ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે સેન્ચ્યુરિયન (Centurion Test) માં સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે. મેચનો બીજો સંપૂર્ણ દિવસ વરદાસે ધોઇ દીધા બાદ પ્રથમ દિવસની રમત આજે ભારતે (Team India) પોતાના દાવને આગળ વધાર્યો હતો. પરંતુ 272 રન થી શરુ કરેલો દાવ 327 રન પર સમેટાઇ ગયો હતો. દક્ષિણ આફ્રિકાની પ્રથમ દાવની શરુઆત સારી રહી નહોતી. ભારતીય બોલરોએ ઝડપ થી આફ્રિકી ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલી દીધો હતો. 197 રનમાં આફ્રિકાનો પ્રથમ દાવ સમેટાયો હતો. ત્રીજા દિવસે ભારતીય ટીમ સરસાઇ સાથે એક વિકેટે 146 રનના સ્કોર પર રહી હતી.
એક સમયે એમ લાગતુ હતુ કે, દક્ષિણ આફ્રિકાની ટીમ પર ફોલોઓનનુ સંકટ રહેશે અને ભારતીય ટીમને ઝડપથી બીજા દાવ માટે મેદાને ઉતરવુ નહી પડે, પરંતુ ટેમ્બા બાવુમા (Temba Bavuma) અને ક્વિન્ટન ડ્વિકોકની રમતે ટીમને મુશ્કેલીમાંથી ઉગાર્યુ હતુ. દક્ષિણ આફ્રિકાની ટીમ 197 રન પર સમેટાઇ હતી. આમ ભારતને 130 રનની મોટી લીડ મળી હતી.
બંને ટીમો
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઋષભ પંત , રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ
સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન: ડીન એલ્ગર (સી), એઈડન માર્કરામ, કિગન પીટરસન, રાસી વાન ડેર ડુસેન, તેમ્બા બવુમા, ક્વિંટન ડિકોક, વિઆન મલ્ડર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુન્ગી એન્ગિડી
સેન્ચુરિયનમાં ત્રીજા દિવસની રમત શાર્દુલ ઠાકુરના ચાર સાથે પૂર્ણ થઈ ગઈ છે. માર્કો યાનસનની ઓવરનો છેલ્લો બોલ શાર્દુલના બેટની બહારની કિનારી સાથે અડક્યો અને બોલ ત્રીજી સ્લિપની ખૂબ નજીકથી થર્ડ મેન બાઉન્ડ્રી તરફ ચાર રન સુધી ગયો. આ સાથે ભારતે તેના બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા છે. દિવસની છેલ્લી ઓવરમાં મયંક અગ્રવાલની વિકેટ પડી હતી. હવે ચોથા દિવસે નાઈટ વોચમેન તરીકે આવેલા કેએલ રાહુલ અને શાર્દુલ ઠાકુર દાવને આગળ વધારશે.
મયંક અગ્રવાલે બીજી ઇનિંગમાં પણ પ્રથમ બાઉન્ડ્રી ફટકારી છે. ભારતીય ઓપનરે કાગીસો રબાડાના બોલ પર આ બાઉન્ડ્રી મેળવી હતી. જો કે, તેણે કોઈ ખાસ શોટ રમ્યો ન હતો, તેના બદલે બેટની કિનારી લઈને બોલ ચાર રન માટે ગલીના ફિલ્ડર પાસે ગયો હતો.
ભારતની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે અને મયંક અગ્રવાલ-કેએલ રાહુલની જોડી ફરી એકવાર ક્રિઝ પર છે. બંનેએ પ્રથમ દાવમાં સદીની ભાગીદારી નોંધાવી હતી. ફરી એકવાર ટીમ ઈન્ડિયાને બંને પાસેથી સારી શરૂઆતની આશા છે અને તેની જરૂર છે. ઇનિંગ્સના પ્રથમ ચાર પણ રાહુલના બેટમાંથી આવ્યા છે. રાહુલ એનગિડી ને પોઈન્ટ તરફ રમે છે અને તેને બાઉન્ડરી માટે મોકલે છે.
