ભારતીય અન્ડર 19 ટીમ પાંચમી વાર અંડર 19 વિશ્વકપ (U19 World Cup 2022) વિજેતા બની છે. ભારતીય યુવા ટીમે (Indian U19 Cricket Team) રંગ રાખ્યો છે અને જીતનો સીલસીલો આગળ વધારતા ઇંગ્લેન્ડને 4 વિકેટે હાર આપીને વિશ્વકપ ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવી હતી. ઇંગ્લેન્ડની ટીમ ને 24 વર્ષના લાંબી રાહને પુરી કરવાનુ સપનુ હતુ પરંતુ ભારતીય યુવા ખેલાડીઓએ તે અંગ્રેજ ટીમના સપનાને રગદોળી નાંખ્યુ હતુ. ભારતીય ખેલાડીઓએ બોલીંગ અને બેટીંગ બંનેમાં ઇંગ્લેન્ડને પછાડ્યુ હતુ. ભારત સામે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા 190 રનનુ લક્ષ્યાંક રાખ્યુ હતુ. જેને યશ ઢુલ (Yash Dhull) ની આગેવાની વાળી ટીમે આસાની થી પાર પાડી લીધુ હતુ.
ભારતીય ટીમે 8મી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડની ટીમે બીજી વાર ફાઇનલ મેચ રમી હતી. ભારતીય ટીમે 8માંથી 5 મી વાર ફાઇનલ મેચ જીતવાની સફળતા મેળવી હતી. અંડર 19 વિશ્વકપના ઇતિહાસમાં ભારત સૌથી વધુ વખત વર્લ્ડ કપ જીતનાર ટીમ છે. ઇંગ્લેન્ડની ટીમ આ પહેલા 1998માં વિશ્વવિજેતા બની હતી. ત્યાર બાદ 2022 માં ફરી થી ફાઇનલમાં પહોંચી હતી. જ્યાં ભારતના હાથે હાર મેળવી છે.
ભારતીય ટીમે જબરદસ્ત રમત દર્શાવી હતી.190 રનના સ્કોરનો પિછો કરતા ભારતે પ્રથમ ઓવરના બીજા બોલે ઓપનર અંગક્રિશ રઘુવંશી (0) ની વિકેટ શૂન્ય રનના સ્કોર પર જ ગુમાવી હતી. જોકે ત્યાર બાદ હરનુર સિંહ (21) અને શેખ રશિદે (50) બાજી સંભાળી હતી. રશિદે શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. પરંતુ તે ફીફટી બાદ તુરત જ વિકેટ ગુમાવી બેઠો હતો. ત્યાર બાદ યશ ઢુલ (17) અને નિશાંત સંધૂ (અણનમ 50) એ રમતને આગળ વધારી હતી. પરંતુ કેપ્ટન ઢૂલ પણ ઝડપથી વિકેટ ગુમાવી દેતા 100 ના સ્કોરને પાર કરવા પહેલા જ ભારતે 4 વિકેટ ગુમાવી દેતા એક સમયે બાજી ઇંગ્લેન્ડ તરફ સરકતી જોવા મળી રહી હતી.
પરંતુ સંધૂએ પોતાના બળ પર ભારતને જીત તરફ દોરી જવા સફળ પ્રયાસ કર્યો હતો. મેચમાં બોલીંગ અને બેટીંગમાં શાનદાર પ્રદર્શન વડે હિરો રહેનાર રાજ બાવા (35) એ સંધુ સાથે મળી ભારતને જીતને દ્વારે પહોંચાડી દીધુ હતુ. પરંતુ બાવા કમનસિબે કેચ આઉટ થયો હતો. જોકે અંતમાં દિનેશ બાના (અણનમ 13) સાથે મળીને સંધુએ ભારતને ઐતિહાસીક જીત અપાવી હતી.
19 #19 2022 !
A fantastic performance by #BoysInBlue as they beat England U19 by 4⃣ wickets in the Final! #INDvENG
This is India’s FIFTH Under 19 World Cup triumph.
Scorecard ▶️ https://t.co/p6jf1AXpsy pic.twitter.com/bQzABDFUpd
— BCCI (@BCCI) February 5, 2022
ભારત તરફ થી બોલીંગમાં રવિ કુમાર અને રાજ બાવાએ તરખાટ મચાવ્યો હતો. બંનેની સામે ઇંગ્લેન્ડના બેટ્સમેનો ઘૂંટણીયે પડવા જેવો ઘાટ સર્જાયો હતો. રવિકુમારે 9 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે રાજ બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કૌશલ તાંબેએ એક વિકેટ ઝડપી હતી. આમ ભારતીય બોલરોએ 189 રનના સ્કોર પર જ ઇંગ્લીશ ટીમને સમેટી લીધી હતી.
Published On - 1:39 am, Sun, 6 February 22