India vs England 2021, 1st T20, LIVE Score: ભારતના નિરાશાજનક દેખાવ સાથે ઈંગ્લેન્ડ 8 વિકેટે વિજયી

India vs England 2021, 1st T20, LIVE Score:ઇંગ્લેન્ડે ટી -20 શ્રેણીની પહેલી મેચમાં જ ભારતને પરાજિત કર્યું હતું. વિશ્વની નંબર વન ટી 20 ટીમ ઇંગ્લેન્ડે અમદાવાદની 5 મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડને ફક્ત 125 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ઇંગ્લેન્ડે માત્ર 15.3 ઓવરમાં સરળતાથી મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયે ફક્ત 32 બોલમાં 49 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.

India vs England 2021, 1st T20, LIVE Score: ભારતના  નિરાશાજનક દેખાવ સાથે ઈંગ્લેન્ડ 8 વિકેટે વિજયી
| Edited By: | Updated on: Mar 12, 2021 | 10:20 PM

India vs England 2021, 1st T20, LIVE Score: ઇંગ્લેન્ડે ટી -20 શ્રેણીની પહેલી મેચમાં જ ભારતને પરાજિત કર્યું હતું. વિશ્વની નંબર વન ટી 20 ટીમ ઇંગ્લેન્ડે અમદાવાદની 5 મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. ભારતે ઇંગ્લેન્ડને ફક્ત 125 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ઇંગ્લેન્ડે માત્ર 15.3 ઓવરમાં સરળતાથી મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોયે ફક્ત 32 બોલમાં 49 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Mar 2021 10:17 PM (IST)

    ફિરંગીઓની 8 વિકેટે જીત

    ભારતના નિરાશાજનક દેખાવ સામે ઇંગ્લેન્ડની 8 વિકેટે જીત

  • 12 Mar 2021 10:10 PM (IST)

    બેયરસ્ટોએ આવતા જ કર્યા ધમાકા, ઈંગ્લેન્ડ જીતની નજીક

    ચહલની ઓવરમાં બે શાનદાર છગ્ગા ફટકારીને બેયરસ્ટોએ  ઈંગ્લેન્ડને નજીક ઘકેલ્યું


  • 12 Mar 2021 10:03 PM (IST)

    ચહલ બન્યો સૌથી સફળ

    ભારત માટે આજનો દિવસ સારો રહ્યો ન હોઈ શકે, પરંતુ યુઝવેન્દ્ર ચહલે નિશ્ચિતપણે પોતાના માટે એક સિદ્ધિ હાંસલ કરી છે. ચહલે ટી -20 માં બટલરને આઉટ કરીને તેની 60 મી વિકેટ મેળવી હતી. આ સાથે તેણે ભારત માટે મહત્તમ ટી 20 વિકેટની દ્રષ્ટિએ જસપ્રિત બુમરાહ (59) ને પાછળ છોડી દીધો. ચહલની આ 100 મી આંતરરાષ્ટ્રીય મેચ પણ છે.

     

  • 12 Mar 2021 09:53 PM (IST)

    સુંદરે આપવી બીજી સફળતા, રૉય OUT

    ભારતને બીજી સફળતા મળી છે અને આ વખતે વોશિંગ્ટન સુંદરે તે કર્યું. મેચમાં સુંદરને પહેલી વખત બોલર તરીકે ઉતારવામાં આવ્યો છે. અને તેની પહેલા જ બોલ પર સુંદરએ જેસન રોયને LBW આઉટ કર્યો હતો.

  • 12 Mar 2021 09:38 PM (IST)

    ચહલે આપી પહેલી સફળતા

    ચહલે આખરે ભારતને પહેલી સફળતા અપાવી છે. તેની બીજી ઓવરના અંતિમ બોલ પર ચહલે બટલરને એલબીડબલ્યુ કરી દીધો. બટલરે 28 રન બનાવ્યા. આ ઓવરની શરૂઆતમાં, જેસન રોયે ચહલ પર સતત ચોક્કા અને છગ્ગા લગાવ્યા હતા, પરંતુ ચહલે સફળતા સાથે ઓવર પૂરી કરી હતી.

    8 ઓવરમાં ઇંગ્લેન્ડ – 72/1

  • 12 Mar 2021 09:26 PM (IST)

    બટલરનો અક્ષર પર જોરદાર પ્રહાર

    જોસ બટલરે અક્સર પટેલની ઓવરમાં બે બાઉન્ડ્રી મેળવી હતી. બટલરે પહેલા લોંગ ઑફ પર ચોગ્ગા ફટકાર્યો અને ત્યારબાદ આગલા બોલને મિડવીકેટ તરફ 6 રન પર મોકલ્યો.