કાગીસો રબાડાના રુપમાં દક્ષિણ આફ્રિકાએ નવમી વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ શામીએ ઇનીંગમાં તેની 5 વિકેટ ઝડપી હતી.
શાર્દૂલ ઠાકુરના બોલ પર માર્કો યાન્શેનના રુપમાં દક્ષિણ આફ્રિકાએ 8મી વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ અંતિમ સત્ર દરમિયાન આફ્રિકાની પ્રથમ ઇનીંગ સમેટવાના પ્રયાસમાં છે અને જેણે શાર્દુલે સફળ બનાવવા રુપ પ્રયાસ કર્યો હતો. માર્કો એ રબાડા સાથે મળીને 32 રનની ભાગીદારી રમત રમી હતી. તે 19 રન બનાવીને આઉટ થયો હતો. તેણે રિવ્યૂની મદદ મેળવી હતી પરંતુ જેમાં પણ તે આઉટ જ રહ્યો હતો.
કાગીસો રબાડા ભારતીય બોલરો પર નિશાન સાધે છે અને ભારતની લીડને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વખતે રબાડાએ અશ્વિનના બોલ પર જબરદસ્ત સિક્સર ફટકારી હતી. રાઉન્ડ ધ વિકેટ પર બોલિંગ કરી રહેલા અશ્વિને એક લાંબો બોલ રબાડા પાસે રાખ્યો હતો, જેના પર ડાબોડી બેટ્સમેન રબાડા તેની ક્રિઝમાં જ હતો ત્યારે તેણે સીધા બેટ વડે બોલને લોંગ ઓફની બહાર લાવ્યો હતો.
યુવા ભારતીય વિકેટકીપર રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે હવે ભારત માટે સૌથી ઝડપી 100 રન બનાવનાર વિકેટકીપર બની ગયો છે. પંતે પોતાની 26મી ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. બાવુમાનો કેચ લઈને પંતે એમએસ ધોનીનો 36 મેચમાં 100 શિકારનો રેકોર્ડ તોડ્યો હતો. પંતે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 92 કેચ અને 8 સ્ટમ્પિંગ કર્યા છે.
મોહમ્મદ શામીએ આજે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેણે ચોથી વિકેટ બાવુમાના સ્વરુપમાં ઝડપી હતી. શામીએ બાવુમાને વિકેટકીપર પંતના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. બાવુમાએ અર્ધશતક નોંધાવ્યુ હતુ.
SA- 148/7
મોહમ્મદ શામીએ મૂલ્ડરની વિકેટ ઝડપતા જ ભારતને છઠ્ઠી સફળતા મળી હતી. શામીનો બોલ મૂલ્ડરના બેટને સ્પર્શીને સિધો જ વિકેટકીપર ઋષભ પંતના હાથમાં ગયો હતો.
સાઉથ આફ્રિકાએ આખરે ફોલોઓન બચાવી લીધું છે. દક્ષિણ આફ્રિકાએ 127 રનનો આંકડો પાર કરી લીધો છે. મતલબ કે હવે ભારતીય ટીમે ફરી બેટિંગ કરવી પડશે. માત્ર 32 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા માટે અહીં પહોંચવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ ટેમ્બા બાવુમા અને ક્વિન્ટન ડી કોકની ઇનિંગ્સે ટીમને બચાવી લીધી હતી.
મોહમ્મદ સિરાજની મેડન ઓવર સાથે, બીજા સત્રનો પણ અંત આવ્યો, જે સંપૂર્ણપણે ભારતના નામે હતો. ભારતે આ સત્રમાં કુલ 4 વિકેટ ઝડપી હતી. સારી વાત એ છે કે ટીમ ઈન્ડિયા ટી-બ્રેક પહેલા ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમાની ખતરનાક ભાગીદારીને તોડવામાં સફળ રહી. આ સત્રમાં કુલ 31 ઓવર નાખવામાં આવી હતી, જેમાં 88 રન થયા હતા અને 4 વિકેટ પડી હતી.
