IND vs ENG: કેપ્ટન રુટની સદી સાથે પ્રથમ દિવસની રમતને અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 263/3

|

Feb 05, 2021 | 6:19 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈમાં આજે ટેસ્ટ રમાઈ, ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test)ના પ્રથમ દિવસ સાથે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટની શરુઆત થઈ હતી. પ્રથમ દિવસ જાણે કે આજે ઈંગ્લેન્ડના પક્ષમાં રહ્યો હતો.

IND vs ENG: કેપ્ટન રુટની સદી સાથે પ્રથમ દિવસની રમતને અંતે ઈંગ્લેન્ડનો સ્કોર 263/3
Joe Root & Sibley Chennai

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈમાં આજે ટેસ્ટ રમાઈ, ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test)ના પ્રથમ દિવસ સાથે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટની શરુઆત થઈ હતી. પ્રથમ દિવસ જાણે કે આજે ઈંગ્લેન્ડના પક્ષમાં રહ્યો હતો. સવારે શરુઆતમાં રોરી બર્નસ (Rory Burns) અને ડેનિયલ લોરેન્સ (Daniel Lawrence)ની વિકેટ હાથ લાગતા ભારતને પોતાનો પક્ષ મજબૂત થવાની આશા બંધાઈ હતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરો વિકટ ઝડપવા માટે દિવસભર અથાક પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

 

પરંતુ વિકેટ હાથ લાગી નહોતી. કેપ્ટન જો રુટ (Joe Root) એ પોતાની 100મી ટેસ્ટ રમતા સદી લગાવી હતી. ઓપનર ડોમિનીક સિબલી (Dominic Sibley)એ પણ 87 રનની શાનદાર રમત દર્શાવી હતી. આમ ભારત સામે રમતા ઈંગ્લેન્ડે પ્રથમ દિવસના અંતે 263 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

ભારતીય બોલરોએ આજે દિવસભર પરસેવો વહાવતી બોલીંગ ઈંગ્લેન્ડના કેપ્ટન અને ઓપનર સામે કરવા છતાં પણ તેમની ભાગીદારીને તોડવી મુશ્કેલ બની ગઈ હતી. ઓપનર ડોમીનીક સિબલીએ અડીખમ દિવસભર રમત દર્શાવીને 87 રન કર્યા હતા. આ માટે તેણે 286 બોલની મેરેથોન રમત રમી હતી. તેણે કેપ્ટન જો રુટને સાથ આપતા ટીમનો સ્કોર મજબુત સ્થિતીએ પહોંચી શક્યો હતો. જો રુટે 100મી ટેસ્ટ મેચ રમતા આજે સદી લગાવી હતી. જો રુટ અને સિબલીની રમતે ભારત સામે ઈંગ્લેન્ડની સ્થિતી મજબૂત કરી હતી.

 

બુમરાહને ઘર આંગણે દેશમાં પ્રથમવાર ટેસ્ટ મેચમાં બોલીંગ કરવાની તક મળી હતી. તેણે શરુઆતમાં જ લોરેન્સને એલબીડબલ્યુ આઉટ શૂન્ય રને જ કરી દઈને પેવેલિયયન મોકલ્યો હતો. દિવસ ભર બોલરો વિકેટ માટે તરસતા રહ્યા બાદ સાંજના સત્ર દરમ્યાન બુમરાહે ઈંગ્લેન્ડની દિવાલ બનેલા સિબલીને આઉટ કરી ભારતીય ટીમને રાહત આપી હતી. અશ્વિને ઓપન રોરી બર્ન્સની વિકેટ ઝડપી હતી.

 

Next Article