IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યુ, પુત્રીના જન્મ અગાઉ અમે બંને જોઇ રહ્યા હતા શાર્દુલ અને સુંદરની રમત

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી શરુ થતા અગાઉ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મિડીયા સાથે વાત કરી હતી. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્રારા તેણે અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની કેપ્ટનશીપ વિશે વાત કરતા તેમણે, એક ખાસ પારીને જોઇ રહ્યો હોવાનો કહ્યુ હતુ.

IND vs ENG: વિરાટ કોહલીએ કહ્યુ, પુત્રીના જન્મ અગાઉ અમે બંને જોઇ રહ્યા હતા શાર્દુલ અને સુંદરની રમત
બ્રિસબેન ટેસ્ટની પ્રથમ પારીમાં બંને ખેલાડીઓએ અર્ધ શતક કર્યા હતા.
| Edited By: | Updated on: Feb 05, 2021 | 9:32 AM

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણી શરુ થતા અગાઉ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન મિડીયા સાથે વાત કરી હતી. એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દ્રારા તેણે અજીંક્ય રહાણે (Ajinkya Rahane) ની કેપ્ટનશીપ વિશે વાત કરતા તેમણે, એક ખાસ પારીને જોઇ રહ્યો હોવાનો કહ્યુ હતુ. જ્યારે પુત્રીનો જન્મ થવાનો હતો એ પહેલા તે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) અને શાર્દુલ ઠાકુર (Shardul Thakur) ની પારી જોઇ રહ્યો હતો. બ્રિસબેન ટેસ્ટની પ્રથમ પારીમાં બંને ખેલાડીઓએ અર્ધ શતક કર્યા હતા.

કોહલીએ મિડીયા સાથે વાતચીત કરતા ઓસ્ટ્રેલીયામાં ભારતને મળેલી શાનદાર જીત પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, રહાણેએ શાનદાર કેપ્ટનશીપ કરી હતી. જેના કારણે ભારતે જીત મેળવી હતી. રહાણેની સાથે પોતાના સંબંધો પર કોહલીએ કહ્યુ હતુ કે, અજીંક્ય રહાણે સાથે તેમનો સંબધ વિશ્વાસ આધારીત છે. તેણે ઓસ્ટ્રેલીયામાં પોતાની જવાબદારી બખૂબી નિભાવી હોવા હતી. કોહલીએ કહ્યુ હતુ કે, ફક્ત રહાણે અને હું જ નહી પરંતુ પુરી ટીમનો સંબંધ વિશ્વાસ પર ટકેલો છે. અમે બધા એક જ ગોલ તરફ કામ કરી રહ્યા છીએ, જે ટીમ ઇન્ડીયાને જીતતુ જોવાનુ છે.

કોહલીએ કહ્યુ હતુ કે હું અને રહાણે હંમેશા સાથે જ બેટીંગ કરવાની મજા માણીએ છીએ. અમે મેદાનમાં એખ બીજાનુ ખુબ સન્માન કરી એ છીએ. તે સંબંધ મેદાનની બહાર પણ છે. કોહલી એ કહ્યુ હતુ કે તે અને તેમની પત્નિ અનુષ્કા શર્મા બ્રિસબેનમાં ઓસ્ટ્રેલીયા સામેની ચોથી ટેસ્ટ મેચ નિહાળી રહ્યા હતા. એટલે કે તે સમયે તેઓ શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારી રમતને જોઇ રહ્યા હતા. એ જ દરમ્યાન ડોક્ટરે અમને બંનેને અંદર બોલાવ્યા હતા. મને નથી લાગતુ કે બંને ની તુલના કરવામાં આવી શકે છે. મારા માટે પિતા બનવુ મારા જીવનની સૌથી સુખદ ક્ષણ છે, જે હંમેશા રહેશે. હું જે કહી રહ્યો છુ તેને સમજવા માટે અનુભવ જરુરી છે.

Published On - 9:28 am, Fri, 5 February 21