IND VS PAK: વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને થશે. ICCના શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે ટક્કર થશે. પરંતુ હવે એવા અહેવાલો છે કે આ મેચની તારીખ બદલાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે.
આ પણ વાંચો : India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11
15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને તે અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવતી હોય છે. હવે જો 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ પણ યોજાશે તો સુરક્ષા એજન્સીઓ માટે બંને સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવી આસાન નહીં હોય. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને ભારત-પાકિસ્તાન મેચના શિડ્યુલમાં ફેરફાર કરવાની સલાહ આપી છે.
ICC Men’s Cricket World Cup | India versus Pakistan match likely to be rescheduled on October 14. It is originally scheduled for October 15. Security agencies advise BCCI for this, as the date for the start of Navratri clashes with the match day: Sources
— ANI (@ANI) July 26, 2023
(ANI Twitter SOURCE)
હવે એવા અહેવાલો છે કે ભારત-પાકિસ્તાન મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. પરંતુ જો આવું થાય તો હજારો ચાહકોને ઝટકો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં પહોંચશે. જેમાંના ઘણા લોકો દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી અમદાવાદ પહોંચશે. 15 ઑક્ટોબર મુજબ, લોકોએ રહેવા માટે તેમની ફ્લાઇટ્સ અને હોટલ બુક કરાવવી પડશે. હવે જો આ મેચની તારીખ બદલાશે તો તેમના બુકિંગનું શું થશે?
દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે વર્લ્ડ કપનું આયોજન કરતા તમામ ક્રિકેટ એસોસિએશનોને પત્ર લખીને 27મી જુલાઈએ દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં ભારત-પાકિસ્તાન મેચ પર ચર્ચા થશે અને આ મેચની નવી તારીખ પણ અહીં નક્કી કરવામાં આવી શકે છે.
Published On - 11:53 am, Wed, 26 July 23