Yogesh Kathuniya : ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં F56 ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો

યોગેશે 44.38 મીટર ટોક્યો પેરાલિમ્પિક્સમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 5 મો મેડલ છે.

Yogesh Kathuniya : ભારતના યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં F56 ડિસ્ક થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો
Yogesh Kathuniya
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:29 AM

Yogesh Kathuniya : ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે વધુ એક સિલ્વર મેડલ જીત્યો છે. આ વખતે દેશને સિલવર મેડલ યોગેશ કથુનિયાએ જીત્યો છે, જેણે પુરુષોની ડિસ્ક થ્રો ઇવેન્ટની ફાઇનલમાં પોતાની શાનદાર જીત સાથે ભારતને સ્તબ્ધ કરી દીધું હતું.

યોગેશ કથુનિયાએ F56 કેટેગરીમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. આ સફળતા મેળવવા માટે તેણે પોતાની સિઝનનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. યોગેશે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 44.38 મીટર દેશન સિલ્વર મેડલ અપાવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 5 મો મેડલ છે.

 

9 વર્ષની ઉંમર સુધી સામાન્ય જીવન જીવતા યોગેશ કથુનિયાને 2006 માં વ્હીલચેર પર આવવું પડ્યું હતું. દીકરાને ફરી પોતાના પગ પર ઉભો કરવા માટે, તેની માતા મીના દેવીએ ફિઝીયોથેરાપી શીખી અને પોતે સારવાર આપવાનું શરૂ કર્યું. 3 વર્ષ પછી, માતાની મહેનત ફળ આપી અને તે ફરીથી તેના પગ પર ઉભી રહી. પરિણામ એ આવ્યું કે, આજે તે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં સફળ રહ્યો.

આ પણ વાંચો : Avani lekhara : ભારતની અવની લેખારાએ ઇતિહાસ રચ્યો, ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

આ પણ વાંચો : Tokyo Paralympics : દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર મેડલ, સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો

 

Published On - 8:27 am, Mon, 30 August 21