IND vs ENG 4th Test Day 3 Highlights: અપૂરતા પ્રકાશને લઇ ત્રીજા દિવસની રમત સમાપ્ત, ભારતનો સ્કોર 270-3

|

Sep 04, 2021 | 10:54 PM

India vs England 4th Test Day 3 Highlights: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી 5 ટેસ્ટ મેચોની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર પર છે. ઓવલમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચનો બીજો દિવસ રોમાંચક રહ્યો હતો. એક સમયે ઝડપથી ઇંગ્લેન્ડ પેવેલિયન પરત ફરે એવી સ્થિતીમાં લાગી રહ્યુ હતુ. પરંતુ ઓલી પોપ અને ક્રિસ વોક્સની રમતે ભારતીય ટીમની લીડની આશાઓ પર પાણી ફરી ગયુ હતુ. ઉલ્ટાનુ તે બંનેની રમતને લઇને ભારત પર 99 રનની લીડ ઇંગ્લેન્ડે મેળવી હતી.

IND vs ENG 4th Test Day 3 Highlights: અપૂરતા પ્રકાશને લઇ ત્રીજા દિવસની રમત સમાપ્ત, ભારતનો સ્કોર 270-3

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England0 વચ્ચેની ઓવલ ટેસ્ટ (Oval Test) મેચના ત્રીજા દિવસની રમત સમય કરતા વહેલી સમાપ્ત થઇ ચુકી હતી. ત્રીજો દિવસ ભારતીય ટીમ (Team India) ના નામે રહ્યો હતો. ત્રીજા દિવસની રમત દરમ્યાન ત્રણ વિકેટ ગુમાવીને દિવસના અંત સુધી બીજા દાવની રમત જારી રહી હતી. ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહલ, તેમજ ચેતેશ્વર પુજારાની શાનદાર રમત રહી હતી.

ત્રીજા દિવસની રમતના અંતે ભારતીય ટીમે 270 રન કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે ભારત પર 99 રનની લીડ કરી હતી. પરંતુ ભારતીય ટીમના ઓપનર અને બીજી વિકેટની રમતે ભારતીય ટીમને ઇંગ્લેન્ડથી ગણું આગળ કરી દીધુ હતુ. ત્રીજા દિવસના અંતે 171 રન થી ભારતીય ટીમ આગળ રહી હતી. ભારત પાસે હજુ 7 વિકેટ છે અને જે સ્કોરને મજબૂત કરવા માટે પુરતુ છે.

ઇંગ્લેન્ડની ટીમ માટે ત્રીજો દિવસ મુશ્કેલ સાબિત થયો હતો. પ્રથમ દાવમાં ઝડપ થી વિકેટ ગુમાવી રહેલ ટીમ ઇન્ડીયાએ બીજા દાવમાં જબરદસ્ત રીતે મેચમાં પરત ફરતી રમત રમી હતી. ભારતીય બેટ્સમેનોએ ઇંગ્લીશ બોલરોને શનિવારની રમતમાં હંફાવી દીધા હતા. રોહિત શર્માએ 127 રનની જબરદસ્ત રમત રમી હતી. રોહિત શર્માએ વિદેશની ધરતી પર તેનુ પ્રથમ શતક લગાવ્યુ હતુ. આ પહેલા તેણે બે અર્ધશતક સિરીઝમાં લગાવ્યા હતા. પરંતુ શતક સુધી તેની રમતને લંબાવી શક્યો નહોતો.

ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) અને રોહિત શર્માએ વિશાળ ભાગીદારી રમત રમી હતી. જેને લઇને ભારતીય ટીમની સ્થિતી મેચમાં શાનદાર થઇ હતી. આ પહેલા રોહિત શર્મા અને કેએલ રાહુલે 83 રનની ભાગીદારી રમત રમી હતી. આમ બંને એ સારી શરુઆત આપ્યા બાદ બીજી વિકેટની ભાગીદારી રમત પણ ટીમ ને સારી રહી હતી. પુજારાએ 127 બોલમાં 61 રન કર્યા હતા. આ પહેલા કેએલ રાહુલ ભારતની પ્રથમ વિકેટના સ્વરુપ તેણે વ્યક્તિગત 46 રન કરી પેવેલિયન પરત ફર્યો હતો.

