IND vs PAK, T20 World Cup 2021: ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ડ્રેસિંગ રૂમમાં ન મનાવ્યો જશ્ન, કર્યું આ કામ જુઓ VIDEO

|

Oct 25, 2021 | 12:03 PM

ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાની ટીમના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. પરંતુ પાક ટીમના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ બધા ડ્રેસિંગ રૂમમાં જશ્ન મનાવ્યો ન હતો., આગામી મેચની રણનીતિ બનાવી હતી.

IND vs PAK, T20 World Cup 2021: ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાને ડ્રેસિંગ રૂમમાં ન મનાવ્યો જશ્ન, કર્યું આ કામ જુઓ VIDEO
Pakistan cricket team

Follow us on

IND vs PAK, T20 World Cup 2021:T20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)માં ભારત સામે પાકિસ્તાન (Pakistan)ની જીત દરેક રીતે મોટી છે. આ જીત એટલો મોટો છે કારણ કે, પાકિસ્તાને પ્રથમ વખત ICC વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું છે.

આ જીત મોટી છે કારણ કે જે આજ સુધી અન્ય કોઈ પાકિસ્તાની કેપ્ટને નથી કર્યું, બાબર આઝમે (Babar Azam) કર્યું છે. આ જીત મોટી છે કારણ કે પાકિસ્તાન T20 ઈન્ટરનેશનલ (T20 International)માં ભારતને 10 વિકેટથી હરાવનારી પ્રથમ ટીમ બની ગઈ છે. પરંતુ, આ બધા ગુણોથી સજ્જ હોવા છતાં, પાકિસ્તાને (Pakistan) તેના ડ્રેસિંગ રૂમમાં ભારત પર આ જીતની ઉજવણી કરી નથી.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમ (Dressing room)માંથી જે વીડિયો સામે આવ્યો છે, તેમાં પાકિસ્તાની ખેલાડીઓ ભારતની હારનો જશ્ન મનાવી રહ્યા નથી પણ કંઈક બીજું કરતા જોવા મળે છે. પાક ટીમના ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ બધા ડ્રેસિંગ રૂમમાં હાજર હતા. પરંતુ તે ખુશી, તે ઉજવણી ખૂટી રહી હતી જે ભારતને હરાવ્યા બાદ આ પાકિસ્તાની (Pakistan) ટીમના ચહેરા પર જોવા મળવી જોઈતી હતી.

ડ્રેસિંગ રૂમમાં ઉજવણી ન કરી, કંઈક આવું કર્યું

પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમના વિડીયોમાં ભારતની હારની ઉજવણી કરવાને બદલે ખેલાડી (Player)ઓ આગળનું પ્લાનિંગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો પાકિસ્તાન ક્રિકેટના ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં કેપ્ટન અને કોચ ટીમને સંબોધતા અને આગળના ગેમ પ્લાન વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

અમારું ધ્યાન વર્લ્ડ કપ જીતવા પર છેઃ બાબર

આ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે તેમ, પ્રથમ કેપ્ટન બાબર આઝમે ટીમને સંબોધી હતી. તેણે કહ્યું કે ભારત સામેની જીત બાદ અમારે હોશ ગુમાવવાની જરૂર નથી. કારણ કે, માત્ર એક જ મેચ જીતી શકી છે. કામ પૂર્ણ થયું નથી. આપણે આત્મવિશ્વાસ જાળવવો પડશે. પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસનો શિકાર ન થાઓ.આપણું ધ્યાન વર્લ્ડ કપ જીતવા પર છે, જેને આપણે બધા આપણી રમતનો આનંદ ઉઠાવીને જીતીશું.

જે કામ બાકી છે તે પૂર્ણ કરવાનું છે

કેપ્ટન બાબર આઝમ બાદ ટીમના મુખ્ય કોચ સકલેન મુશ્તાકે પણ ટીમને બે શબ્દો કહ્યા હતા. તેણે પહેલા પ્લેઇંગ ઇલેવન અને સપોર્ટ સ્ટાફને બિરદાવ્યા જેમણે ભારતને હરાવ્યું. તે પછી તેણે કહ્યું કે જે થયું તે હવે ભૂલી જવાનું છે. હવે આપણે જે બાકી છે તે કરવાનું છે. બાકીની ટીમો આ વિચારસરણી સાથે અમારી સામે યોજના બનાવશે અને આપણે તેના માટે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચો : T20 World Cup 2021:પાકિસ્તાન સામેની હાર બાદ ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, માથું પકડીને પત્રકારને કહ્યું અવિશ્વસનીય

Next Article