Ind vs NZ: એજાઝ પટેલના ‘પરફેક્ટ 10’ પર ફિદા થયા ચાહકો અને દિગ્ગજો કહ્યું અમેઝિંગ અતુલ્ય અકલ્પનીય !!!

એજાઝ પટેલે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું અને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો.

Ind vs NZ: એજાઝ પટેલના પરફેક્ટ 10 પર ફિદા થયા ચાહકો અને દિગ્ગજો કહ્યું અમેઝિંગ અતુલ્ય અકલ્પનીય !!!
Ajaz Patel
| Edited By: | Updated on: Dec 04, 2021 | 3:55 PM

Ind vs NZ: ભારત સામેની મુંબઈ ટેસ્ટ (Mumbai Test) મેચમાં એજાઝ પટેલે પોતાની બોલિંગ (Bowling)થી ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. કિવી બોલર ટેસ્ટ ક્રિકેટના 144 વર્ષના ઈતિહાસમાં ત્રીજો બોલર બની ગયો છે જેણે એક ઈનિંગમાં 10 વિકેટ લીધી છે. 1996માં પોતાના માતા-પિતા સાથે ન્યુઝીલેન્ડ (New Zealand) ગયેલા પટેલે ભારતની પ્રથમ ઇનિંગમાં 47.5 ઓવરમાં 119 રન આપીને દસ વિકેટ ઝડપી હતી. તેણે ઈંગ્લેન્ડના જિમ લેકર અને ભારતના અનિલ કુંબલે (Anil Kumble) જેવા મહાન ખેલાડીઓની બરાબરી કરી છે.

લેકરે આ કારનામું 1956માં ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટરમાં કર્યું હતું. તેણે 51.2 ઓવરમાં 53 રન આપીને દસ વિકેટ ઝડપી હતી. કુંબલેએ ફેબ્રુઆરી 1999માં દિલ્હીમાં પાકિસ્તાન સામે 26.3 ઓવરમાં 74 રન આપીને દસ વિકેટ લીધી હતી. એજાઝ પણ શનિવારે આ ખાસ ક્લબનો ભાગ બન્યો અને કુંબલેએ તેનું સ્વાગત કર્યું.

એજાઝને અભિનંદન પાઠવનારાઓની લાઈન લાગી

એજાઝ 10 વિકેટ લેનાર અનુભવી અનિલ કુંબલેએ કિવી બોલરનું ખાસ ક્લબમાં સ્વાગત કર્યું હતું. તેણે ટ્વિટર પર લખ્યું, ‘કલબમાં આપનું સ્વાગત છે એજાઝ પરફેક્ટ 10. શાનદાર બોલિંગ. ટેસ્ટના પ્રથમ અને બીજા દિવસે આ સિદ્ધિ મેળવવી ખાસ છે.

ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ટ્વિટર પર લખ્યું, ‘ટેસ્ટ ક્રિકેટમાં સૌથી અઘરી બાબત એ છે કે આખી ટીમને તમારો શિકાર બનાવવી. વેલ ડન યંગ મેન એજાઝ પટેલ’. જ્યારે મુનાફ પટેલે લખ્યું, ‘આ એજાઝ પટેલ છે.

ઇયાન બિશપે લખ્યું, ‘એજાઝ પટેલે એક ઇનિંગમાં 10 વિકેટ લીધી. તે દરેકનું બાળપણનું સ્વપ્ન છે.

શાર્દુલ ઠાકુરે પોતાના ટ્વિટમાં આ સિદ્ધિને અસાધારણ ગણાવી છે. ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વસીમ જાફરે તેના ટ્વિટમાં લખ્યું, ‘અદ્ભુત અવિશ્વસનીય અકલ્પનીય!!’

કિવી દિગ્ગજ બ્રાંડમ મેક્કુલમે પોતાના ટ્વિટમાં ખુશી વ્યક્ત કરી

 

આ પણ વાંચો : IND vs NZ: ભારતનો પ્રથમ દાવ 325 રન પર સમાપ્ત, મંયકના 150 અને અક્ષર પટેલની ફીફટી, એજાઝ પટેલે ટીમ ઈન્ડિયાની તમામ 10 વિકેટ ઝડપી અદભૂત કમાલ કર્યો