Tokyo Paralympics : ભાવિના પટેલ જીત્યો સિલ્વર મેડલ, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ

|

Aug 29, 2021 | 8:12 AM

આ વખતે ભારતમાંથી 54 ખેલાડીઓ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય ખેલાડીઓ તીરંદાજી, એથ્લેટિક્સ (ટ્રેક એન્ડ ફિલ્ડ), બેડમિન્ટન, સ્વિમિંગ, પાવરલિફ્ટિંગ સહિત 9 રમતોમાં ભાગ લેશે.

Tokyo Paralympics : ભાવિના પટેલ  જીત્યો સિલ્વર મેડલ, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
Tokyo Paralympics

Follow us on

Tokyo Paralympics:ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 માં ભારતીય ખેલાડીઓ સતત ચમકતા રહ્યા છે. શનિવારે ટેબલ ટેનિસ ખેલાડી ભાવનાબેન પટેલે સેમીફાઇનલ (Semifinals)મેચમાં ચીની ખેલાડીને હરાવીને દેશ માટે સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. રવિવારે તે આખા દેશની મેડલની આશા પૂરી કરવા માટે ઉતરશે. ભારત રવિવારે ત્રણ જુદી જુદી રમતોમાં પડકાર આપશે.

સુપર રવિવારે ભારત આ રમતોમાં પોતાનું પહેલું ગોલ્ડ મેડલ (Gold medal)જીતી શકે છે.ભાવિના ઉપરાંત ભારતીય તીરંદાજ (Indian archer) અને રમતવીરો પણ મેડલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

શનિવાર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ હતો. ભાવિના પટેલે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. ભાવિના પટેલે પેરાલિમ્પિક ટેબલ ટેનિસ ઇવેન્ટ (Table tennis event)ની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો હતો કારણ કે તેણે ક્લાસ 4 ની મેચમાં સેમિફાઇનલમાં ચીનના મિયાઓ ઝાંગને 3-2થી હરાવી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

પટેલે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડીને 7-11, 11-7, 11-4, 9-11, 11-8 થી હરાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.ભારતીય બરછી ભાલા ફેંકનાર રણજીત ભાટી શનિવારે પુરુષોની F57 ફાઇનલમાં છમાંથી એક પણ યોગ્ય પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો અને ટોક્યો પેરાલિમ્પિક્સમાંથી બહાર નીકળી ગયો હતો.

ભારતીય તીરંદાજ  (Indian archer)રાકેશ કુમારે પેરાલિમ્પિક ગેમ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું જ્યારે શ્યામ સુંદર સ્વામી બીજા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા હતા. 36 વર્ષના રાકેશે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 720 માંથી 699 સ્કોર કર્યા હતા, તેણે હોંગકોંગના કા ચુએન એન્ગાઇને 13 પોઇન્ટથી હરાવ્યો હતો.

ભારતીય રવિવારનો સંપૂર્ણ કાર્યક્રમ

તીરંદાજી – મહિલા વ્યક્તિગત કમ્પાઉન્ડ ઓપન, 1/16 – જ્યોતિ બાલ્યાન – 06:55 am

ટેબલ ટેનિસ – મહિલા સિંગલ્સ – વર્ગ 4 – ફાઇનલ – ભાવિના પટેલ – સવારે 07:15

તીરંદાજી – મિશ્રિત ટીમ – કમ્પાઉન્ડ ઓપન – પ્રી ક્વાર્ટર ફાઇનલ – જ્યોતિ બાલ્યાન અને રાકેશ કુમાર – સવારે 09:00

એથ્લેટિક્સ – મેન ડિસ્ક થ્રો F52 કેટેગરી – ફાઇનલ – વિનોદ કુમાર – 03:40 PM

એથ્લેટિક્સ – મેન્સ હાઇ જમ્પ – T47 – ફાઇનલ – નિષાદ કુમાર અને રામ પાલ ચાહર – 03:48 PM

પેરાલિમ્પિક્સ મેચ ક્યાં જોઈ શકશો

યુરો સ્પોર્ટ્સ ચેનલ પર પેરાલિમ્પિક્સ ગેમ્સનું લાઇવ ટેલિકાસ્ટ થઇ રહ્યું છે. તે જ સમયે, ભારતના ચાહકો દૂરદર્શન પર કાર્યક્રમો જોઈ શકે છે.

પેરાલિમ્પિક્સ ગેમ્સનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં થઈ રહ્યું છે?

યુરો સ્પોર્ટ્સ એપ પર પેરાલિમ્પિક્સ ગેમ્સનું લાઇવ સ્ટ્રીમિંગ થઇ રહ્યું છે.

ગુજરાતના વડનગરથી આવતા ભાવિનાએ પોતાની મજબૂત રમતથી વિશ્વના નંબર 2, વર્લ્ડ નંબર 3 જેવા તમામ વિરોધીઓને હરાવ્યા છે. આ અર્થમાં પણ, એવું માનવામાં આવે છે કે, તે ચેમ્પિયન બનશે. ભાવિનાના પતિ નિકુલ પટેલે કહ્યું- ઈચ્છા શક્તિ તેની સૌથી મોટી તાકાત છે, જેના કારણે તે પોતાના વિરોધીઓને હરાવી રહી હોય તેવું લાગે છે.

આ પણ વાંચો : Spot fixing :ક્રિકેટના સૌથી મોટા કૌભાંડના 10 વર્ષ પૂર્ણ, જાણો હવે ક્યાં છે કાવતરું ધડનારા 3 પાકિસ્તાની ખેલાડી

આ પણ વાંચો : T20 world cupમાં માત્ર 2 ચોગ્ગા ! બેટથી ઓટા અને વાઈડ બોલથી વધારે રન, ભાગ્યે જ આવી મેચ જોઈ હશે

Published On - 7:16 am, Sun, 29 August 21

Next Article