  • 12 Mar 2021 09:19 PM (IST)

    શાર્દૂલની ઓવર પણ પડી મોંઘી

    કેપ્ટન વિરાટ કોહલીએ સતત 4 ઓવરમાં 4 જુદા જુદા બોલરોનો પ્રયાસ કર્યો. શાર્દુલ ઠાકુર ચોથી ઓવરમાં બોલિંગ માટે આવ્યો હતો, પરંતુ તે પણ પ્રારંભિક સફળતા મેળવી શક્યો ન હતો. તેની ઓવરનો છેલ્લો બોલ ચાર સાથે આવ્યો અને તેનો ઓવરમાં 8 રન આવ્યા
    ENG 4.5ov 41/0

  • 12 Mar 2021 09:10 PM (IST)

    ચહલની ઓવરની છગ્ગાથી થઈ શરૂઆત

    ત્રીજી ઓવરમાં કેપ્ટન વિરાટ કોહલીએ બોલિંગમાં ફેરફાર કર્યો અને લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને સાથે લાવ્યા. જો કે, શરૂઆત સારી નહોતી અને રોયે મિડવીકેટ પર એક સિક્સર લગાવી હતી.

  • 12 Mar 2021 09:08 PM (IST)

    અક્ષરે શરૂ કરી બોલિંગ

    પ્રથમ ઇનનિંગમાં નબળા દેખાવ બાદ ભારતીય ટીમ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે ત્યારે અક્ષર પટેલે શરૂઆતી બોલિંગ કરી હતી.

  • 12 Mar 2021 08:53 PM (IST)

    ઐય્યરની 50એ રાખી લાજ, ભારતે આપ્યો 125નો લક્ષ્ય

    ઐય્યરની 50એ ભારતના સારા સ્કોરમાં સારો સાથ આપ્યો છે. આ સાથે જ ભારતે ફિરંગીઓને 125 નો લક્ષ્ય આપ્યો છે.

  • 12 Mar 2021 08:43 PM (IST)

    ઐય્યર એકલો ભડવીર

    શ્રેયસ ઐય્યરે ફરી એક ચોકકો ફટકાર્યો છે. સેમ કરનની ઓવરમાં, મિડવીકેટ તરફની બાઉન્ડ્રી ફટકારી હતી અને ભારતને સન્માનજનકસ્કોર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    19 ઓવરમાં 123/7

  • 12 Mar 2021 08:38 PM (IST)

    આર્ચરએ આપ્યા ઉપરાઉપર બે ઝટકા, હાર્દિક-શાર્દૂલ પવેલીયન તરફ

    જેવુ ભારતે છેલ્લી ઓવરમાં રન બનાવવાનું શરૂ કર્યું, આ વખતે જોફ્રા આર્ચેરે હાર્દિક પંડ્યાની મોટી વિકેટ લીધી હતી. હાર્દિકે માત્ર 19 રન બનાવ્યા હતા. બીજા જ બોલ પર આર્ચર શાર્દુલ ઠાકુરને પણ આઉટ કર્યો.

  • 12 Mar 2021 08:33 PM (IST)

    જેવો ગાજ્યો તેવો વરસ્યો નહિ, પંડયા OUT

    નિરાશાજનક રમતમાં હાર્દિક પંડયાના આગમનથી દર્શકોમાં રોમાંચ ભરાયો હતો પરંતુ માત્ર 19 રન બનાકીને OUT થઈ ગયો હતો.

  • 12 Mar 2021 08:22 PM (IST)

    શ્રેયશ ઐય્યરના 50 રન

    ભારે તણાવ ભર્યા મેચમાં શ્રેયસે પોતાની ફિફ્ટી પૂરી કરી છે.

  • 12 Mar 2021 08:17 PM (IST)

    ચોગ્ગા છગ્ગા સાથે છવાયો પંડયા

    હાર્દિક પંડયાએ જોરદાર ઉપરાઉપર ચોગ્ગો અને છગ્ગો ફટકારીને દર્શકોને રોમાંચિત કર્યા

  • 12 Mar 2021 08:12 PM (IST)

    સ્કોરબોર્ડ પર રનનો દુકાળ

    ભારતીય ટીમ ગંભીર સમસ્યામાં ફસાયેલી છે. અત્યારે ટીમના સ્કોરબોર્ડ પર રનનો દુકાળ છે અને ઓવર ઝડપથી બહાર આવી રહી છે. 13 ઓવર પૂર્ણ થઈ ગઈ છે અને ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને ફક્ત 63 રન બનાવ્યા છે.

