ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ અમદાવાદમાં પાકિસ્તાન ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતર્યુ હતુ. શરુઆતમાં એક સમયે પાકિસ્તાનની ટીમની બેટિંગને લઈ લડાયક સ્કોર ખડકશે એમ લાગી રહ્યુ હતુ, ભારતીય બોલરોએ અપેક્ષાજનક બોલિંગ કરીને હરીફ ટીમને પરેશાન કરી દીધી હતી. પરંતુ માત્ર 191 રનમાં જ પાકિસ્તાનની ટીમ સમેટાઈ ગઈ હતી.
મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનના ટોચના બેટર્સને સમયાંતરે જ પેવેલિયન પરત મોકલી દીધા હતા. પાકિસ્તાને પ્રથમ વિકેટ 41 રનના સ્કોર પર ગુમાવી હતી.જ્યારે બીજી વિકેટ 73 રનના સ્કોર પર ગુમાવી હતી. જોકે બાબર અને રિઝવાને પાકિસ્તાનના સ્કોરબોર્ડને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
Innings Break!
A cracker of a bowling performance from #TeamIndia!
Jasprit Bumrah, Kuldeep Yadav, Ravindra Jadeja, Hardik Pandya & Mohd. Siraj share the spoils with 2️⃣ wickets each!
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/omDQZnAbg7
— BCCI (@BCCI) October 14, 2023
ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માહોલ જબરદસ્ત બનાવી દીધો હતો. પાકિસ્તાનની ઓપનિંગ ભાગીદારી મોહમ્મદ સિરાજે 41 રનના સ્કોર પર જ તોડી દીધી હતી. સિરાજે અબ્દુલ્લાહ શફીકને લેગબિફોર આઉટ કરીને પરત મોકલ્યો હતો. શફીકે 24 બોલનો સામનો કરીને 20 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ બીજી સફળતા હાર્દિક પંડ્યાએ અપાવી હતી. હાર્દિકે કેએલ રાહુલના હાથમાં ઈમામ ઉલ હકનો કેચ ઝડપાવ્યો હતો.
જોકે ત્યાર બાદ બાબર આઝમ અને રિઝવાને પાકિસ્તાનની બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને પેવેલિયન પરત ફરવા સાથે જ પાકિસ્તાન ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી. બાબર આઝમે 58 બોલનો સામનો કરીને 50 રન નોંધાવ્યા હતા. જ્યારે રિઝવાને 69 બોલનો સામનો કરીને 49 રન નોંધાવ્યા હતા. શકીલે 6 રન, ઇફ્તીખારે 4 રન, શાદાબ ખાને 2 રન, મોહમ્મદ નવાઝે 4 રન, હસન અલીએ 12 રન, તેમજ હારિસ રઉફે 2 રન નોંધાવ્યા હતા. શાહિન આફ્રિદી 2 રન નોંધાવી અણનમ રહ્યો હતો. તેણે 10 બોલનો સામનો કર્યો હતો.
પાકિસ્તાન સામે ભારતીય બોલરોએ તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. ટોચના ક્રમને પોતાની જાળમાં ફસાવ્યા બાદ તો જાણે કે પત્તાના મહેલની માફક પાકિસ્તાનની ટીમની રમતને ખતમ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહે 7 ઓવર કરીને 1 મેડન ઓવર કરીને 2 વિકેટ ઝડપી હતી. સિરાજે 8 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ 6 ઓવર કરીને 2 વિકેટ મેળવી હતી. કુલદીપ યાદવે 10 ઓવર કરી હતી અને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 9.5 ઓવરમાં 2 વિકેટ પોતાને નામે કરી હતી. શાર્દૂલ ઠાકુરે 2 ઓવર કરીને તેને વિકેટ મળી શકી નહોતી.
Published On - 5:23 pm, Sat, 14 October 23