1 / 8
IND vs NZ:4 ડિસેમ્બર, શનિવારનો દિવસ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ઐતિહાસિક પરાક્રમનો સાક્ષી બન્યો. ન્યુઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારત સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય દાવની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટના 144 વર્ષના ઈતિહાસમાં આવું કરનારો માત્ર ત્રીજો બોલર બન્યો છે.