IND vs SA 1st Test Day 5 Highlight: સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો

|

Dec 30, 2021 | 4:47 PM

સેન્ચુરિયન ટેસ્ટના પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત બોલિંગ કરીને જીત મેળવી હતી. ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.

IND vs SA 1st Test Day 5 Highlight: સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને ઈતિહાસ રચ્યો
India Vs South Africa 1st test match

Follow us on

IND vs SA Highlight : સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ (1st Test)માં ભારતે દક્ષિણ આફ્રિકાને 113 રને હરાવ્યું હતું. 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા (South Africa)ની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સેન્ચુરિયન મેદાન પર ભારતની આ પ્રથમ ટેસ્ટ જીત છે.

આ પહેલા ચોથા દિવસે ભારતનો બીજો દાવ 174 રનમાં સમેટાઈ ગયો હતો. રિષભ પંતે 34 અને કેએલ રાહુલે (KL Rahul) 23 રનનું યોગદાન આપ્યું હતું.આ સાથે જ વિરાટ કોહલી માત્ર 18 રન બનાવીને આઉટ (OUT)થયો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી કાગિસો રબાડા અને માર્કો જેન્સને 4-4 વિકેટ ઝડપી હતી.

પાંચમા દિવસે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર(Dean Elgar) અને તેમ્બા બાવુમાએ આશા સાથે મેદાનમાં ઉતર્યા હતા કે તેઓ ટીમની હાર ટાળવામાં સફળ રહેશે. પરંતુ જસપ્રીત બુમરાહે તેની આશાને તમાચો આપ્યો હતો. બુમરાહે 51મી ઓવરના પાંચમા બોલ પર દક્ષિણ આફ્રિકાના કેપ્ટનની વિકેટ લીધી હતી. ડીન એલ્ગર(Dean Elgar) એલબીડબ્લ્યુ આઉટ થયો, તેને રિવ્યુ લીધો હતો પરંતુ બચાવ કરવામાં નિષ્ફળ ગયો  હતો. વિકેટકીપર ડી કોકે ક્રિઝ પર ઝડપી રન બનાવ્યા પરંતુ સિરાજના શ્રેષ્ઠ બોલે 21 રનમાં તેનો દાવ ખતમ કરી દીધો.

વિઆન મૂલ્ડર  પણ માત્ર 3 બોલમાં જ ક્રિઝ પર ટકી શક્યો હતો , લંચ બાદ શમીએ માર્કો યેન્સનને આઉટ કરીને દક્ષિણ આફ્રિકાની ટીમને હારની નજીક પહોંચાડી દીધી અને અંતે અશ્વિને સતત બે વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપાવી. તેમ્બા બાવુમા 35 રને અણનમ રહ્યો હતો.

ભારતની જીતનો હીરો

ભારતે ટીમ પ્રયાસ કરતાં સેન્ચુરિયનમાં જીતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. જોકે, તેની જીતનો પાયો ઓપનર કેએલ રાહુલે નાખ્યો હતો, જેણે પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. આ પછી મોહમ્મદ શમીએ  પ્રથમ દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી. શમીએ બીજી ઇનિંગમાં પણ 3 અને જસપ્રિત બુમરાહે પણ 3 વિકેટ ઝડપી હતી. સિરાજ અને અશ્વિનને બીજી ઇનિંગમાં 2-2 વિકેટ મળી હતી.

બંને ટીમો

IND  : કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે, ઋષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર

SA: ડિન એલ્ગર (કેપ્ટન), એડન મારક્રમ, કિગન પીટરસન, રાસી વાન ડેર ડુસેન, તેમ્બા બાવુમા, ક્વિંટન ડિકોક, વિઆન મલ્ડર, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુન્ગી એન્ગિડી, માર્કો જેન્સેન

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Dec 2021 04:23 PM (IST)

    IND vs SA Live:સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ

    સેન્ચુરિયન ટેસ્ટના પાંચમા દિવસે ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત બોલિંગ કરીને જીત મેળવી હતી. ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.

     

     

  • 30 Dec 2021 04:20 PM (IST)

    IND vs SA Live: SAની આઠ વિકેટ પડી ગઈ


  • 30 Dec 2021 04:16 PM (IST)

    IND vs SA Live: બીજું સત્ર ચોગ્ગાથી શરુ

     

     

  • 30 Dec 2021 04:15 PM (IST)

    IND vs SA Live:લંચ બ્રેક

  • 30 Dec 2021 03:35 PM (IST)

    IND vs SA Live: પ્રથમ સત્ર સમાપ્ત, લંચ સુધીમાં SAની સાત વિકેટ પડી ગઈ

    છેલ્લા દિવસનું પ્રથમ સત્ર પૂરું થઈ ગયું છે અને તે ભારતના નામે રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ 3 મહત્વની વિકેટ લઈને જીત તરફ એક પગલું ભર્યું છે. જો કે, આ સત્રમાં દક્ષિણ આફ્રિકાએ પણ ઝડપી રન બનાવ્યા અને શરૂઆતમાં ભારતની મુશ્કેલીઓ થોડી વધી ગઈ.