SA- 109/5; બાવુમા – 31, મુલ્ડર – 4
That’s Tea on Day 3 of the first #SAvIND Test! #TeamIndia pick 4 wickets in the second session.👌
Third & final session of the Day to commence shortly. 👍
Scorecard 👉 https://t.co/oe9OWgQSPS pic.twitter.com/h9HVp0gKZu— BCCI (@BCCI) December 28, 2021
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 30 ઓવરમાં 4 વિકેટે 98 રન છે. ક્વિન્ટન ડી કોક 47 બોલમાં 29 અને તેમ્બા બાવુમા 63 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 29 ઓવરમાં 4 વિકેટે 94 રન છે
IND vs SA Live:દક્ષિણ આફ્રિકાનો સ્કોર 4 વિકેટે 90 રન છે. ક્વિન્ટન ડી કોક 44 બોલમાં 26 અને ટેમ્બા બાવુમા 53 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 25 ઓવરમાં 4 વિકેટે 67 રન છે. ક્વિન્ટન ડી કોક 34 બોલમાં 13 અને તેમ્બા બાવુમા 44 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યા છે.
ક્વિન્ટન ડી કોક અને તેમ્બા બાવુમાએ મળીને આફ્રિકાનો સ્કોર 50 પાર કર્યો હતો. આફ્રિકન ટીમની ચોથી વિકેટ 32 રન પર પડી હતી. અત્યાર સુધી, તેમ્બા બાવુમાએ ડિકોક કરતા ઘણી સારી રમત બતાવી છે.
ફાસ્ટ બોલરોની શાનદાર શરૂઆત બાદ હવે પ્રથમ વખત ભારતીય ટીમ સ્પિન દ્વારા હુમલો કરી રહી છે. સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ ઇનિંગમાં પ્રથમ વખત બોલિંગ કરવા આવ્યો હતો. અશ્વિને ધીમી શરૂઆતથી માત્ર 1 રન આપ્યો.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 57 રન છે. ક્વિન્ટન ડી કોક 19 બોલમાં 8 રન અને તેમ્બા બવુમા 29 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યા છે.
ક્વિન્ટન ડી કોકે 14 બોલમાં 8 રન કર્યા છે
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 19 ઓવરમાં 4 વિકેટે 47 રન છે. ક્રિઝ પર ક્વિન્ટન ડી કોક અને તેમ્બા બવુમા રમી રહ્યા છે
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 15 ઓવરમાં 4 વિકેટે 33 રન છે. ક્વિન્ટન ડી કોક 5 બોલમાં 0 રન અને તેમ્બા બવુમા 9 બોલમાં 0 રને રમી રહ્યા છે.
સાઉથ આફ્રિકાના બેટ્સમેનો ભારતીય બોલરો સામે એકદમ હાંફળા-ફાંફળા દેખાય છે. મોહમ્મદ સિરાજ હવે વેન ડેર ડુસેનને પેવેલિયન પરત ફર્યો છે, અજિંક્ય રહાણેએ તેનો શાનદાર કેચ પકડ્યો છે. સ્કોર- 32/4
South Africa lose their third!
Mohmmad Shami bowls Aiden Markram for 13.#WTC23 | #SAvIND | https://t.co/fMLQOADpkL pic.twitter.com/RauR52jr5V
— ICC (@ICC) December 28, 2021
ભારત તરફથી દક્ષિણ આફ્રિકાને વધુ એક ઝટકો લાગ્યો છે, મોહમ્મદ શમીએ એડન માર્કરામની વિકેટ લીધી છે. શમીએ એડમને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સાથે હવે દક્ષિણ આફ્રિકાનો સ્કોર 30 પર ત્રણ થઈ ગયો છે.
ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકાની ઈનિંગની 11મી ઓવર કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે જસપ્રિત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેણે ઓવર અધવચ્ચે જ છોડીને બહાર જવું પડ્યું હતું.
સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પલટવાર કર્યો હતો. લંચ બાદ બીજા સેશનની શરૂઆતમાં જ મોહમ્મદ શમીએ દક્ષિણ આફ્રિકાની બીજી વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ કીગર પીટરસનને ક્લીન બોલ્ડ કર્યો હતો. (દક્ષિણ આફ્રિકાનો સ્કોર – 25/2)
1ST TEST. 7.3: WICKET! K Petersen (15) is out, b Mohammed Shami, 25/2 https://t.co/g5Y4COxn28 #SAvIND
— BCCI (@BCCI) December 28, 2021
🥙 LUNCH
We head into lunch on Day 3 with Petersen (9*) and Markram (11*) in the middle and the #Proteas on 21/1 after 7 overs
📺 Catch it live on SuperSport Grandstand and SABC 3
📝 Ball by Ball https://t.co/c1ztvrT95P#SAvIND #FreedomTestSeries #BetwayTestSeries #BePartOfIt— Cricket South Africa (@OfficialCSA) December 28, 2021
ત્રીજા દિવસે લંચ સુધીમાં દક્ષિણ આફ્રિકાનો સ્કોર 21 રન અને એક વિકેટ છે. આફ્રિકા અત્યારે ભારતના સ્કોરથી 306 રન દૂર છે. ત્રીજા દિવસના પ્રથમ સેશનમાં કુલ 8 વિકેટ પડી હતી જેમાંથી સાત વિકેટ ભારતની હતી.
દક્ષિણ આફ્રિકાનો સ્કોર 5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 15 રન છે. એડન મારક્રમ 18 બોલમાં 9 અને કિગન પીટરસન 10 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકાના બીજા ચાર રન કિગન પીટરસનના બેટમાંથી આવ્યા. આ જમણા હાથનો બેટ્સમેન ડીન એલ્ગરની વિકેટ પડ્યા બાદ ક્રીઝ પર આવ્યો હતો. પીટરસને ત્રીજી ઓવરમાં બુમરાહના છેલ્લા બોલ પર ફ્લિક કર્યું અને ડીપ સ્ક્વેર લેગ પર બાઉન્ડ્રી મેળવી.
SA- 10/1; માર્કરામ – 5, પીટરસન – 4
સાઉથ આફ્રિકાની ઇનિંગ્સના પ્રથમ ચાર બીજી ઓવરમાં જ આવ્યા હતા. સામાન્ય રીતે મોહમ્મદ શમી બુમરાહ સાથે બોલિંગની શરૂઆત કરે છે, પરંતુ આજે મોહમ્મદ સિરાજે નવા બોલની જવાબદારી સંભાળી લીધી છે. જો કે તેના બીજા બોલે એડન મારક્રમ ચોગ્ગો ફટકાર્યો હતો સિરાજનો બોલ લેગ-સ્ટમ્પ તરફ જઈ રહ્યો હતો, જેને માર્કરામે ફ્લિક કર્યો અને મિડ-ઓન પાસે બાઉન્ડ્રી મળી.
SA- 6/1; માર્કરામ – 5, પીટરસન – 0
દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન એલ્ગર પ્રથમ ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો છે. જસપ્રીત બુમરાહનો બોલ ગુડ લેન્થ પર પડ્યો
એલ્ગર – 1 (2 બોલ); SA- 2/1
સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શાનદાર શરૂઆત બાદ ત્રીજા દિવસે બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતે કલાકમાં જ તેમની 6 વિકેટ ગુમાવી દીધી હતી, અંતે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે કેટલાક રન ઉમેર્યા હતા.
