T20 World Cup : ટીમ ઈન્ડિયાની હાલત નબળી કરનાર ઈશ સોઢીનો પ્રેસ કોન્ફરન્સમાં પરસેવો વળી ગયો, માતાના ડરથી ન આપ્યો સવાલનો જવાબ, જુઓ Video

|

Nov 01, 2021 | 1:54 PM

ઈશ સોઢીએ ભારત સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે વિરાટ કોહલી અને રોહિત શર્માની મહત્વની વિકેટ લીધી હતી.

T20 World Cup : ટીમ ઈન્ડિયાની હાલત નબળી કરનાર ઈશ સોઢીનો પ્રેસ કોન્ફરન્સમાં પરસેવો વળી ગયો, માતાના ડરથી ન આપ્યો સવાલનો જવાબ, જુઓ Video
Ish Sodhi

Follow us on

T20 World Cup : ન્યૂઝીલેન્ડ (New Zealand)ની ટીમે રવિવારે ટીમ ઈન્ડિયાની ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ની સેમીફાઈનલમાં પહોંચવાની આશા લગભગ ખતમ કરી દીધી છે. આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા. ટીમ વતી માત્ર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ઘૂંટણિયે પડવા માટે મજબૂર કરવામાં ભારતીય મૂળના કિવી બોલર ઈશ સોઢી (Ish Sodhi)એ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઈશ સોઢી (Ish Sodhi) એ રવિવારે ટીમ ઈન્ડિયા સામે 17 ઓવરમાં બે વિકેટ લીધી હતી. 29 વર્ષીય લેગ સ્પિનરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. સોઢીએ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્માની કિંમતી વિકેટ લીધી હતી. તેની બોલિંગે ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું હતું. જોકે, ટીમ ઈન્ડિયા (Team India)ને પરેશાન કરનાર આ બોલર પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેને હિન્દીમાં બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તે ડરી ગયો હતો.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

સોઢી હિન્દીમાં જવાબ આપી શક્યો ન હતો

સોઢીનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેમનો જન્મ ભારતના પંજાબ રાજ્યના લુધિયાણામાં થયો હતો. તેના માતા-પિતા પંજાબના છે, જો કે તે વધુ સારા જીવન માટે ઓકલેન્ડમાં સ્થાયી થયો હતો. સોઢી અહીં જ મોટા થયા અને પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી. ભારત સાથેના આ સંબંધને કારણે પ્રેસ કોન્ફરન્સ (Press Conference)માં તેમને હિન્દીમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું હતું. સોઢીએ હિન્દી પર પોતાની પકડ વિશે કહ્યું, મારી હિન્દી પર સૌની નજર હશે, સાહેબ મને લાગે છે કે જો મારી માતા આ જોઈ રહી છે અને જો હું કંઇક ખોટું બોલીશ તો તે મને ખૂબ ઠપકો આપશે. તેથી, આ વખતે હું અંગ્રેજીમાં જવાબ આપું છું પણ આશા છે કે હું મારી હિન્દી સુધારીશ.

સોઢી ભારત સામે સૌથી સફળ બોલર છે

સોઢી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. સુકાની વિરાટ કોહલીના આઉટ થતાની સાથે જ સોઢીએ ભારત સામે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 18 વિકેટ પૂરી કરી હતી. તેના પછી શ્રીલંકાના દુષ્મંતા ચમીરાનો નંબર આવે છે, જેમના નામે 14 વિકેટ છે. ઈશ અત્યાર સુધીમાં 17 ટેસ્ટ, 33 વનડે અને 59 ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 41, વનડેમાં 43 અને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 77 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 3 અડધી સદીની મદદથી 448 રન પણ બનાવ્યા છે.

 

આ પણ વાંચો : T20 World Cup 2021 ટીમ ઈન્ડિયાને 2 હાર બાદ પણ સેમીફાઈનલમાં સ્થાન મળશે ! જાણો કઈ રીતે

Next Article