    SA- 182/7

  • 30 Dec 2021 03:27 PM (IST)

    IND vs SA Live:બોલ સિરાજે બાવુમાને બોલ માર્યો

    ભારતીય ઝડપી બોલરો સારૂ પ્રદર્શન કરી રહ્યા છે અને દબાણ બનાવી રહ્યા છે, બાવુમાએ તેની એક બોલનો બચાવ કર્યો અને સિરાજે બોલ પકડીને બેટ્સમેન તરફ પાછો ફેંક્યો. બોલ બાવુમાના પગમાં વાગ્યો, જેના કારણે તે ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યો. સિરાજે જઈને બાવુમાની માફી માંગી, પરંતુ ફિઝિયોને બાવુમાની તપાસ માટે મેદાનમાં આવવું પડ્યું.

  • 30 Dec 2021 03:08 PM (IST)

    IND vs SA Live:વિઆન મલ્ડર પણ પેવેલિયન પરત ફર્યો, ભારત જીતથી 3 વિકેટ દૂર

    ભારતને સાતમી સફળતા મળી છે. શમીએ વિઆન મલ્ડર (1 રન)ને રિષભ પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 164/7 છે. મુલ્ડર 3 બોલમાં 1 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.

  • 30 Dec 2021 03:00 PM (IST)

    IND vs SA Live: દક્ષિણ આફ્રિકાની છઠ્ઠી વિકેટ પડી, ક્વિન્ટન ડી કોક આઉટ

    ભારતને છઠ્ઠી સફળતા મળી છે. મોહમ્મદ સિરાજે ક્વિન્ટન ડી કોક (21)ને બોલ્ડ આઉટ કર્યો હતો. સિરાજનો બોલ ડેકોકના બેટ સાથે અથડાયા બાદ વિકેટ સાથે અથડાયો હતો. 60 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 164/6 છે.તેમ્બા બાવુમા 22 અને વિલિયમ મુલ્ડર 1 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 30 Dec 2021 02:53 PM (IST)

    IND vs SA Live: SAનો સ્કોર 150 રનને પાર

    57 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 153 રન છે. તેમ્બા બાવુમા 18 અને વિકેટકીપર ક્વિન્ટન ડી કોક 15 રન બનાવીને ક્રિઝ પર છે.  દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 152 વિકેટની જરૂર છે જ્યારે ભારતને પાંચ વિકેટની જરૂર છે.

  • 30 Dec 2021 02:39 PM (IST)

    IND vs SA Live:ક્વિંટન ડિકોકે ચોગ્ગો ફટકાર્યો

    ક્વિંટન ડિકોકે ઉપરા ઉપરી 2 ચોગ્ગા ફટકાર્યા છે દક્ષિણ આફ્રિકાએ 55મી ઓવરમાં કુલ 10 રન આવ્યા છે ક્વિંટન ડિકોક અને તેમ્બા બાવુમા ક્રિઝ પર છે,દક્ષિણ આફ્રિકાનો સ્કોર 55 ઓવરમાં 5 વિકેટે 148 રન છે.

  • 30 Dec 2021 02:19 PM (IST)

    IND vs SA Live:ભારતને પાંચમી સફળતા મળી

    ભારતને પાંચમી સફળતા મળી છે. ડીન એલ્ગરને જસપ્રીત બુમરાહે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. એલ્ગરે 156 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. 51 ઓવર પછી દક્ષિણ આફ્રિકાનો સ્કોર પાંચ વિકેટે 130 રન છે. તેમ્બા બાવુમા 10 અને ક્વિન્ટન ડી કોક શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે.

     

  • 30 Dec 2021 02:13 PM (IST)

    IND vs SA Live: કેપ્ટન ડીન એલ્ગરની સારી બેટિંગ

    દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે સારી બેટિંગ કરી છે અને નસીબ પણ તેનો સાથ આપી રહ્યું છે. શમીની ઓવરમાં જીવન દાનની ભેટ પછી, હવે જસપ્રિત બુમરાહની ઓવરમાં એક તક ગુમાવી હતી. બુમરાહનો બોલ એલ્ગરના બેટની કિનારે વાગ્યો અને કેચ ત્રીજી સ્લિપ તરફ ગયો, પરંતુ નસીબ એવું હતું કે ત્યાં કોઈ ફિલ્ડર નહોતો. એલ્ગરને 4 રન મળ્યા હતા . આ પછી એલ્ગરે ત્રીજો બોલ સ્ક્વેર લેગ તરફ રમીને વધુ ચોગ્ગો લીધો.

