
Women’s World Cup-2022 : મહિલા વર્લ્ડ કપ-2022 (Women’s World Cup-2022)માં ભારતીય ટીમને બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. બુધવારના રોજ માઉન્ટ મૌંગાનુઇ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય મહિલા ટીમ (IND W vs ENG W) ને 4 વિકેટથી હરાવ્યું હતું. મિતાલી રાજ (Mithali Raj)ની કપ્તાનીમાં રહેલી ભારતીય ટીમ બેટિંગમાં ખાસ કંઈ કરી શકી ન હતી અને 36.2 ઓવરમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઇંગ્લેન્ડ ટીમે 31.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ઇંગ્લેન્ડે સતત ત્રણ પરાજયનો સામનો કર્યા બાદ મહિલા વર્લ્ડ કપ 2022માં તેની પ્રથમ જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતને 4 મેચમાં બીજી હાર મળી છે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની મેચ પણ હારી ગઈ હતી. આ સાથે જ તેણે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમ આ જીત સાથે બાંગ્લાદેશથી ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ટીમ ઈન્ડિયા હજુ પણ સારા નેટ રન રેટના કારણે ન્યુઝીલેન્ડથી ઉપર ત્રીજા સ્થાને છે. તમને જણાવી દઈએ કે કિવી ટીમે પણ 4 મેચમાં 2 જીત મેળવી છે.
ઈંગ્લેન્ડની ટીમે 100 રન પૂરા કરી લીધા છે. ટીમને જીતવા માટે 33 રનની જરૂર છે.
રાજેશ્વરી ગાયકવાડે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો, રાજેશ્વરી ગાયકવાડે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો છે. એમી જોન્સ તેના બોલ પર 10 રન બનાવીને હરમનપ્રીત કૌરના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. હવે ટીમને જીતવા માટે 31 રનની જરૂર છે.
દીપ્તિ શર્મા 22મી ઓવર લઈને આવી અને છ રન આપ્યા. ઓવરના બીજા બોલ પર નાઈટે બાઉન્ડ્રી ફટકારી. ઝુલન ગોસ્વામીએ તેની આગલી ઓવર મેઇડન નાખી.
રાજેશ્વરી ગાયકવાડ 18મી ઓવર લાવી અને તે મેડન હતી. ઇંગ્લેન્ડનો સ્કોર 104 રનમાં 4 વિકેટનું નુક્સાન
રાજેશ્વરી ગાયકવાડ 18મી ઓવર લાવી અને તે મેડન હતી. ઓવરના પાંચમા બોલ પર, નાઈટે બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો.
ગાયકવાડે 16મી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. આગલી ઓવરમાં પૂજા વસ્ત્રાકરે નવ રન આપ્યા પરંતુ છેલ્લા બોલ પર સીવર આઉટ થઈ ગઈ હતી. તે 46 બોલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
15 ઓવર રમાઈ રહી છે અને ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 59 રન બનાવી લીધા છે. તે ખૂબ જ ઝડપથી રન બનાવી રહ્યા છે. સીવર એક બાજુથી આક્રમક બેટિંગ કરી રહી છે ભારત માટે આ મેચમાં વાપસી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ છે.
પૂજા વસ્ત્રાકરે 10મી ઓવરમાં એક રન આપ્યો હતો. તે જ સમયે ગાયકવાડે તેની આગલી ઓવરમાં પાંચ રન આપ્યા હતા. ભારત અહીં વિકેટની શોધમાં છે તો જ તે મેચમાં વાપસી કરી શકશે
રાજેશ્વરી ગાયકવાડે નવમી ઓવર લાવીને 9 રન આપ્યા હતા. સીવરે આ ઓવરમાં બે ચોગ્ગા માર્યા. પાંચમા બોલ પર, તેણે તે જ શૈલીમાં બીજો ચોગ્ગો ફટકાર્યો.
ઝુલન ગોસ્વામીએ ODI કારકિર્દીમાં 250 વિકેટ પૂરી કરી અને નવો રેકોર્ડ બનાવ્યો.
ઝુલન ગોસ્વામી પાંચમી ઓવર લઈને આવી. ઓવરના ચોથા બોલ પર સાયવર બચી ગઈ. બોલ બેટની કિનારી સાથે અથડાયા બાદ મિડલ સ્ટમ્પ પર અથડાયો હતો.
ભારતીય ફાસ્ટ બોલરોએ ઈંગ્લેન્ડના બંને ઓપનરને પેવેલિયન પરત મોકલી દીધા છે. ડેનિયલ વોટ 1 રન બનાવીને મેઘના સિંહનો શિકાર થઈ. તે જ સમયે, ભારતની સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીએ ટેમી બ્યુમોન્ટને એલબીડબ્લ્યુ આઉટ કરી હતી.
ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ભારત તરફથી પ્રથમ ઓવર ઝુલન ગોસ્વામીએ ફેંકી હતી. તેણે ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં ત્રણ રન આપ્યા હતા.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા 36.2 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડ પાસે આસાન લક્ષ્ય છે.
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા 36.2 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડ પાસે આસાન લક્ષ્ય છે.
