
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 T20 મેચની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યૂ વેડેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડે સારી શરુઆત અપાવતા કાંગારુ બોલર્સની ધુલાઈ કરી હતી. ભારતે 4 વિકેટના નુક્સાન સાથે 235 રન નોંધાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ માટે મહત્વની તક છે, જેને ઝડપવા રુપ શાનદાર રમતનુ પ્રદર્શન કર્યુ છે. જયસ્વાલ અને ગાયકવાડે શાનદાર શરુઆત કરાવતા પાવર પ્લેમાં ટીમનો સ્કોર 77 રન પર પહોંચ્યો હતો. યશસ્વીએ તોફાની અડધી સદી નોંધાવી હતી. ઈશાન અને ગાયકવાડે પણ અડધી સદી નોંધાવી હતી. ડેથ ઓવર્સમાં રિંકૂ સિંહે જબરદસ્ત તોફાની રમત રમી હતી. તેણે 9 બોલમાં 31 રન ફટકાર્યા હતા.
જયસ્વાલ અને ગાયકવાડે શરુઆત જબરદસ્ત અપાવતી બેટિંગ કરી હતી. જેમાં યશસ્વીએ આક્રમક રમત વડે 25 બોલમાં 53 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાને તેણે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સીન એબોટ લઈને આવેલ ઈનીંગની ચોથી ઓવરમાં તો રીતસરની ધુલાઈ કરતી બેટિંગ કરી હતી. એબોટની ઓવરમાં જયસ્વાલે સળંગ ત્રણ ચોગ્ગા અને આગળના બે બોલ પર બે સળંગ છગ્ગા જમાવી દીધા હતા. પાવર પ્લેની અંતિમ ઓવરમાં પણ ત્રણ સળંગ ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે છઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર તે ઝંપાને કેચ સ્લીપમાં આપી બેઠો હતો.
બાદમાં ઈશાન કિશન અને ગાયકવાડે રમત સંભાળી હતી. બંનેએ કેટલીક ઓવર્સ ધૈર્ય રાખી રમ્યા બાદ ફરીથી આક્રમક રમતનો તબક્કો જોવા મળ્યો હતો. ઈશાન અને ઋતુરાજે આક્રમકતા સાથે બેટિંગ શરુ કરી હતી. ઈશાન કિશને 29 બોલમાં જ અડધી સદી નોંધાવી હતી. ઈશાને 32 બોલમાં 52 રન નોંધાવ્યા હતા. તેણે આ દરમિયાન 4 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. તન્વીર સાંઘાની ઓવરમાં 2 છગ્ગા શાનદાર ફટકાર્યા હતા. ઈશાન સ્ટોઈનીસના બોલ પર નાથન એલિસના હાથમાં વધુ એક મોટા શોટના પ્રયાસમાં ઝડપાયો હતો.
સૂર્યા અને ગાયકવાડે આક્રમક રમત શરુ કરી હતી. ગાયકવાડે અડધી સદી નોંધાવી હતી. તેણે પણ અંતમાં આક્રમક રમત દર્શાવી હતી. સૂર્યાએ મેદાનમાં આવતા જ છગ્ગો ફટકાર્યો હતો. પણ સૂર્યા 10 બોલમાં 19 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 2 છગ્ગા ફટકાર્યા હતા.
અંતમાં રિંકૂ સિંહે માહોલ ફરી એકવાર લૂંટ્યો હતો. તેણે 9 બોલની રમતમાં 31 રન પોતાના બેટથી નિકાળ્યા હતા. રિંકૂએ 2 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 18 ઓવરના અંતે ભારતનો સ્કોર 190 રન હતો. જે 19 ઓવરમાં 25 રન ઉમેરાતા 215 પર પહોંચ્યો હતો. જ્યારે અંતમાં 235 રન 4 વિકેટના નુક્સાન સાથે ભારતની બેટિંગ ઈનીંગ સમાપ્ત થઈ હતી.
Published On - 8:53 pm, Sun, 26 November 23