    SA- 126/4; એલ્ગર – 76, બાવુમા – 7

  • 30 Dec 2021 02:08 PM (IST)

    IND vs SA Live:49 ઓવરમાં 8 રન આવ્યા

    50મી ઓવર લઈ સિરાજ આવ્યો છે

  • 30 Dec 2021 02:06 PM (IST)

    IND vs SA Live:એલ્ગરે જીવન દાન મેળવવાનો ફાયદો ઉઠાવ્યો

    એલ્ગરે જીવન દાન મેળવવાનો ફાયદો ઉઠાવ્યો અને થર્ડ મેન તરફ શમીની ઓવરનો છેલ્લો બોલ રમીને 4 રન મેળવ્યા. ભારતીય ટીમ માટે તે કેટલું ભારે રહેશે, તે આ સત્રના અંત સુધીમાં ખબર પડશે. હાલમાં આફ્રિકાના બેટ્સમેન પણ સરળતાથી રન મેળવી રહ્યા છે.

    SA- 115/4; એલ્ગર – 67, બાવુમા – 5

  • 30 Dec 2021 02:04 PM (IST)

    IND vs SA Live: મોહમ્મદ શમીએ ડીન એલ્ગરનો કેચ છોડ્યો

    મોહમ્મદ શમીએ પોતાના જ બોલ પર ડીન એલ્ગરનો કેચ છોડ્યો, કેચ અને બોલ્ડ પાસે શાનદાર તક હતી.

  • 30 Dec 2021 01:57 PM (IST)

    IND vs SA Live:એલ્ગર તરફથી બીજી બાઉન્ડ્રી

    દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ડીન એલ્ગર સતત રન બનાવી રહ્યો છે  બુમરાહનો બોલ બાઉન્સ થયો, પરંતુ તે લેગ-સ્ટમ્પ પર હતો અને એલ્ગરે તેને ફાઇન લેગની દિશામાં બતાવીને ચોગ્ગો ફટકાર્યો.

    SA- 110/4; એલ્ગર – 63, બાવુમા – 4

  • 30 Dec 2021 01:56 PM (IST)

    IND vs SA Live:પ્રથમ 40 મિનિટમાં વિકેટની જરૂર છે – ભોગલે

    જાણીતા કોમેન્ટેટર હર્ષા ભોગલે કહે છે કે ઘણા લોકોએ દક્ષિણ આફ્રિકાની જીતની સંભાવનાને ફગાવી દીધી છે, પરંતુ તે શક્ય છે અને આ શક્યતાને ખતમ કરવા માટે ભારતે પ્રથમ 40 મિનિટમાં વિકેટ લેવાની જરૂર છે.

     

  • 30 Dec 2021 01:47 PM (IST)

    IND vs SA Live:SAએ 100 રન પૂરા કર્યા

    42 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાનો સ્કોર ચાર વિકેટે 101 રન છે. કેપ્ટન ડીન એલ્ગર 58 અને તેમ્બા બાવુમા શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે. પાંચમા દિવસે બીજા અને ત્રીજા સત્રમાં હવામાનને ધ્યાનમાં રાખીને, ભારત વિકેટની શોધમાં છે.

  • 30 Dec 2021 01:44 PM (IST)

    IND vs SA Live:કેપ્ટન એલ્ગરે શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    પાંચમા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ડીન એલ્ગરે 54 અને તેમ્બા બાવુમા શૂન્ય રન બનાવીને ક્રિઝ પર છે. બુમરાહ અને શમીએ બોલિંગની શરૂઆત કરી છે.

  • 30 Dec 2021 01:43 PM (IST)

    IND vs SA Live:છેલ્લા દિવસની ટક્કર શરૂ

    સેન્ચુરિયનમાં નિર્ણાયક દિવસ માટેની લડાઈ શરૂ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહે ચોથા દિવસની શરૂઆત પોતાની ઓવરના એક બોલથી કરી હતી. વન-ડે-ટી-20ના કેપ્ટન તેમ્બા બાવુમા દક્ષિણ આફ્રિકા માટે કેપ્ટન એલ્ગરને સપોર્ટ કરવા આવ્યા છે.

  • 30 Dec 2021 01:42 PM (IST)

    IND vs SA Live:સેન્ચુરિયનમાં હવામાનની સ્થિતિ

    સેન્ચુરિયનમાં આજે વરસાદની આગાહી છે, જે ભારતના માર્ગમાં અવરોધ બની શકે છે. જો કે, અત્યારે સારા સમાચાર એ છે કે હવામાન સ્વચ્છ છે અને સુપરસ્પોર્ટ પાર્ક પર સૂર્ય ચમકી રહ્યો છે. જો કે, આગામી સાંજે 4 વાગ્યા પછી (ભારતીય સમય મુજબ) વરસાદ પડી શકે છે.

  • 30 Dec 2021 01:34 PM (IST)

    IND vs SA Live: સેન્ચુરિયન ટેસ્ટનો આજે પાંચમો અને છેલ્લો દિવસ

Published On - 1:33 pm, Thu, 30 December 21