કેટ ક્રોસ 30મી ઓવરમાં પાંચ રન આપ્યા. ચોથા બોલ પર રિચા ઘોષે મિડ-ઓફ પર ફોર ફટકારી અને આ સાથે જ ભારતનો સ્કોર 100ને પાર કરી ગયો. જો કે તેણે સાત વિકેટ ગુમાવી દીધી છે જેના કારણે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે.
25મી ઓવર લઈને ડીન આવી હતી અને આ વખતે પૂજા વસ્ત્રાકરને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. તે ઓવરના ત્રીજા બોલ પર સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. તે નવ બોલમાં છ રન બનાવીને પરત ફરી હતી.
23મી ઓવરમાં રિચા ઘોષે ચોગ્ગો ફટકાર્યો. ભારત અત્યારે ઘણી મુશ્કેલીમાં છે અને હવે તેની વાપસીનો કોઈ રસ્તો દેખાતો નથી.
સ્મૃતિ મંધાનાના રૂપમાં ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. મંધાના 35 રન બનાવીને એલબીડબ્લ્યુનો શિકાર બની હતી. ભારતે છ વિકેટ ગુમાવી દીધી છે. હવે ટીમ ઈન્ડિયાને પૂજા વસ્ત્રાકર અને વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષ પાસેથી આશા છે. 24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર – 86/6
મંધાનાએ 22મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછી ચોથા બોલ પર એલબીડબ્લ્યુનો શિકાર બની હતી. મંધાનાએ રિવ્યુ લીધો પણ તેની વિકેટ બચાવી શકી નહીં. તેણે 58 બોલમાં 35 રન બનાવ્યા હતા.
કૌરના આઉટ થયાના બે બોલમાં ડીન પણ સ્નેહ રાણાને પેવેલિયન પરત મોકલી હતી. ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી છે અને હવે તે ઘણી મુશ્કેલીમાં છે
17મી ઓવરની જવાબદારી ચાર્લોટ ડીનને આપવામાં આવી હતી જેણે હરમનપ્રીત કૌર અને સ્નેહ રાણાને આઉટ કરીને ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું. કૌરે 26 બોલમાં 14 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા.
હરમનપ્રીત કૌરે 12મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે જ સમયે, આગલી ઓવરમાં, તેના બેટમાં ચોગ્ગો લાગ્યો, 13 ઓવર પછી, ભારતનો સ્કોર 50ને પાર કરી ગયો. હરમનપ્રીત અને મંધાનાની ભાગીદારી ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની છે
સાયવરે નવમી ઓવરમાં માત્ર બે રન આપ્યા. આ પછી, આગામી ઓવરના પાંચમા બોલ પર, મંધાનાએ કવર તરફ ચોગ્ગો ફટકાર્યો. એ જ 11મી ઓવરમાં માત્ર બે રન આવ્યા. ભારતને મહત્વપૂર્ણ ભાગીદારીની જરૂર છે
દીપ્તિએ 10 બોલ રમ્યા પરંતુ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ ગઈ. સ્મૃતિ મંધાના 17 રન બનાવીને રમી રહી છે. હરમનપ્રીત કૌર 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરી છે. ભારતીય ટીમે માત્ર 30ના સ્કોર પર પોતાની મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે.
દીપ્તિ આઠમી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થઈ હતી. નવ બોલ ડોટ રમ્યા બાદ દીપ્તિ પર દબાણ હતું. તેણીએ મિડ-ઓફ પર શોટ રમ્યો અને રન માટે દોડતા રન આઉટ થઈ
બ્રન્ટે સાતમી ઓવરમાં બે રન આપ્યા હતા. શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ભારત દબાણમાં છે અને હવે તેને વાપસી કરવા માટે મજબૂત ભાગીદારીની જરૂર છે.
ભારતને બીજો ઝટકો કેપ્ટન મિતાલી રાજનો લાગ્યો છે. મિતાલી માત્ર 1 રન બનાવીને કેચ આઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.
સ્મૃતિ મંધાનાએ ચોથી ઓવરની શરૂઆત ફોર સાથે કરી હતી. જોકે, ચોથા બોલ પર યાસ્તિકા ભાટિયા આઉટ થતા ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો યસ્તિકાએ 11 બોલમાં 8 રન બનાવ્યા હતા
બીજી ઓવરમાં શ્રબસોલે પણ માત્ર ત્રણ રન આપ્યા હતા. બ્રન્ટને ત્રીજી ઓવરની બોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓવરના પાંચમા બોલ પર બ્રન્ટે મિડ-ઓન અને શોર્ટ મિડ-વિકેટના ગેપમાં શાનદાર ફોર ફટકારી હતી. બ્રન્ટે આ ઓવરમાં સાત રન આપ્યા
બ્રન્ટની પ્રથમ ઓવરમાં ભારતના ખાતામાં માત્ર ત્રણ રન જ ઉમેરાયા હતા. યાસ્તિકા પાંચ બોલમાં બે અને સ્મૃતિ મંધાના ખાતું ખોલાવ્યા વિના રમી રહી છે.
ભારતીની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ડાબોડી સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયા ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ ફાસ્ટ બોલર કેથરીન બ્રન્ટ ઈંગ્લેન્ડ માટે બોલિંગની શરૂઆત કરશે.
ઈંગ્લેન્ડની કેપ્ટન નાઈટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત પ્રથમ બેટિંગ કરશે
Published On - 6:14 am, Wed, 16 March 22