Tokyo Olympics : સેમિફાઇનલમાં ભારતીય પુરુષ હૉકી ટીમ બેલ્જિયમ સામે હારી, હવે કાંસ્ય પદકની આશા

|

Aug 03, 2021 | 10:58 AM

Tokyo Olympics : મેચના પહેલા ક્વાર્ટરમાં બેલ્જિયમે એક ગોલના મુકાબલે ભારતીય ટીમે બે ગોલ સાથે લીડ મેળવી લીધી હતી. પરંતુ ત્યારબાદ બેલ્જિયમની ટીમે મોકો ન આપ્યો. સંપૂર્ણ મેચમાં બેલ્જિયમને 14 પેનલ્ટી કોર્નર મળ્યા. જેમાંથી ત્રણને તેમણે ગોલમાં બદલ્યા.

Tokyo Olympics : સેમિફાઇનલમાં ભારતીય પુરુષ હૉકી ટીમ બેલ્જિયમ સામે હારી, હવે કાંસ્ય પદકની આશા
Indian Hockey Team

Follow us on

Tokyo Olympics : ઓલિમ્પિક (Olympics) સેમિફાઇનલમાં (Semifinal) ભારતીય પુરુષ હૉકી (Indian Hockey Team) ટીમ બેલ્જિયમ સામે હારી ગઇ છે. મેચમાં ભારતે બે ગોલ કર્યા જ્યારે બેલ્જિયમે પાંચ ગોલ કર્યા અને ફાઇનલમાં જગ્યા મેળવી. આ હાર સાથે ભારત ગોલ્ડ અને સિલ્વરની રેસમાંથી ભલે બહાર થઇ ગયુ હોય પરંતુ કાંસ્ય પદકની આશા યથાવત છે. બીજા સેમિફાઇનલના વિજેતા ફાઇનલમાં રમશે તો હારનારી ટીમનો મુકાબલો કાંસ્ય પદક માટે મુકાબલો ભારત સાથે થશે.

મેચના પહેલા ક્વાર્ટરમાં બેલ્જિયમે એક ગોલના મુકાબલે ભારતીય ટીમે બે ગોલ સાથે લીડ મેળવી લીધી હતી. પરંતુ ત્યારબાદ બેલ્જિયમની ટીમે મોકો ન આપ્યો. સંપૂર્ણ મેચમાં બેલ્જિયમને 14 પેનલ્ટી કોર્નર મળ્યા. જેમાંથી ત્રણને તેમણે ગોલમાં બદલ્યા.

સેમીફાઇનલ મેચનો બીજો ક્વાર્ટર ઘણો રોમાંચક રહ્યો. તેમાં બંને ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો. ગેમના ત્રીજા ક્વાર્ટરમાં ભારતને પાંચ પેનલ્ટી કોર્નર મળ્યા. જો કે ટીમ તેને ગોલમાં ન બદલી શકી. મેચના ચોથા ક્વાર્ટરમાં બેલ્જિયમને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો અને હેંડ્રિક્સે વધુ એક ગોલ કર્યો. આ ગોલ સાથે ભારતે 5-2થી લીડ મેળવી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :શાહરૂખ ખાને ફિલ્મી કોચ કબીર ખાન બનીને કરી ટ્વીટ, ઇન્ડિયન હોકી ટીમના Real કોચે આપ્યો જબરદસ્ત જવાબ

આ પણ વાંચો :Fouaad Mirza: ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઈનલ માટે ક્વોલિફાય, હવે મેડલ માટે રમશે

Next Article