેટ ઓસ્ટ્રેલીયાનું નિવેદન

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝ પર કોરોનાનો ખતરો મંડરાવવા લાગ્યો છે. સીરીઝની એક મેચ ખતમ થઇ ચુકી છે. પરંતુ સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચના આયોજન પર અસમંજશ સર્જાયો છે. સિડનીમાં કોવિડ-19 ના કેસોમાં વધારો થવાને લઇને ભારત અને ઓસ્ટેલીયાની અંતિમ બે ટેસ્ટ મેચના સ્થળ બદલવામાં આવી શકે છે. જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા દ્રારા રવિવારે કહેવામાં આવ્યુ છે કે, ત્રીજી માટે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ હજુ પણ તેમની પ્રથમ પસંદ છે.

સિડનીમાં 7, જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ રમાનારી છે. જ્યારે અંતિમ મેચ 15, જાન્યુઆરીએ બ્રિસ્બેનમાં રમાનારી છે. સિડનીના ઉત્તરીય સમુદ્ર તટ પર વાયરસના પ્રકોપ વધવાને લઇને ક્રિકેટ અધીકારીઓને સતર્ક કરાયા છે. રિપોર્ટ મુજબ, સિડની અને બ્રિસ્બેન વચ્ચે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં અદલા બદલી કરવાનો વિકલ્પ અપનાવાઇ શકે છે. જો આમ કરવામાં આવે છે તો, અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઇ શકે છે.

જોકે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યુ છે કે, આશા છે કે ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં જ રમાય. સ્થાનિય અખબારના મુજબ હોકલે ને નિવેદનમાં કહ્યુ છે કે, અમે કાર્યક્રમમાં કોઇ બદલાવ નથી કર્યો. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ત્રીજી મેચ યોજવી અમારી પ્રથમ પસંદ છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

હોકલે કહ્યુ હતુ કે, ક્રિકેટ ઓસ્ટ્રેલીયા આ સમયે ખૂબજ પડકારજનક સમયમાં સુચારુ રુપે મેચનુ આયોજન કર્યુ છે. આ માટે ઠોસ વ્યવસ્થાઓ તૈયાર કરી છે. અમે જૈવ સુરક્ષા ટીમ, સરકાર, પ્રાંતિય અને ક્ષેત્રિય સંઘો, ઓસ્ટ્રેલીયાઇ ક્રિકેટર્સ સંઘ, અમારા ભાગીદાર અને સ્થળની સાથે મળીને ઉચીત નિર્ણય લેતા રહીશુ. કોવિડ-19 ના વધતા કેસને લઇને ઇજાથી બહાર આવેલા ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન ડેવિડ વોર્નર અને ઝડપી બોલર સિન એબોટ સિડની થી મેલબોર્ન પહોંચી ગયા છે. જ્યા 26 ડિસેમ્બરે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. જે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ છે.

 

Next Article