બંને વચ્ચે શાનદાર ઇનીંગ ચાલી રહી હતી. બંનેએ ભારતનુ સ્કોર બોર્ડ ફરતુ રાખ્યુ હતુ. પરંતુ નવા બોલે તેમને મુશ્કેલી સર્જી હતી. નવો બોલ આવતા જ રોબિન્સનની ઓવરમાં પ્રથમ બોલે જ પહેલા રોહિત અને બાદમાં રોબિન્સનની ઓવરમાં પુજારા પેવેલિયન પરત ફર્યો હતો.

વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા બંને ત્રીજા દિવસની રમતના અંતે રમતમાં હતા. કોહલીએ 37 બોલમાં 22 રન કર્યા હતા. તેણે 4 ચોગ્ગા લગાવ્યા હતા. જાડેજા 33 બોલનો સામનો કરીને 9 રને રમતમાં હતો.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 04 Sep 2021 10:33 PM (IST)

    ત્રીજા દિવસની રમતને સમાપ્ત જાહેર કરાઇ

  • 04 Sep 2021 10:13 PM (IST)

    ઝાંખા પ્રકાશને લઇને રમતને રોકી દેવાઇ

  • 04 Sep 2021 10:11 PM (IST)

    જાડેજા એ લગાવ્યો ચોગ્ગો

  • 04 Sep 2021 10:05 PM (IST)

    એન્ડરસન પર કોહલના 2 ચોગ્ગા

  • 04 Sep 2021 09:47 PM (IST)

    ડ્રિંક્સ બ્રેક .. સ્કોર 254-3

  • 04 Sep 2021 09:47 PM (IST)

    કોહલી ની બાઉન્ડરી

  • 04 Sep 2021 09:30 PM (IST)

    રવિન્દ્ર જાડેજા એ લગાવ્યો ચોગ્ગો

    ઓલી રોબીન્સનની ઓવર દરમ્યાન રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગો લગાવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી અને જાડેજા બંને રમતમાં છે.

     

    ભારત 245-3

  • 04 Sep 2021 09:24 PM (IST)

    નવા બોલે મુશ્કેલી સર્જી.. પુજારા આઉટ

    પુજારાએ 61 રનની શાનદાર ઇનીંગ રમી  હતી. નવા બોલને લઇને આવેલા રોબિન્સનની ઓવરમાં બે મહત્વની વિકેટ ઝડપી હતી.

  • 04 Sep 2021 09:13 PM (IST)

    ભારતને બીજો ઝટકો.. રોહિત શર્મા આઉટ

    નવા બોલ વડે શરુઆત કરતા જ ઇંગ્લેન્ડને વિકેટ મળી હતી. રોહિત શર્માએ શાનદાર રમત રમી હતી. તેણે ભારતીય ટીમને જબરદસ્ત શરુઆત કરાવી હતી.

    ભારત 236-2

  • 04 Sep 2021 09:11 PM (IST)

    રોહિત-પુજારાની જોડીની 150 રનની ભાગીદારી

    રોહિત શર્માએ શતક અને પુજારાએ અર્ધશતક લગાવ્યુ હતુ.

  • 04 Sep 2021 09:06 PM (IST)

    મોઇનના બોલ પર પુજારાનો ચોગ્ગો

  • 04 Sep 2021 08:52 PM (IST)

    ચેતેશ્વર પુજારાની ફીફટી

  • 04 Sep 2021 08:36 PM (IST)

    ભારતીય ટીમના 200 રન પુર્ણ

  • 04 Sep 2021 08:34 PM (IST)

    ત્રીજા સેશનની રમત શરુ

  • 04 Sep 2021 08:12 PM (IST)

    ટી બ્રેક ભારતનો સ્કોર 199-1

    બીજા સેશનની રમત પુરી થઇ છે. બીજુ સેશન ભારતના નામે રહ્યુ હતુ. બીજા સેશન દરમ્યાન રોહિત શર્માએ શતક લગાવ્યુ હતુ. સાથે જ પુજારા અને રોહિતની જોડીએ પણ 100 રનની ભાગીદારી રમત પુરી કરી હતી.

