Thomas Cup: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે(Indian Men’s Badminton Team) તાહિતીને 5-0થી હરાવીને 2010 પછી પ્રથમ વખત થોમસ કપ(Thomas Cup)ની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતે બીજી મેચ 5-0થી જીતી હતી. આ પહેલા રવિવારે તેણે નેધરલેન્ડને સમાન અંતરથી હરાવ્યો હતો. તાહિતી પરની જીતથી ગ્રુપ સીમાં ટોપ બેમાં ભારતનું સ્થાન નિશ્ચિત થયું. ભારતના સ્ટાર ખેલાડી (India player) કિદામ્બી શ્રીકાંત આ મેચમાં મેદાનમાં ઉતર્યા ન હતા. તેની આગામી મેચ ચીન સામે થશે. આ ભારતે કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે. જો ભારત ચીનને હરાવે છે, તો તે ક્વાર્ટર ફાઇનલમાં સરળ ડ્રો મેળવી શકે છે.
men registered yet another superb win. They defeated by 5️⃣-0️⃣ in 2nd group stage tie of #ThomasCup2020 on tuesday. Checkout the final scores ⬇️#ThomasUberCup2020#IndiaontheRise#Badminton pic.twitter.com/FEXo5J5l9B
— BAI Media (@BAI_Media) October 13, 2021
તાહિતી સામે, બી સાઇ પ્રણીતે (B Sai Praneeth)શરૂઆતના સિંગલ્સમાં માત્ર 23 મિનિટમાં લુઇસ બ્યુબોઇસ સામે 21-5, 21-6થી જીત નોંધાવી હતી. આ પછી સમીર વર્મા(Sameer Verma)એ રેમી રોસીને 21-12, 21-12થી હરાવીને ટીમને 2-0ની લીડ અપાવી હતી. આ મેચ 41 મિનિટ સુધી ચાલી હતી. કિરણ જ્યોર્જે ઈલિયાસ મૌબ્લાંકને માત્ર 15 મિનિટમાં 21-4 21-2થી હરાવીને ત્રીજા પુરુષ સિંગલ્સમાં ભારતને અજેય લીડ અપાવી હતી. ડબલ્સમાં કૃષ્ણ પ્રસાદ અને વિષ્ણુ વર્ધને 21 મિનિટમાં 21-8, 21-7થી જીત મેળવી હતી જ્યારે સાત્વિકસાઇરાજ રંકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ દિવસની અંતિમ મેચમાં મૌબ્લાન્ક અને હીવા યોનેટને 21-5, 21-3થી હરાવ્યો હતો.
ભારતીય પુરુષ ટીમે (Indian men’s team)અગાઉ 2010 માં થોમસ કપ(Thomas Cup)ની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેઓ ઇન્ડોનેશિયા સામે હારી ગયા હતા. ભારતીય મહિલા ટીમ પણ મંગળવારે સ્કોટલેન્ડને 3-1થી હરાવીને ઉબેર કપ (Uber Cup)ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. આજે ભારતીય મહિલા ટીમને છેલ્લી ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાવવાની છે.
થોમસ કપ (Thomas Cup) અને ઉબેર કપ (Uber Cup)નું પ્રદર્શન ભારતીય બેડમિન્ટન માટે પ્રોત્સાહક છે કારણ કે, તાજેતરમાં ફિનલેન્ડના વનાટામાં રમાયેલા સુદીરમન કપમાં ખેલાડીઓ સારો દેખાવ કરી શક્યા ન હતા. આનું એક કારણ ઘણા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હતી. થોમસ (Thomas Cup) અને ઉબેર કપ એક સપ્તાહ સુધી ચાલે છે અને પાંચ ખંડોના 16 દેશો ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો : neymar :2022 વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો, બ્રાઝિલના ફૂટબોલરે કહ્યું – તુસી ન જાવ