India vs Bangladesh, U19 World Cup, Live streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

|

Jan 29, 2022 | 2:57 PM

ટૂર્નામેન્ટના ઈતિહાસની સૌથી સફળ ટીમ ભારતીય ટીમ ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. અહીં તેને બાંગ્લાદેશે હાર આપી હતી

India vs Bangladesh, U19 World Cup, Live streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો
India vs Bangladesh (File Photo)

Follow us on

India vs Bangladesh U19 World Cup : કોવિડ-19 સંક્રમણથી પ્રભાવિત ભારતીય ટીમ (U19 Team India)તેના કેપ્ટન યશ ધુલ સહિતના મહત્ત્વના ખેલાડીઓની વાપસીથી મજબૂત થશે અને રેકોર્ડ ચાર વખતની ચેમ્પિયન ટીમ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ (U19 World Cup) ની ત્રીજી ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ સામે જીત મેળવવા માગે છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ સામે જીત મેળવીને આગળના રાઉન્ડમાં પહોંચવું પડશે. ભારતીય ટીમના અડધો ડઝન ખેલાડીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ખેલાડીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગયા છે અને આ મહત્વપૂર્ણ મેચમાં રમવા માટે તૈયાર છે.

જો કે, યશ ધુલ(Yash Dhull)ની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળનાર નિશાંત સિંધુ પોઝીટીવ આવ્યો છે અને તે મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેની જગ્યાએ અનિશ્વર ગૌતમ ટીમમાં સામેલ થશે.

બાંગ્લાદેશના બેટ્સમેનો માટે રાજવર્ધન હંગરગેકરની ગતિનો સામનો કરવો આસાન નહીં હોય. ટૂર્નામેન્ટના 2020ની ફાઇનલમાં પણ બાંગ્લાદેશનો સામનો ભારત સામે થયો હતો, જેમાં તેણે ફેવરિટને હરાવી પ્રથમ ટાઇટલ જીત્યું હતું. બાંગ્લાદેશનો કેપ્ટન રકીબુલ હસન એ યાદગાર ફાઈનલનો ભાગ હતો. નોકઆઉટ સુધી બાંગ્લાદેશની સફર ભારત જેટલી સરળ ન હતી. ઇંગ્લેન્ડે તેમને પ્રથમ મેચમાં હરાવ્યું હતું પરંતુ તેઓ કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત સામે જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલમાં ક્વોલિફાય થયા હતા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચ ક્યારે રમાશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચ ક્યાં રમાશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચ એન્ટીગુઆના કોલિસે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચ કયા સમયે શરૂ થશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 6 વાગ્યે યોજાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર થશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 વર્લ્ડ કપ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે. તે જ સમયે, https://t.co/ILPL6pkKca પર મેચના લાઇવ અપડેટ્સ પણ વાંચી શકો છે.

Next Article