  • 04 Sep 2021 08:10 PM (IST)

    ભારત 100 રન થી આગળ

    ઇંગ્લેન્ડે ભારત પર 99 રનની લીડ મેળવી હતી. ભારતીય ટીમે બીજા દાવની રમત શરુ કરતા 1 વિકેટ ગુમાવીને ઇંગ્લેન્ડની લીડ થી પણ 100 રન આગળ નિકળી ચુક્યુ છે. ભારત એક પડકાર જનક સ્કોર ખડકવા પ્રયાસ કરતી રમત રમી રહ્યુ છે.

  • 04 Sep 2021 07:52 PM (IST)

    સિક્સર સાથે રોહિતનુ શતક

    સિકસર .. છગ્ગા સાથે રોહિત શર્માનુ શતક પુર્ણ. શર્માએ તેની શાનદાર રમત વડે પોતાનુ શતક પુર્ણ કર્યુ હતુ. બીજા દાવમાં ભારત પર 99 રનની લીડને લઇ વર્તાયલી મુશ્કેલીને તેણે દુર કરી દેતી રમત રમી હતી.

    રોહિત શર્માએ અત્યાર સુધીમાં ત્રીજી વાર સિક્સર સાથે શતક પુરુ કર્યુ છે.

    ભારત 195-1

  • 04 Sep 2021 07:51 PM (IST)

    100 રનની પાર્ટનરશીપ

    ચેતેશ્વર પુજારા અને રોહિત શર્માની રમત શાનદાર રહી  છે. બંને એ વિકેટ જાળવીને ઇંગ્લીશ બોલરોને પરેશાન કર્યા છે.

  • 04 Sep 2021 07:42 PM (IST)

    મોઇન અલી સામે બીજી બાઉન્ડરી

    મોઇન અલીની એક જ ઓવરમાં રોહિત શર્માએ બીજો શાનદાર ચોગ્ગો લગાવ્યો હતો.

     

    ભારત 179-1

  • 04 Sep 2021 07:37 PM (IST)

    મોઇન અલીના બોલ પર બાઉન્ડરી

    રોહિત શર્માએ શાનદાર શોટ મોઇન અલીની ઓવર દરમ્યાન લગાવ્યો હતો. પુજારા અને રોહિતની જોડીએ રમતને મક્કમતા પુર્વક આગળ વધારી હતી.

  • 04 Sep 2021 07:10 PM (IST)

    ડ્રિંક્સ પહેલા રોહિત ની બાઉન્ડરી

    ઓવર્ટનની ઓવરમાં રોહિત શર્માએ બાઉન્ડરી લગાવી હતી. રોહિત શર્મા અને પુજારાએ મકક્મતા પુર્વક રમતને આગળ વધારી છે.

  • 04 Sep 2021 06:58 PM (IST)

    રોહિત શર્માની બાઉન્ડરી

  • 04 Sep 2021 06:52 PM (IST)

    પુજારોની શાનદાર બાઉન્ડરી

    ખૂબ જ ઓછી વખત પુજારાએ રમેલો શોટ રમીને બાઉન્ડરી મેળવી હતી. તેણે ઉછળતા બોલને સ્લીપ પર થી કુદાવીને જબરદસ્ત રીતે બાઉન્ડરી પર મોકલ્યો હતો

    ભારત 138-1

  • 04 Sep 2021 06:46 PM (IST)

    પુજારાએ ઓવર્ટનની ઓવરમાં 2 ચોગ્ગા લગાવ્યા

    પુજારાની બાઉન્ડરીએ રોહિત શર્મા સાથેની આ 50 રનની ભાગીદારી રમત પુરી કરી હતી.

  • 04 Sep 2021 06:36 PM (IST)

    રોહિત શર્માનુ અર્ધશતક

  • 04 Sep 2021 06:31 PM (IST)

    પુજારાના પગમાં ઇજા, ફિઝીયો મેદાનમાં

    ફિઝીયોએ પ્રાથમિક સારવાર સાથે નિરીક્ષણ કર્યા બાદ રાહત જણાતા ફરી થી રમત આગળ વધારી હતી.