Innings Break!#TeamIndia lose 7 wickets in the morning session and are all out for 327 in the first innings of the 1st Test.
Scorecard – https://t.co/eoM8MqSQgO #SAvIND pic.twitter.com/1NVXu6dqsR
— BCCI (@BCCI) December 28, 2021
જસપ્રીત બુમરાહ શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને તેણે એક જ ઓવરમાં બે શાનદાર શોટ રમીને ચાર બાઉન્ડ્રી ફટકારી છે. આજે બોલિંગમાં પ્રથમ ફેરફાર તરીકે આવેલા માર્કો યાનસને ટૂંકા બોલથી બુમરાહને ફટકારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બુમરાહે જબરદસ્ત પુલ શોટ રમ્યો હતો અને તેને 4 રન મળ્યા હતા. ત્યારપછી ઓવરના છેલ્લા બોલે ડ્રાઇવિંગ કરતી વખતે બુમરાહે પણ લોંગ ઓફ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
IND- 327/9; બુમરાહ – 14, સિરાજ – 4
ભારતને 100.5 ઓવરમાં નવમો ઝટકો લાગ્યો હતો. લુંગી એનગિડીએ મોહમ્મદ શમીને ક્વિન્ટન ડી કોકના હાથે કેચ કરાવ્યો હતો. શમી 9 બોલમાં 2 ચોગ્ગા સાથે 8 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. એનગિડીની આ છઠ્ઠી વિકેટ છે.
ત્રીજા દિવસે મોટો સ્કોર બનાવવાની જવાબદારી હવે પૂંછડીના બેટ્સમેનોના માથે આવી ગઈ છે. પરંતુ તે મુશ્કેલ લાગે છે, કારણ કે કાગિસો રબાડાએ પણ શાર્દુલ ઠાકુરના હાથે તેની વિકેટ ગુમાવી દીધી છે. શાર્દુલ પછી મોહમ્મદ શમી પણ આઉટ થયો હતો. ભારતનો સ્કોર 308/9 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 272-3થી કરી હતી.
ત્રીજા દિવસે મોટો સ્કોર બનાવવાની જવાબદારી હવે બોલરોના માથે આવી ગઈ છે. પરંતુ તે મુશ્કેલ લાગે છે, કારણ કે કાગિસો રબાડાએ પણ શાર્દુલ ઠાકુરના હાથે તેની વિકેટ ગુમાવી દીધી છે. ભારતનો સ્કોર 304/8 થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ દિવસની શરૂઆત 272-3થી કરી હતી.
ભારતીય ટીમે સતત 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી છે અને હવે તેના પર નીચલા ક્રમમાં રન એકત્ર કરવાની જવાબદારી છે. નવા બેટ્સમેન મોહમ્મદ શમીએ ક્રિઝ પર આવીને પોતાનું કામ શરૂ કર્યું અને Ngidi બોલ પર સુંદર કવર ડ્રાઈવ ફટકારીને ચોગ્ગો ફટકાર્યો. આ સાથે જ ભારતના 300 રન પણ પૂરા થઈ ગયા છે.
IND- 300/7; શાર્દુલ – 0, શમી – 4
IND એ સાતમી વિકેટ ગુમાવી, રિષભ પંત આઉટ.
પંત – 8 (13 બોલ, 1×4); IND- 296/7
ત્રીજા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી નથી, કેએલ રાહુલ બાદ હવે અજિંક્ય રહાણે પણ આઉટ થયો છે. લુંગી એનગિડીના બોલ પર અજિંક્ય રહાણેએ તેનો કેચ વિકેટકીપર ક્વિન્ટનને આપ્યો અને તેની ઇનિંગ્સ 48 રન પર સમાપ્ત થઈ ગઈ. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો રહાણે આ ઇનિંગમાં સારા ટચમાં જોવા મળ્યો હતો, પરંતુ તે મોટો સ્કોર બનાવી શક્યો નહોતો. ભારતનો સ્કોર – 291/5 (96.4 ઓવર)
આજની રમતનો પ્રથમ ચોગ્ગો અજિંક્ય રહાણેના બેટમાંથી આવ્યો હતો.
