દેશ છોડ્યા બાદ ઝળકી પ્રતિભા, ઓસ્ટ્રેલિયાની ટીમમાથી રમનાર મૂળ ભારતીય ખેલાડીના પિતા ટેક્સી ચલાવી પરિવારનુ કરે છે ગુજરાન

|

Dec 16, 2021 | 3:20 PM

ભારતીય મૂળના સ્પિનર ​​હરકીરત સિંહ બાજવાની વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે.

દેશ છોડ્યા બાદ ઝળકી પ્રતિભા, ઓસ્ટ્રેલિયાની ટીમમાથી રમનાર મૂળ ભારતીય ખેલાડીના પિતા ટેક્સી ચલાવી પરિવારનુ કરે છે ગુજરાન
harkirat singh bajwa

Follow us on

Under 19 World Cup : અંડર-19 વર્લ્ડ કપ…એક પ્લેટફોર્મ જ્યાંથી ભવિષ્યના સ્ટાર ખેલાડીઓની ઓળખ થાય છે. વિરાટ કોહલી, કેન વિલિયમસન (Ken Williamson), કેએલ રાહુલ, સ્ટીવ સ્મિથ, બાબર આઝમ, જો રૂટ, આ તમામ દિગ્ગજોને પ્રથમ વખત અંડર-19 વર્લ્ડ કપથી જ ઓળખવામાં આવ્યા હતા. તે સ્તરે બેટિંગ કરતાં લોકોએ ઓળખ્યું કે તે ભવિષ્યનો સ્ટાર છે. આવો જ એક ભારતીય ખેલાડી હવે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ (Under 19 World Cup )માં ભારતમાં નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમમાં જોવા મળશે. વાત કરવામાં આવી રહી છે હરકીરત સિંહ બાજવાની જે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ (Australia’s under-19 team)માં પસંદગી પામ્યા છે.

17 વર્ષીય હરકીરત સિંહ બાજવા ઓફ સ્પિનર ​​છે અને તેનો જન્મ મોહાલીમાં થયો હતો.તેનો પરિવાર મેલબોર્ન શિફ્ટ થઈ ગયો હતો. હરકીરત (harkirat singh bajwa)ના પિતા બલજીત સિંહ મેલબોર્નમાં ટેક્સી ચલાવીને પરિવારનું ભરપોષણ કરે છે, પરંતુ તેમનો પુત્ર એક ઉત્તમ ક્રિકેટર છે જેણે ખૂબ જ નાની ઉંમરમાં સમગ્ર ઓસ્ટ્રેલિયામાં પોતાનું નામ બનાવ્યું છે.

હરભજન, અશ્વિન જેવા એક્શન આદર્શ છે

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

હરકીરત સિંહ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે મોહાલીમાં સ્ટ્રીટ ક્રિકેટ રમતો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા પહોંચતાની સાથે જ તે ચેલ્સી ક્રિકેટ ક્લબમાં જોડાઈ ગયો અને ત્યાંથી તેની આખી રમત બદલાઈ ગઈ. હરકીરત સિંહ ઓફ સ્પિનર ​​છે અને તેની એક્શન બિલકુલ હરભજન સિંહ જેવી છે. એ જ હરભજન સિંહ જે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગ માટે કેન્સર સાબિત થયો હતો. હરકીરત સિંહની ખાસ વાત એ છે કે ભજ્જી સિવાય તે અશ્વિનને પણ પોતાનો આદર્શ માને છે.

ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમમાં તેની પસંદગી પર હરકીરાતે કહ્યું, ‘હું અશ્વિન અને હરભજન સિંહ બંનેને મારા આદર્શ માનું છું. હું હરભજનની બોલિંગ જોઈને મોટો થયો છું, તેથી મારી એક્શન તેના જેવી જ છે. મેલબોર્નમાં ક્રિકેટનું કૌશલ્ય શીખવું મારા માટે નસીબદાર સાબિત થયું. અહીં મને અંડર-16 રમવાની તક પણ મળી.હરકીરતે કહ્યું કે તેના પિતા કેબ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેનાથી તેને ફાયદો પણ થયો છે કારણ કે તે તેના પિતાની ટેક્સીમાં પ્રેક્ટિસ સેશન માટે ગ્રાઉન્ડ પર સરળતાથી પહોંચી જતો હતો. હરકીરતનું સપનું ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું છે અને તેનામાં જે પ્રકારનું ટેલેન્ટ છે, તે તેને હાંસલ પણ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે હરકીરત પહેલા તનવીર સંઘા, ગુરિંદર સંધુ અંડર-19 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી ચુક્યા છે અને ઓસ્ટ્રેલિયા તરફથી રમી ચુક્યા છે. હરકિરાતનું પણ આ જ લક્ષ્ય છે અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન આમાં તેને ઘણી મદદ કરી શકે છે.

આ પણ વાંચો : Spider Man : No Way Home ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ, પછી શું થયું… જુઓ Video

Next Article