  • 04 Sep 2021 06:30 PM (IST)

    પુજારાએ બાઉન્ડરી લગાવી

  • 04 Sep 2021 06:16 PM (IST)

    બીજા સેશનની રમત શરુ

  • 04 Sep 2021 05:33 PM (IST)

    પ્રથમ સેશન સમાપ્ત, લંચ બ્રેક

  • 04 Sep 2021 05:28 PM (IST)

    રોહિત શર્માનો ચોગ્ગો

    ઓવર્ટનની ઓવરમાં રોહિત શર્માએ બાઉન્ડરી મેળવી હતી. રોહિત શર્માએ લાંબી રાહ જોયા બાદ બાઉન્ડરી મેળવી છે. આમ હવે તે 47 રન પર પહોંચી ચુક્યો છે.

  • 04 Sep 2021 05:26 PM (IST)

    પુજારાની ત્રીજી બાઉન્ડરી

    પુજારાએ આ વખતે બેટ ઉઠાવીને બાઉન્ડરી લગાવી હતી. આ તેની ત્રીજી બાઉન્ડરી હતી. છેલ્લી ત્રણ ઓવરમાં તેણે એક એક બાઉન્ડરી લગાવી હતી. આમ ભારતે 100 રનનો આંક પણ પાર કર્યો હતો. સાથે જ હવે ભારત લીડને પાર કરીને આગળ થઇ ચુક્યુ છે.

  • 04 Sep 2021 05:23 PM (IST)

    પુજારાની બીજી બાઉન્ડરી

    ચેતેશ્વર પુજારાએ ઓફ સાઇડરમાં ચોગ્ગો લગાવ્યો હતો. પુજારાએ આગળની ઓવરમાં પણ શાનદાર બાઉન્ડરી મેળવી હતી.

  • 04 Sep 2021 05:11 PM (IST)

    લાંબા સમયે બાઉન્ડરી

    લાંબા સમય બાદ ભારતીય ટીમના સ્કોર બોર્ડમાં બાઉન્ડરી થી રન નોંધાયા. ચેતેશ્વર પુજારાના બેટથી બાઉન્ડરી મળી હતી.

    ભારત 88-1

  • 04 Sep 2021 04:57 PM (IST)

    ઓપનીંગ જોડી તુટી, રાહુલ આઉટ

    ભારતીય ઓપનરોએ શાનદાર શરુઆત આપી હતી. કેએલ રાહુલ અર્ધશતક નજીક હતો અને તે સેટ હતો એવા સમયે જ તે કિપરના હાથમાં કેચ આઉટ થયો હતો. અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો, પરંત રિવ્યૂ દરમ્યાન તેને આઉટ જાહેર કરાયો હતો.

    ભારત 83-1

  • 04 Sep 2021 04:37 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score: ઇંગ્લેન્ડ માટે મુશ્કેલી

    જ્યાં સુધી ઇંગ્લેન્ડની વાત છે, તેના બોલરોએ કેટલીક શાનદાર બોલિંગ કરી, જેણે બંને ઓપનરોને સંપૂર્ણપણે સ્તબ્ધ કરી દીધા. જોકે, ઈંગ્લેન્ડે પણ બે તક ગુમાવી હતી. એક વખત DRS એ તેની તરફેણમાં નિર્ણય આપ્યો, જ્યારે બીજી વખત તેણે રોહિત શર્માનો કેચ છોડ્યો. સૌથી મોટી સમસ્યા ઓવર રેટ છે. આ પ્રથમ કલાકમાં ઈંગ્લેન્ડે માત્ર 13 ઓવર ફેંકી છે.

  • 04 Sep 2021 04:30 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score: રોહિતને બીજી વખત જીવનદાન મળ્યું

    ભારતીય બેટ્સમેનોનું નસીબ આ ઇનિંગને સાથ આપી રહ્યું છે. રોહિત શર્માને ફરી એકવાર જીવન મળ્યું છે. રોબિન્સનનો બોલ લેન્થ પર બહાર આવી હતી, જેને રોહિતે ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલ કિનારાથી લઈ બીજી સ્લિપ પર ઉભેલા બર્ન્સ તરફ ગયો હતો, જેણે જમણી તરફ ડાઇવ કર્યો હતો પરંતુ કેચ હાથમાંથી સરકી ગયો હતો. આ ઇનિંગમાં રોહિતને બીજું જીવન મળ્યું છે.

