Breaking News : ભારતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ભારતીય ટીમ 20 વર્ષ પછી એશિયા કપ રમશે

ભારતીય મહિલા અંડર-20 ફૂટબોલ ટીમ 2 દાયકા પછી AFC અંડર-20 મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થવામાં સફળ રહી છે. ભારતીય ટીમે ક્વોલિફાઇંગ મેચમાં મ્યાનમારને હરાવીને પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

Breaking News : ભારતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ભારતીય ટીમ 20 વર્ષ પછી એશિયા કપ રમશે
| Updated on: Aug 11, 2025 | 12:22 PM

ભારતીય મહિલા અંડર 20 ફુટબોલ ટીમે 10 ઓગસ્ટના રોજ યાંગુનના થુવુન્ના સ્ટેડિયમમાં મહિલા એશિયા કપ 2026 ક્વોલિફાય ગ્રુપ ડીના ત્રીજા અને છેલ્લી મેચમાં મ્યાનમારની ટીમને 1-0થી હાર આપી હતી. આ જીત સાથે ભારતીય મહિલા ફુટબોલ ટીમ અંદાજે 2 દશક બાદ પહેલી વખત એએફસી અંડર-20 મહિલા એશિયાઈ કપ ફુટબોલ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. ભારતીય મહિલા અંડર 20 ટીમનું ક્વોલિફાય રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. જેમાં તે છેલ્લી મેચમાં જીત સાથે ગ્રુપ-ડીમાં 7 અંક સાથે પહેલા સ્થાને પહોંચી છે.

 

પુજાના એક ગોલે જીત અપાવી

મ્યાનમાર વિરુદ્ધ મેચમાં ભારતીય મહિલા અંડર-20 ટીમને જીત પુજાના એકમાત્ર ગોલે અપાવી છે.પુજાનો આ ગોલ 7મી મિનિટમાં આવ્યો હતો. પહેલા હાફ દરમિયાન ભારતીય ટીમે પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. ત્યારબાદ બીજા હાફમાં મ્યાનમાર ટીમ તરફથી વાપસી કરવાનો અનેક પ્રયત્ન કર્યો પરંતુ ગોલ કરી શકી નહી. ભારતીય મહિલા ફુટબોલ અંડર-20 ટીમે આ પહેલા એએફસી અંડર-20 મહિલા એશિયાઈ કપ ફુટબોલ ટૂર્નામેન્ટમાં વર્ષ 2006માં ક્વોલિફાય કર્યું હતુ.

 

 

આ ટુર્નામેન્ટ 2026માં થાઇલેન્ડમાં રમાશે

એએફસી અંડર-20 મહિલા એશિયાઈ કપ ફુટબોલ ટૂર્નામેન્ટ વર્ષ 2026માં થાઈલેન્ડની મેજબાનીમાં રમાશે. આ પહેલા ભારતીય સીનિયર ફુટબોલ ટીમ પણ જુલાઈમાં એએફસી મહિલા એશિયાઈ કપ 2026 માટે પોતાનું સ્થાન પાક્કું કર્યું છે.

AIFFએ ઈનામની જાહેરાત કરી

ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) એ અંડર-20 મહિલા રાષ્ટ્રીય ટીમને તેમના શાનદાર પ્રદર્શન બદલ 25,000 અમેરિકી ડોલર (આશરે રૂ. 22 લાખ)ના ઈનામની જાહેરાત કરી છે. AIFF એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) સાથે મળીને મહિલા ફૂટબોલમાં પાયાના સ્તર અને યુવા માળખાને મજબૂત બનાવવા માટે ઘણી પહેલ કરી છે.અંડર-20 મહિલા ટીમે ગ્રુપ ડીમાં 7 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું અને રવિવારે યાંગોનમાં યજમાન મ્યાનમાર સામે 1-0થી જીત મેળવીને પોતાના અભિયાનનો અંત કર્યો.

 

ક્રિકેટ સહિત રમત ગમતના અન્ય લેટેસ્ટ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Published On - 12:08 pm, Mon, 11 August 25