IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે હેડ કોચની ભૂમિકામાં રાહુલ દ્રવિડ જોવા મળી શકે

|

May 20, 2021 | 7:28 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) આગામી જૂન માસથી ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. જ્યાં 18 જૂનથી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. બાદમાં પાંચ ટેસ્ટ મેચ ઈંગ્લેંડ સામે રમશે.

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ સાથે હેડ કોચની ભૂમિકામાં રાહુલ દ્રવિડ જોવા મળી શકે
Rahul Dravid

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) આગામી જૂન માસથી ઈંગ્લેન્ડનો પ્રવાસ ખેડશે. જ્યાં 18 જૂનથી શરુ થતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમશે. બાદમાં પાંચ ટેસ્ટ મેચ ઈંગ્લેંડ સામે રમશે. આ દરમ્યાન જૂલાઈ માસમાં શ્રીલંકા ખાતે વન ડે અને T20ની ત્રણ ત્રણ મેચોની શ્રેણી રમાનાર છે. જ્યાં બીજી ટીમ પહોંચશે. જોકે આ દરમ્યાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) અને બોલીંગ કોચ તેમજ બેટીંગ કોચ ઈંગ્લેંડમાં હશે.

 

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મીડિયા રિપોર્ટસ મુજબ આવી સ્થિતીમાં રાહુલ દ્રવિડ (Rahul Dravid)ને શ્રીલંકા પ્રવાસ માટે કોચ તરીકે જઈ શકે છે. રાહુલ દ્રાવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકડમી (National Cricket Academy)ના ચીફ પદે નિયુક્ત છે. ટીમ ઈન્ડીયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની ગેરહાજરીમાં રાહુલ દ્રવિડ શ્રીલંકા પ્રવાસે હેડ કોચની ભૂમિકા અદા કરી શકે છે.

 

 

જાણકારી મુજબ BCCIના એક અધિકારીએ કહ્યુ હતુ કે, ભારતીય કોચિંગ સ્ટાફ ઈંગ્લેંડમાં હશે. આવામાં યુવાનોને ગાઈડ કરવા માટે દ્રવિડ બેસ્ટ વિકલ્પ બની શકે છે. કારણ કે તે પહેલા પણ ભારત એ અને અંડર 19 ટીમ સાથે જોડાયેલા રહ્યા છે. સુત્રો મુજબ દ્રવિડની સાથે પારસ મહામ્બ્રે પણ ટીમ સાથે શ્રીલંકા જઈ શકે છે.

 

 

મહામ્બ્રે અંડર 19 ટીમના બોલીંગ કોચ રહી ચુક્યા છે. સંભવિત શિડ્યુલ મુજબ ભારતે શ્રીલંકામાં 13, 16 અને 19 જૂલાઈએ T20 મેચ રમવાની છે. ત્યારબાદ 122, 24 અને 27 જૂલાઈ એમ ત્રણ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે. જોકે હજુ સત્તાવાર રીતે શિડ્યુલ હજુ સુધી જાહેર કર્યુ નથી.

 

 

જોકે કોચીંગ સ્ટાફ ઉપરાંત હજુ ભારતીય ટીમના મર્યાદીત ફોર્મેટ માટે કેપ્ટન પદે કોને પસંદ કરવામાં આવે છે તેની પણ રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડીયાની મુખ્ય ટીમ સિવાય વન ડે અને T20 ફોર્મેટની ટીમ શ્રીલંકા પ્રવાસ માટે ઘોષિત કરાશે. જોકે સવાલ કેપ્ટન પદનો છે, જેમાં અનેક યુવા અનુભવી પણ રેસમાં સામેલ છે.

 

આ પણ વાંચો: પરપ્રાંતમાંથી મહારાષ્ટ્રમાં આવવુ થશે મુશ્કેલ, શુક્રવારથી નવા નિયમો લાગુ, જાણો નવા નિયમો વિશે

 

Published On - 7:08 pm, Thu, 20 May 21

Next Article