INDvsAUS: વંશિય ટીપ્પણી મામલે આગળ આવ્યો ડેવિડ વોર્નર, ટીમ ઇન્ડીયાની માંગ માફી

|

Jan 13, 2021 | 9:51 AM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ હાલમાં રમાઇ રહી છે. જેમાં ત્રણ મેચો સમાપ્ત થઇ ચુકી છે. હવે આખરી ટેસ્ટ મેચ બ્રિસબેન (Brisbane) માં રમાનારી છે. ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર રમાઇ હતી. જે મેચ ડ્રોમાં પરીણમી હતી.

INDvsAUS: વંશિય ટીપ્પણી મામલે આગળ આવ્યો ડેવિડ વોર્નર, ટીમ ઇન્ડીયાની માંગ માફી
David Warner- Mohammad Siraj

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝ હાલમાં રમાઇ રહી છે. જેમાં ત્રણ મેચો સમાપ્ત થઇ ચુકી છે. હવે આખરી ટેસ્ટ મેચ બ્રિસબેન (Brisbane) માં રમાનારી છે. ત્રીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (Sydney Cricket Ground) પર રમાઇ હતી. જે મેચ ડ્રોમાં પરીણમી હતી. જોકે આ મેચ દરમ્યાન કેટલાક ઓસ્ટ્રેલીયાના ફેન્સ દ્રારા ટીમ ઇન્ડીયાના ઝડપી બોલર મહંમદ સિરાજ (Mohammad Siraj) અને જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) પર વંશિય (racist) ટીપ્પણી કરી હતી. જેને લઇને ખૂબ વિવાદ થયો હતો. પરંતુ હવે આ મામલામાં ઓસ્ટ્રેલીયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) ટીમ ઇન્ડીયાની માફી માંગી છે.

પ્રથમ વાર ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર ગયેલા મહંમદ સિરાજ ઉપરાંત જસપ્રિત બુમરાહને લગાતાર બે દિવસ સુધી સિડનીમાં પરેશાન કરવામાં આવ્યા હતા. સ્ટેડિયમમાં દર્શકો દ્રારા વંશિય ટીપ્પણીઓ કરવાને લઇને ચોથા દિવસે કેટલોક સમય માટે રમતને રોકવી પડી હતી. અંપાયરોને આ મામલે ફરિયાદ કરવાને લઇને આખરે દર્શકો સામે કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. છ જેટલા દર્શકોને પોલીસ દ્રારા સ્ટેડિયમની બહાર નિકાળવામાં આવ્યા હતા. સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલીયાએ પણ આ અંગે માફી માંગી હતી. વોર્નરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતુ કે, હું મહંમદ સિરાજ અને ટીમ ઇન્ડિયાથી માંફી માંગવા ઇચ્છુ છુ. જાતિવાદી કે અયોગ્ય વ્યવહાર ક્યાંય પણ અને ક્યારેય પણ સ્વિકાર્ય નથી. આશા છે કે દર્શક આગળ થી હવે યોગ્ય વર્તન કરે.

Next Article