સેન્ચુરિયન ટેસ્ટના ત્રીજા દિવસની શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ દિવસે શાનદાર સદી ફટકારનાર કેએલ રાહુલ 123 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા દિવસે તે માત્ર એક રન બનાવી શક્યો હતો અને તેનો કેચ વિકેટકીપરને આપ્યો હતો. ભારતનો સ્કોર 278/4 થઈ ગયો છે.
KL Rahul’s fine innings comes to an end on 123.#TeamIndia 278/4 #SAvIND pic.twitter.com/y2aKIXcGOL
— BCCI (@BCCI) December 28, 2021
ભારતનો સ્કોર 92 ઓવરમાં 3 વિકેટે 274 રન છે. કેએલ રાહુલ 250 બોલમાં 122 અને અજિંક્ય રહાણે 91 બોલમાં 42 રન બનાવીને રમી રહ્યો છે.
જો સેન્ચુરિયન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે હવામાન સારું રહે છે, તો તમામ 90 ઓવર રમવાની અપેક્ષા છે. પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાનો સ્કોર 272-3 હતો, કેએલ રાહુલ અને અજિંક્ય રહાણેની જોડી અણનમ રહી હતી. બીજા દિવસે વરસાદના કારણે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો.
આવી સ્થિતિમાં, હવે આ મેચમાં માત્ર ત્રણ દિવસ બાકી છે, કોઈપણ પરિણામની અપેક્ષા ત્યારે જ કરી શકાય છે જ્યારે ભારત ત્રીજા દિવસે ઝડપી સ્કોર કરે અને બાદમાં દક્ષિણ આફ્રિકાને વહેલી ઓલઆઉટ કરે.
ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે અને રહાણે ભારત માટે આજની પ્રથમ ઓવર રમવા માટે સ્ટ્રાઈક પર આવ્યો હતો. રહાણેએ પ્રથમ દિવસના છેલ્લા સત્રમાં ચોગ્ગા ફટકાર્યા હતા કારણ કે તે ક્રિઝ પર આવ્યો હતો અને તેણે કેટલીક શાનદાર ડ્રાઇવ અને ફ્લિક્સ રમી હતી. તે સારી લયમાં હોય તેવું લાગતું હતું. બીજી તરફ આજે દક્ષિણ આફ્રિકા માટે ઝડપી બોલર લુંગી એનગીડીએ બોલિંગની શરૂઆત કરી હતી. અત્યાર સુધી ત્રણેય વિકેટ લેનાર Ngidi એ ઓફ-સ્ટમ્પની લાઇનમાં બોલિંગ શરૂ કરી હતી,
IND- 273/3, રાહુલ- 122, રહાણે- 41
સેન્ચુરિયનમાં આજે સારું હવામાન છે અને ત્રીજા દિવસની રમત સમયસર શરૂ થઈ રહી છે. આજે 90ની જગ્યાએ કુલ 98 ઓવરની હશે અને તેથી સત્રના સમયમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
પ્રથમ સત્ર – બપોરે 1.30-3.30pm (IST)
બીજું સત્ર- 4.10-6.40pm (IST)
ત્રીજું સત્ર – 7.00-9.00pm (IST)
A very good morning here in Centurion 😃
It’s bright and sunny ☀️☀️
Updated Playing times for Day 3 👇🏻
1st session: 10:00 – 12:00
2nd session: 12:40 – 15:10
3rd session: 15:30 – 17:30Overs for the day – 98 overs
**All listed timings in SAST#SAvIND pic.twitter.com/fV49ITWx8c
— BCCI (@BCCI) December 28, 2021
Published On - 1:30 pm, Tue, 28 December 21