  • 12 Mar 2021 08:00 PM (IST)

    11 ઓવરમાં બન્યા 50 રન

    11 મી ઓવરમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ભારતે તેમના 50 રન પૂરા કર્યા છે. આ મેચમાં ભારતની સ્થિતિ હજી સુધી સારી રહી નથી અને શ્રેયસ ઐય્યર પરિસ્થિતિને જાતે જ બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે. ઐય્યરના ચોક્કા સાથે 50 રન ભારતે પૂરા કર્યા છે.
    11 ઓવરમાં 55/4

  • 12 Mar 2021 07:52 PM (IST)

    ભારતને ચોથો ઝટકો,ઋષભ પંત OUT

    ખરાબ શરૂઆતની સાથે સાથે ભારતને  ફરી એક ઝટકો ઋષભ પંતનો લાગ્યો છે.

  • 12 Mar 2021 07:46 PM (IST)

    ઐય્યરે ફટકાર્યો શાનદાર ચોકકો

    ભારતને માર્ક વુડના બોલ પર એક ચોકકો મળ્યો છે. ઐય્યરે માર્ક વુડની ગતિનો ઉપયોગ કર્યો, જેમણે આ વખતે તેની છેલ્લી ઓવરમાં ઝડપી શિખર ધવનની વિકેટ લીધી. ઐય્યરે બોલને લેગ સ્ટમ્પ તરફ લઈ ગયો અને ફાઇન લેગ તરફ રમીને 4 રન મેળવી લીધા છે.

    આ સાથે ભારતનો સ્કોર 8 અવરમાં 36/3

  • 12 Mar 2021 07:38 PM (IST)

    ભારત માટે અત્યંત ખરાબ પાવર પ્લે

    પ્રથમ ટી 20 મેચમાં ભારત માટે પાવરપ્લે ઘણી ખરાબ રહી છે. ભારતીય ટીમે આ પાવરપ્લેમાં માત્ર 22 રન બનાવ્યા હતા અને 3 મોટી વિકેટ ગુમાવી દીધી હતી. ટીમને સંભાળવાની જવાબદારી હવે શ્રેયસ ઐય્યર અને ઋષભ પંતના ખભા પર છે. ઐયરની જગ્યા બચાવવા માટે પણ આ મેચ મહત્વપૂર્ણ છે. જો તે અહીં નિષ્ફળ જાય તો સૂર્યકુમાર યાદવ તેમનું સ્થાન લઈ શકે છે.

  • 12 Mar 2021 07:33 PM (IST)

    ધવન પણ પવેલીયન તરફ, ત્રીજો ઝટકો

    ભારતની ખરાબ શરૂઆત યથાવત છે. ભારતને ત્રીજો ઝટકો શિખર ધવનનો લાગ્યો છે.

  • 12 Mar 2021 07:30 PM (IST)

    પંતનો રિવર્સ સ્કૂપમાં છગ્ગો

    ઋષભ પંતની શાનદાર ફોર્મ જારી છે. પંતે અર્ચરની લેગ સ્ટમ્પના બોલને રિવર્સ સકુપ કર્યો અને પાછળ શાનદાર છગ્ગો ફટકાર્યો

  • 12 Mar 2021 07:25 PM (IST)

    ચહલનો 100મો મેચ

    ભારતના સ્પિનર યજુવેન્દ્ર ચહલ માટે આજઑ મેચ અત્યંત ખાસ છે. લેગ સ્પિનર ​​ચહલની આ 100 મી આંતરરાષ્ટ્રીય મેચ છે, જે છેલ્લા 4 વર્ષથી મર્યાદિત ઓવર ક્રિકેટમાં ભારતના નિયમિત સભ્ય બન્યા છે. ચહલ અત્યાર સુધીમાં 54 વનડે મેચ રમ્યો છે, જ્યારે 46 મી ટી -20 મેચ છે.

  • 12 Mar 2021 07:20 PM (IST)

    અર્ચરની ખતરનાક ઓવર

    3 ઓવરમાં જ ભારતને બે મોટા ઝટકા લાગ્યાં છે. આ વખતે વિરાટ કોહલીએ પણ ખૂબ જ ખરાબ શોટ રમીને તેની વિકેટ ગુમાવી દીધી છે. વિરાટે પહેલો બોલ આદિલ રાશિદ સામે mid-hit ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં, અને ફીલ્ડરે ત્યાં એક સરળ કેચ લીધો.

  • 12 Mar 2021 06:46 PM (IST)

    Englandએ જીત્યો ટોસ, બેટિંગ નહીં બોલિંગ કરશે ફિરંગીઓ

    ટોસના મામલે ફરી એકવાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની કિસ્મતે સાથ ન આપ્યો. ઇંગ્લેન્ડના કેપ્ટન આયન મોર્ગને ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કેપ્ટન વિરાટે કહ્યું કે, તે પણ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવા માંગતા હતા.

Published On - 10:17 pm, Fri, 12 March 21