women cricket :જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક ટેસ્ટ મેચ (Test match)માટે ઈંગ્લેન્ડની ધરતી પર પગ મૂક્યો ત્યારે અપેક્ષાઓ બહુ ઉંચી નહોતી. એક તો ઈંગ્લેન્ડની ટીમ તેમના ઘર આંગણે રમી રહી હતી અને બીજી કે 8 ખેલાડીઓ ટીમ ઈન્ડિયા (Team India)માટે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા.
પરંતુ જ્યારે મેચનું પરિણામ બધાની સામે આવ્યું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે આખરે ટીમ ઇન્ડિયાએ આ મેચ છ વિકેટે જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે બીજી બાબત છે કે મેન ઓફ ધ મેચ એવોર્ડ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ (England cricket team)ના ખેલાડીને આપવામાં આવ્યો હતો. આવો, જાણીએ કે આ મેચમાં કયા ખેલાડીનું પ્રદર્શન કેવું રહ્યું.
ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચેની આ મેચ 13 થી 16 ઓગસ્ટ દરમિયાન રમાઇ હતી. વર્ષ 2014 હતું અને ગ્રાઉન્ડ વોર્મ્સલીનું હતું. યજમાન ટીમ પ્રથમ દાવમાં માત્ર 92 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર બેટ્સમેન (Batsman)સારાહ ટેલરે ટીમ માટે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા.
જ્યારે નિરંજના નાગરાજને ભારતીય ટીમ માટે ચાર વિકેટ લીધી, શુભલક્ષ્મી શર્માએ બે વિકેટ મેળવી. જવાબમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 114 રન બનાવ્યા હતા અને લીડ મેળવી હતી. નિરંજનાએ 27 રન બનાવ્યા જ્યારે માંધનાએ 22 રન બનાવ્યા. યજમાન ટીમ માટે જેની ગુને 5 ખેલાડીઓને પેવેલિયન મોકલ્યા, જ્યારે કેટ ક્રોસે ત્રણ વિકેટ લીધી હતી.
હરમનપ્રીત-મંધના સહિત આ આઠ ખેલાડીઓએ ડેબ્યુ કર્યું
ઇંગ્લેન્ડની ટીમે બીજા દાવમાં વધુ સારું પ્રદર્શન કરતા 202 રન બનાવ્યા હતા. આ વખતે જેની ગુને ટીમ માટે અણનમ 62 રન કર્યા હતા. તેમના સિવાય સારાહ ટેલરે 40 અને લોરેન વિનફિલ્ડ હિલએ 35 રનનું યોગદાન આપ્યું હતું.
ટીમ ઇન્ડિયા માટે ઝુલન ગોસ્વામી (Jhulan Goswami)એ સૌથી વધુ ચાર વિકેટ લીધી, જ્યારે શુભલક્ષ્મી શર્મા, એકતા બિષ્ટ અને શિખા પાંડેને બે -બે વિકેટ લીધી. આવી સ્થિતિમાં ભારતને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ટીમ ઇન્ડિયાએ ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસિલ કર્યો હતો. કેપ્ટન મિતાલી રાજે (Mithali Raj)અણનમ 50 રન ફટકાર્યા હતા અને ટીમને વિજેતા મુકામે લઇ ગયા હતા. મંધાના (Smriti Mandhana)એ 51 રન બનાવ્યા હતા. આ સિવાય કામિનીએ 28 રન બનાવ્યા હતા જ્યારે શિખા પાંડે અણનમ 28 રન કર્યા બાદ પોતાના કેપ્ટન સાથે મેદાનમાંથી પરત ફર્યા હતા.
આ મેચમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કરનાર આઠ ખેલાડીઓ છે થિરુષ કામિની, નિરંજના નાગરાજન, શુભલક્ષ્મી શર્મા, એકતા બિષ્ટ, શિખા પાંડે, પૂનમ રાઉત, હરમનપ્રીત કૌર અને એસ. મંધાના (Smriti Mandhana)સામેલ હતી.
આ પણ વાંચો : Skin Care : ત્વચાના ટોન મુજબ કિસમિસ ફેસ માસ્કનો ઉપયોગ કરો, જાણો ફાયદા