INDvAUS: પ્રેક્ટિસ મેચમાં રિષભ પંત અને હનુમા વિહારીની સદી સાથે ભારત 472 રનથી આગળ

|

Dec 12, 2020 | 10:55 PM

વિકેટકીપર રિષભ પંત પર આમ તો આલોચનાઓ થઈ રહી હતી. ઓસ્ટ્રેલીયા એ સામેની અભ્યાસ મેચની પહેલી પારીમાં માત્ર 5 રન બનાવી વિકેટ ગુમાવી હતી. હવે બીજી ઈનીંગમાં 73 બોલમાં અણનમ 103 રન ફટકારી દીધા છે. હનુમા વિહારીએ પણ અણનમ 104 રન કર્યા હતા. આમ ત્રણ દિવસીય ડે નાઈટ પીંક બોલ અભ્યાસ મેચના બીજા દિવસના અંત […]

INDvAUS: પ્રેક્ટિસ મેચમાં રિષભ પંત અને હનુમા વિહારીની સદી સાથે ભારત 472 રનથી આગળ

Follow us on

વિકેટકીપર રિષભ પંત પર આમ તો આલોચનાઓ થઈ રહી હતી. ઓસ્ટ્રેલીયા એ સામેની અભ્યાસ મેચની પહેલી પારીમાં માત્ર 5 રન બનાવી વિકેટ ગુમાવી હતી. હવે બીજી ઈનીંગમાં 73 બોલમાં અણનમ 103 રન ફટકારી દીધા છે. હનુમા વિહારીએ પણ અણનમ 104 રન કર્યા હતા. આમ ત્રણ દિવસીય ડે નાઈટ પીંક બોલ અભ્યાસ મેચના બીજા દિવસના અંત સુધીમાં 4 વિકેટે 386 રન કર્યા હતા. ભારત 472 રનથી અભ્યાસ મેચમાં આગળ થઈ ચુક્યુ છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સ્માર્ટફોનને ચાર્જ કરતા સમયે તમે પણ નથી કરતાને આ ભૂલો, નહીં તો થશે નુકસાન

 

પંત અને વિહારી ઉપરાંત શુભમન ગીલે પણ 65 રન અને મયંક અગ્રવાલે પણ 61 રનની ઈનીંગ રમી હતી. ઓપનર પૃથ્વી શોએ આજની રમતમાં નિરાશ કર્યા હતા. તે માત્ર ત્રણ રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. ભારતે પ્રથમ ઈનીંગમાં 194 રન કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા એ ટીમ 108 પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસની શરુઆતમાં જ ભારતે બીજી ઈનીંગને શરુ કરતા સાથે જ પૃથ્વીની વિકેટ ખોઈ દીધી હતી.

ત્યારબાદ ગીલ અને અગ્રવાલે 104 રનની ભાગીદારી નોંધાવી હતી. અજીંક્ય રહાણેએ 38 રન કર્યા હતા. ત્યારબાદ ટીમને પંત અને વિહારીએ સંભાળી લઈને વિકેટ ગુમાવવા નહોતી દીધી. બંનેએ 147 રનની ભાગીદારી નોંધાવી હતી. પંતે ઝડપી રન બનાવ્યા હતા. તેણે ઈનીંગ દરમ્યાન 9 ચોગ્ગા અને છ છગ્ગા લગાવ્યા હતા. જ્યારે વિહારીએ 13 ચોગ્ગા લગાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article