IND vs ENG: ઘરઆંગણે વિરાટ કોહલી રહ્યો છે દમદાર, આ પાંચ કારણોથી ઇંગ્લેંડને ડર સતાવી રહ્યો છે

|

Feb 02, 2021 | 5:42 PM

વિરાટ કોહલી (Virat Kohli) ક્રિકેટની દુનિયામાં લેવાતુ એક એવુ નામ જેનાથી દરેક ટીમ અને દરેક બોલરના મનમાં ડર રહેતો હોય છે. ભારતીય ક્રિકેટના માટે આ ડર સારો છે ટેસ્ટ સિરીઝના પહેલા ઇંગ્લેંડ (England) ની પણ વિરાટ કોહલીએ ઉંઘ ઉ઼ડાવી રાખી છે.

IND vs ENG: ઘરઆંગણે વિરાટ કોહલી રહ્યો છે દમદાર, આ પાંચ કારણોથી ઇંગ્લેંડને ડર સતાવી રહ્યો છે
પાછલા પાંચ વર્ષોમાં, સૌથી વધુ ખતરનાક બેટ્સમેન તરીકે ઉભરી રહ્યો છે.

Follow us on

IND vs ENG: વિરાટ કોહલી (Virat Kohli) ક્રિકેટની દુનિયામાં લેવાતુ એક એવુ નામ જેનાથી દરેક ટીમ અને દરેક બોલરના મનમાં ડર રહેતો હોય છે. ભારતીય ક્રિકેટના માટે આ ડર સારો છે ટેસ્ટ સિરીઝના પહેલા ઇંગ્લેંડ (England) ની પણ વિરાટ કોહલીએ ઉંઘ ઉ઼ડાવી રાખી છે.

દરેક ટીમ અને બોલરની વિરાટ થી સતાવતા ડરના પોતા અલગ અલગ કારણો છે. ઇંગ્લેંડને એ વાતનો ડર છે કે ટેસ્ટ સિરીઝ (Test Series) ભારતીય જમીન પર રમાનારી છે. ભારતીય કંડીશન એટલે કે હોમ કંડીશનમાં વિરાટ કોહલીનો રેકોર્ડ પણ કંઇક એવો છે કો, ઇંગ્લેંડ તો શુ વિશ્વની કોઇ પણ ક્રિકેટ ડરી જાય. તે 5 કારણો બતાવીશુ કે તે જાણી અને સમજીને આપ પણ માનવા લાગશો કે, ઇંગ્લેંડની ઉંઘ ટેસ્ટ સિરીઝ પહેલા કંઇ એમ નથી ઉડી ગઇ, આ પાંચ બાબતો જવાબદાર છે.

1. ઘરેલુ કંડિશનમાં રનવીરઃ વિરાટ કોહલી ઘરેલુ કંડિશનમાં પાછલા પાંચ વર્ષોમાં, સૌથી વધુ ખતરનાક બેટ્સમેન તરીકે ઉભરી રહ્યો છે. વર્ષ 2016 થી અત્યાર સુધી ઘર આંગણે રમેલી 22 ટેસ્ટ ની 34 ઇનીંગમાં 2499 રન બનાવ્યા છે. જે કોઇ પણ બેટ્સમેન કરતા વધુ છે. આ લીસ્ટમાં ટોપ-5 માં ઇંગ્લેંડનો કોઇ ખેલાડી નથી. વિરાટ કોહલી પછી આ યાદીમાં 12 ટેસ્ટમાં 1451 રન બનાવનાર ઓસ્ટ્રેલીયાના માર્નસ લાબુશેન છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

2. સૌથી વધુ શતકઃ વિરાટ કોહલી ઘરેલુ સ્થિતીમાં પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ શતક લગાવનારા બેટ્સમેન છે. વર્ષ 2016માં અત્યાર સુધીમાં 10 શતક લગાવ્યા છે. જ્યારે 9 શતક સાથે કેન વિલિયમસન બીજા સ્થાન પર છે.

3. સર્વશ્રેષ્ઠ બેટીંગ સરેરાશઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસમાં વિરાટ કોહલી ઘરેલુ સ્થિતીમાં સર્વશ્રેષ્ઠ બેટીંગ સરેરાશ ધરાવે છે. તેણે પોતાના કેરીયરની 39 ટેસ્ટ ઘરમાં જ રમી છે. જેમાં તેમની સરેરાશ 68.42 રહી છે.

4. સૌથી વધારે કન્વર્ઝન રેટઃ વર્ષ 2016 થી અત્યાર સુધી ઘરેલુ સ્થિતીમાં વિરાટ કોહલીનો કન્વર્ઝન રેટ દુનિયાના કોઇપણ બેટ્સમેન કરતા સૌથી વધારે છે. આ દરમ્યાન તેણે 13 અર્ધશતકમાંથી 10ને શતકમાં બદલવમાં સફળ રહ્યો છે. મતલબ વિરાટ કોહલી જો અર્ધશતક ફટકારી લે છે તો, તેની શતક કરવાની શક્યતા વધી જાય છેય. આમ ઇંગ્લેંડ માટે કોહલીનુ અર્ધશતક ચિંતા વધારી મુકશે.

5. સૌથી વધુ બેવડા શતકઃ વિરાટ કોહલીએ પાછળના પાંચ વર્ષમાં સૌથી વધુ બેવડી સદી ફટકારી છે. આ દરમ્યાન તેણે 6 બેવડા શતક લગાવ્યા છે. આ યાદીમાં તેના પછી કેન વિલિયમસન 3 બેવડુ શતક લગાવી ચુક્યો છે.

વિરાટ કોહલી હાલના સમયમાં તે ક્લબમાં જોડાયેલો બેટ્સમેન છે, જેને ફેબ ફોર નામથી ઓળખવામાં આવે છે. ફેબ ફોરમાં વિરાટ કોહલીના ઉપરાંત સ્ટીવ સ્મિથ, કેન વિલિયમસન અને ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ નો સમાવેશ થાય છે. જેમાં વિરાટ કોહલીને છોડીને સૌએ નવા વર્ષમાં મોટા મોટા સ્કોરનો સ્વાદ ચાખી લીધો છે. તેમણે શતક પણ લગાવી લીધા છે. જ્યારે વિરાટ કોહલી ઇંગ્લેંડ સામેની શ્રેણી સાથે પોતાના નવા વર્ષના મિશનની શરુઆત કરશે. આવામાં તેનો પ્રયાસ પણ મોટા સ્કોર કરવાનો હશે.

Next Article