     

     

  • 04 Sep 2021 04:21 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score: DRS એ રાહુલને બચાવ્યો

    રાહુલ સામે એલબીડબલ્યુની જબરદસ્ત અપીલ થઈ હતી અને અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. રાહુલે આના પર ડીઆરએસ લીધું છે, પરંતુ તેઓ પોતે પણ બહુ આત્મવિશ્વાસુ નથી લાગતા. વોક્સનો બોલ અંદર આવ્યો, જેનો રાહુલ સીધા બેટથી બચાવ કરવા માંગતો હતો, પરંતુ બોલ બેટ સાથે અથડાઈને પેડ સાથે અથડાયો. રિપ્લે બતાવ્યું કે બોલ લાઇન પર હતો પરંતુ બોલ લેગ-સ્ટમ્પની બહાર જતો હતો. ભારત અને રાહુલને મોટી રાહત.

    ભારત- 71/0; રોહિત- 29, રાહુલ- 41

  • 04 Sep 2021 04:10 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score:રાહુલની શ્રેષ્ઠ સ્ક્વાયર ડ્રાઈવ

    રાહુલ તરફથી અન્ય એક મહાન ડ્રાઇવ. આ વખતે રોબિન્સનની ઓવરનો છેલ્લો બોલ લાંબો હતો રાહુલે પગ આગળ લીધો અને તેને સુંદર સ્કવાયર ડ્રાઈવ કરી 4 રન માટે મોકલ્યો. રાહુલના દિવસનો બીજો ચોગ્ગો.

  • 04 Sep 2021 04:03 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score:રોબિન્સન બોલિંગ કરી રહ્યો છે

    બોલિંગમાં પરિવર્તન આવ્યું છે અને હવે ઓલી રોબિન્સનની જગ્યાએ ક્રિસ વોક્સને લેવામાં આવ્યો છે. આ ઉંચી લંબાઈના બોલરે આ સીરિઝમાં ભારતીય બેટ્સમેનોને સૌથી વધુ પરેશાન કર્યા છે. આવી સ્થિતિમાં, પહેલા સત્રમાં તેમની પાસેથી સાવધાન રહેવું વધુ મહત્વનું છે.

  • 04 Sep 2021 03:56 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score:ઓવરનો છેલ્લો બોલમાં ચોગ્ગો ફટકાર્યો

    આજે બીજો ચોગ્ગો અને ફરી એક વાર સીધી બાઉન્ડ્રી તરફ. આ વખતે રાહુલ બેટ્સમેન હતો અને વોક્સ બોલર હતો. ઓવરનો છેલ્લો બોલ મિડલ-લેગ સ્ટમ્પની લાઇન પર હતો અને લાંબો આવ્યો હતો, જેને રાહુલે લોંગ ઓન બાઉન્ડ્રી તરફ કોઇ મુશ્કેલી વિના મોકલ્યો હતો. બીજો શાનદાર શોટ.

  • 04 Sep 2021 03:48 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score:ભારત- 49/0; રોહિત- 25, રાહુલ- 23

    ક્રિસ વોક્સે એન્ડરસન સાથે ત્રીજા દિવસની શરૂઆત કરી છે અને તેને શરૂઆતથી જ સ્વિંગ મળવા લાગી છે. આ મેચમાં અત્યાર સુધીનો શ્રેષ્ઠ સ્વિંગ વોક્સની બોલિંગમાં જોવા મળ્યો છે. રાહુલે પણ સાવધાની સાથે આ ઓવર લીધી અને કોઈ ભૂલ ન કરી.

  • 04 Sep 2021 03:40 PM (IST)

    IND vs ENG, 4th Test Day 3, Live Score: ત્રીજા દિવસ 3 ની શરૂઆત રોહિતના ચોગ્ગાથી થઈ

    લંડનના ઓવલ મેદાન પર હળવા વાદળ છે અને આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડે જેમ્સ એન્ડરસન પાસેથી બોલિંગ શરૂ કરી છે. રોહિતે આ ઓવરને સારી રીતે ખેંચી લીધી અને છેલ્લા બોલ પર બાઉન્ડ્રી મેળવી, એક મહાન સ્ટ્રેટ ડ્રાઇવ ફટકારી.

Published On - 3:33 pm, Sat, 4 September 21