એવા ભારતીય ક્રિકેટર્સ જેણે ખૂબ નાની ઉંમરમાં કરી લીધા લગ્ન, આ લિસ્ટમાં એક જાણીતા ગુજરાતી ક્રિકેટર પણ સામેલ

|

Jan 23, 2019 | 6:58 AM

ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણાં ખેલાડીઓ છે જે મેચ દરમિયાન પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ એવા પણ કેટલાંક ક્રિકેટર્સ છે જેઓ પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. આજે આપણે વાત કરીશું એવા 5 ભારતીય ક્રિકેટર્સ વિશે જેણે ખૂબ ઓછી ઉંમરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. સૌરવ ગાંગુલી ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન […]

એવા ભારતીય ક્રિકેટર્સ જેણે ખૂબ નાની ઉંમરમાં કરી લીધા લગ્ન, આ લિસ્ટમાં એક જાણીતા ગુજરાતી ક્રિકેટર પણ સામેલ

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમમાં એવા ઘણાં ખેલાડીઓ છે જે મેચ દરમિયાન પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ એવા પણ કેટલાંક ક્રિકેટર્સ છે જેઓ પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. આજે આપણે વાત કરીશું એવા 5 ભારતીય ક્રિકેટર્સ વિશે જેણે ખૂબ ઓછી ઉંમરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.

  • સૌરવ ગાંગુલી

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન સૌરવ ગાંગુલી ભારતીય ટીમના ખતરનાક બેટ્સમેન તરીકે ઓળખાય છે. સૌરવ ગાંગુલીએ માત્ર 24 વર્ષની ઉંમરમાં પોતાની બાળપણી મિત્ર ડોના રૉય સાથે લગ્ન કર્યા હતા. સૌરવ અને ડૉનાની એક દીકરી પણ છે.

  • પાર્થિવ પટેલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન પાર્થિવ પટેલ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે અને સાથે એક સારા વિકેટકીપર પણ. પાર્થિવ પટેલે પણ માત્ર 23 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા. 9 માર્ચ, 2009ના રોજ અવની ઝવેરી સાથે પાર્થિવે લગ્ન કર્યા હતા.

TV9 Gujarati

 

  • દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક પણ ભારતીય ટીમના શાનદાર બેટ્સમેનના લિસ્ટમાં આવે છે. દિનેશ કાર્તિકે ઘણી મુશ્કેલ મેચને પણ પોતાના જોરે જીતી છે. કાર્તિકે માત્ર 22 વર્ષની ઉંમર, 2 મે, 2007ના રોજ નિકિતા જોડે લગ્ન કર્યા હતા. જોકે ત્યારબાદ નિકિતા અને કાર્તિકે છૂટાછેડા લઈ લીધા હતા. અને 2015માં કાર્તિકે સ્ક્વોશ પ્લેયર દીપિકા પિલ્લાઈ સાથે બીજા લગ્ન પણ કરી લીધા છે.

  • સચિન તેંદૂલકર

ક્રિકેટના ભગવાન કહેવાતા મહાન ખેલાડી સચિન તેંદૂલકર પણ આ લિસ્ટમાં આવે છે. સચિને માત્ર 22 વર્ષની વયે લગ્ન કર્યા હતા. જે સમયે સચિને લગ્ન કર્યા હતા ત્યારે તેમની ઉંમર 22 વર્ષ હતી તો સામે પત્ની અંજલિ, સચિન કરતા 6 વર્ષ મોટા એટલે કે 28 વર્ષના હતા.

  • કપિલ દેવ

ભારતીય ક્રિકેટ ટીમની દુનિયામાં ધાક જમાવનાર મહાન ખેલાડી એટલે કપિલ દેવ. પોતાના ક્રિકેટ કૌશલથી દુનિયામાં તેમણે ઘણી નામના મેળવી. કપિલ દેવે 1980માં માત્ર 21 વર્ષની ઉંમરમાં રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા.

 

[yop_poll id=753]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:09 am, Wed, 23 January 19

Next Article