INDvsAUS 1’st Test : ટોસ જીતી ધીમી બેટીંગ કરતા ભારતે દિવસના અંતે 6 વિકેટે 233 રન કર્યા

|

Dec 17, 2020 | 5:59 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ વાર પિંક બોલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચ માટેની સીરીઝની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. આજે પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 233 રન કર્યા હતા. પ્રથમ દિવસીય રમતના અંત સમયે રિદ્ધીમાન સાહા 9 અને આર અશ્વિન 15 રન બનાવી રમી રહ્યા […]

INDvsAUS 1st Test : ટોસ જીતી ધીમી બેટીંગ કરતા ભારતે દિવસના અંતે 6 વિકેટે 233 રન કર્યા

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે પ્રથમ વાર પિંક બોલ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચ માટેની સીરીઝની પ્રથમ ટેસ્ટ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. આજે પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટ ગુમાવીને 233 રન કર્યા હતા. પ્રથમ દિવસીય રમતના અંત સમયે રિદ્ધીમાન સાહા 9 અને આર અશ્વિન 15 રન બનાવી રમી રહ્યા હતા.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. આમ પ્રથમ બેટીંગ માટે મેદાન પર આવેલી ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોને પ્રથમ ઓવરના બીજા જ બોલ પર શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. મિશેલ સ્ટાર્કે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મયંક અગ્રવાલને પણ પેટ કમિન્સે અંદર આવતા બોલ પર ક્લીન બોલ્ડ કર્યો હતો. મયંકે 2 ચોગ્ગા સાથે 40 બોલમાં 17 રન બનાવીને વિકેચ ગુમાવી હતી. ભારતને ત્રીજી વિકેટ ચેતેશ્વર પુજારાની ગુમાવી હતી. પુજારાએ 160 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. તેને નાથન લીયોને માર્નસ લાબુશાનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ 74 રનની ઇનીંગ રમી હતી, જોકે તે રન આઉટ થયો હતો. અજીંક્ય રહાણે પણ 42 રન પર મિશેલ સ્ટાર્કનો શિકાર થયો હતો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ઓસ્ટ્રેલીયાના બોલરોએ પિંક બોલના અનુભવ પ્રમાણે ભારતીય બેટ્સમેનોને લાંબો સમય ક્રિઝ પર ટકવા નહોતા દિધા.. મિશેલ સ્ટાર્કે શાનદાર બોલીંગ કરતા પ્રથમ દિવસે જ તેણે બે વિકેટ હાંસલ કરી હતી. જેમાં તેણે મેચની પ્રથમ ઓવરના બીજા જ બોલે પૃથ્વી શોને ક્લીન બોલ્ડ કર્યો હતો. આ ઉપરાંત જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લિયોને એક એક વિકેટ ઝડપી હતી.

Next Article