CWG 2022માં ભારતીય હોકી ટીમ રમતી જોવા મળશે, રમત મંત્રાલય અને IOAના હસ્તક્ષેપ બાદ બદલાયો નિર્ણય

|

Dec 05, 2021 | 10:43 AM

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ 2020માં શાનદાર પ્રદર્શન કરનારી ભારતની મહિલા અને પુરૂષ હોકી ટીમોને લઈને હોકી ઈન્ડિયાના નિર્ણયથી રમત મંત્રાલયને ગુસ્સો આવ્યો હતો.

CWG 2022માં ભારતીય હોકી ટીમ રમતી જોવા મળશે, રમત મંત્રાલય અને IOAના હસ્તક્ષેપ બાદ બદલાયો નિર્ણય
Indian Hockey Team

Follow us on

CWG 2022 ભારતીય હોકી ચાહકો માટે સારા સમાચાર છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)2020માં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય મહિલા અને પુરૂષ હોકી ટીમો (Men’s hockey team)પણ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) (CWG 2022)માં પોતાની તાકાત બતાવવા માટે મેદાનમાં ઉતરશે. આગામી વર્ષે યુનાઈટેડ કિંગડમના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટીમ (Indian team)ગોલ્ડ જીતવાના ઈરાદા સાથે ટર્ફ પર જોરદાર પ્રયાસ કરશે.

કોમનવેલ્થ ફેડરેશન (Commonwealth Federation)ના એક અધિકારીએ શનિવારે 4 ડિસેમ્બરે આની પુષ્ટિ કરી હતી. ટોક્યોમાં શાનદાર પ્રદર્શન બાદ હોકી ઈન્ડિયાએ આગામી વર્ષે યોજાનારી એશિયન ગેમ્સ (Asian Games)ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની ટીમ નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેને આ નિર્ણય બદલવાની ફરજ પડી છે અને તેનું કારણ છે મંત્રી અનુરાગ ઠાકુર અને ભારતીય ઓલિમ્પિક સંઘ (Indian Olympic Association)ના પ્રમુખ નરિન્દર બત્રા.

હોકી ઈન્ડિયાએ કોરોના મહામારી તેમજ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ વચ્ચે વધુ સમય ન હોવાને કારણે આ વર્ષે 2022 બર્મિંગહામ ગેમ્સમાં ટીમો નહીં મોકલવાનો નિર્ણય લીધો હતો. રમત મંત્રી અને IOAએ હોકી ઈન્ડિયા (Hockey India)ના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી આ નિર્ણય લઈ શકતા નથી. બંનેએ આ ગેમ્સની હોકી ઈવેન્ટમાં ભારતની સહભાગિતાની ખાતરી આપી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ પછી હવે હોકી ઈન્ડિયાએ આ નિર્ણય બદલવો પડશે. મળતી માહિતી મુજબ, હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે જો ટીમ ક્વોલિફાય થશે તો તેઓ તેને બર્મિંગહામ મોકલશે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, જ્યારે એશિયન ગેમ્સ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

રમત મંત્રાલય અને IOAના હસ્તક્ષેપને કારણે નિર્ણય બદલ્યો

ભારતીય પુરૂષ ટીમે આ વર્ષે ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમ સેમિફાઈનલમાં પહોંચી હતી અને બ્રોન્ઝથી ચુકી ગઈ હતી. આવી સ્થિતિમાં, રમત મંત્રાલય, IOA અને CGF ભારતીય ટીમને કોમનવેલ્થમાં રમતી જોવા માટે ઉત્સુક છે. ભારતીય હોકી ટીમોને લઈને બદલાયેલા નિર્ણયની માહિતી CGF દ્વારા જ જાહેર કરવામાં આવી હતી.

સમાચાર એજન્સી દ્વારા ફેડરેશનના અધિકારીને ટાંકવામાં આવ્યું હતું કે, “IOA એ CGF પ્રમુખને કહ્યું છે કે તેઓ ક્વોલિફાય થયા પછી ટીમોને રમવા માટે મોકલશે. ભારતના રમતગમત મંત્રીએ દરમિયાનગીરી કરી છે અને મને લાગે છે કે તેઓ ખૂબ જ પ્રભાવશાળી છે. CGF પ્રમુખ IOA પ્રમુખના સતત સંપર્કમાં છે.”

આ સાથે જ ભારતમાં આવતા વર્ષે યોજાનારી ગેમ્સના બેટન રિલે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ સંદર્ભમાં, CGF અધિકારીએ જણાવ્યું હતું કે ‘ક્વીન્સ બેટન રિલે’ અંગે CGF અને IOAમાં વાતચીત ચાલી રહી છે. બેટન ભારતમાં આવતા વર્ષે 12 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાશે.

આ પણ વાંચો : IND vs NZ 2nd Test, Day 3 LIVE Score: મયંક-પુજારાએ શતકીય ભાગીદારી પૂરી કરી

Next Article