તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ

તિરુવનંતપુરમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી અને અંતિમ મેચની ટીમ સાથે જ ભારત તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.

તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ
| Updated on: Nov 26, 2023 | 7:42 PM

પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત હાંસલ કર્યા બાદ સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા હવે બીજી મેચમાં પણ જીતનો સિલસિલો જારી રાખવા ઈચ્છશે. તિરુવનંતપુરમમાં રમાનારી આ મેચમાં ઓસ્ટ્રેલિયા પુનરાગમન કરવાનો પ્રયાસ કરશે પરંતુ તે તેના માટે આસાન નથી. ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતે પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી

તિરુવનંતપુરમમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે તિરુવનંતપુરમમાં તે પણ પહેલી બોલિંગ કરવાનું જ વિચારી રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી મેચની પ્લેઈંગ 11 સાથે જ રમવા બીજી T20 મેચમાં જ રમવા ઉતરશે. મતલબ કે ભારતે પ્લેઈંગ 11 માં કોઈ ફેરફાર કર્યો નથી.

ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં બે ફેરફાર કર્યા

ઓસ્ટ્રેલિયાએ તિરુવનંતપુરમમાં ભારત સામેની બીજી T20 મેચમાં બે ફેરફાર કર્યા છે. જેહાન બહેરેનડોર્ફના સ્થાને એડમ ઝમ્પાને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11 માં સ્થાન આપ્યું છે, જ્યારે એરોન હાર્ડીના સ્થાને સ્ટાર ઓલરાઉન્ડર અને ધમાકેદાર બેટ્સમેન ગેલન મેક્સવેલની ટીમમાં વાપસી થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બંને ટીમની પ્લેઈંગ 11

ટીમ ઈન્ડિયા :

યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા

ઓસ્ટ્રેલિયા :

સ્ટીવન સ્મિથ, મેથ્યુ શોર્ટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટ કીપર અને કેપ્ટન), સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા

આ પણ વાંચો : ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને જાળવી રાખ્યો, IPL 2024માં કરશે ટીમની કપ્તાની

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:39 pm, Sun, 26 November 23