IND vs ENG: રોહીત શર્મા કે વિરાટ કોહલી કોણ છે ફેવરીટ? વાસિમ જાફરનો જબરદસ્ત જવાબ, જુઓ

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની શરુઆત ને લઇને ફેંસમાં પણ ગજબ રોમાંચ છે. ભારતમાં ઘર આંગણે લાંબા અંતરાય બાદ હવે ક્રિકેટ રમાઇ રહી છે.

IND vs ENG: રોહીત શર્મા કે વિરાટ કોહલી કોણ છે ફેવરીટ? વાસિમ જાફરનો જબરદસ્ત જવાબ, જુઓ
Virat Kohli - Rohit Sharma
| Edited By: | Updated on: Feb 05, 2021 | 10:58 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝની શરુઆત ને લઇને ફેંસમાં પણ ગજબ રોમાંચ છે. ભારતમાં ઘર આંગણે લાંબા અંતરાય બાદ હવે ક્રિકેટ રમાઇ રહી છે. ઘર આંગણાના મેદાનમાં રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) જેવા તેમના ફેવરીટ પણ રમતા જોવા મળવાનો આનંદ વર્તાવા લાગ્યો છે. વિરાટ અને રોહિત વચ્ચે અણબનની ખબરો પણ અવારનવાર ચમકતી રહે છે. આવામાં બંનેના ફેન્સ પણ તેમની તુલના પણ કરતા રહેતા હોય છે. આ દરમ્યાન ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની સિરીઝના શરુ થવા દરમ્યાન એક ફેન એ વાસિમ જાફર (Wasim Jaffer) ને પુછી લીધુ કે, રોહીત શર્મા કે વિરાટ કોહલી માંથી કોણ છે તેમનો ફેવરીટ? જેની પર વાસિમ એ જે જવાબ આપ્યો તેણે ટીમ ઇન્ડીયા (Team India) ના ફેન્સના દિલ જીતી લીધા હતાં.

જાફરે પોતાના જવાબમાં લખ્યુ હતુ કે રોહિત અને વિરાટ #StrongerTogether ( સાથે અને મજબૂત). જાફરના જવાબ બાદ તો સોશિયલ મિડીયા પર ફેન્સે તેમના માટે અનેક પોષ્ટ કરી હતી. જાફર છેલ્લા કેટલાક સમય થી સોશિયલ મિડીયામાં ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યો છે. પોતાના મીમ્સ અને સિક્રેટ મેસેજ માટે મોટેભાગે ચર્ચામાં રહેવા લાગ્યો છે. રોહિત શર્માના માટે ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં તેના માટે બે ટેસ્ટ મેચ સારી રહી નહોતી. તો વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પ્રથમ બે ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરી ગયો હતો.

https://twitter.com/WasimJaffer14/status/1357205799383142400?s=20

https://twitter.com/Aayatzz/status/1357208089611575297?s=20

https://twitter.com/CloudyMahesh/status/1357206221359439874?s=20

https://twitter.com/Abhishek26021/status/1357322967219281920?s=20

 

Published On - 8:48 am, Fri, 5 February 21