IND vs ENG: ઇંગ્લેંડ સામે અનુભવી ઇશાંત શર્મા અને સિરાજ વચ્ચે કશ્મકસ, અક્ષર પટેલને પણ તકની આશા

|

Feb 04, 2021 | 7:36 PM

ભારતની ઇંગ્લેન્ડ (India vs England) સામેની પ્રથમ ટેસ્ટની અંતિમ ઇલેવનની પસંદગી કરતી વખતે, અનુભવી ઇશાંત શર્મા (Ishant Sharma) ને સ્થાન આપવા માટે કશ્મકસ સર્જાશે. બીજા ઝડપી બોલરના સ્થાન માટે યુવાન મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ની ટક્કર સામનો કરવો પડશે.

IND vs ENG: ઇંગ્લેંડ સામે અનુભવી ઇશાંત શર્મા અને સિરાજ વચ્ચે કશ્મકસ, અક્ષર પટેલને પણ તકની આશા
બીજા ઝડપી બોલરના સ્થાન માટે યુવાન મોહમ્મદ સિરાજ ની ટક્કર સામનો કરવો પડશે.

Follow us on

ભારતની ઇંગ્લેન્ડ (India vs England) સામેની પ્રથમ ટેસ્ટની અંતિમ ઇલેવનની પસંદગી કરતી વખતે, અનુભવી ઇશાંત શર્મા (Ishant Sharma) ને સ્થાન આપવા માટે કશ્મકસ સર્જાશે. બીજા ઝડપી બોલરના સ્થાન માટે યુવાન મોહમ્મદ સિરાજ (Mohammad Siraj) ની ટક્કર સામનો કરવો પડશે. ફાસ્ટ બોલિંગ આક્રમણ જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) કરે છે અને તેના જોડીદાર તરીકે કોની પર પસંદગી ઉતારવી તે મુશ્કેલ છે. આ માટે તમામની નજર હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ અને કેપ્ટન વિરાટ કોહલી તરફ રહેશે. ઇશાંત શર્મા લગભગ એક વર્ષથી રેડ બોલ ક્રિકેટ રમ્યો નથી, જ્યારે સિરાજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન શાનદાર ફોર્મમાં હતો. જ્યાં તેણે બ્રિસ્બેનમાં એક ઇનિંગમાં પાંચ વિકેટ સહિત ત્રણ ટેસ્ટમાં કુલ 13 વિકેટ ઝડપી હતી.

દરમિયાન, ટીમ ઇન્ડિયાએ મંગળવારે ત્રણ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ચેપકની પરંપરાગત પિચને ધ્યાનમાં લઇએ તો, સામાન્ય રીતે સ્પિનરોને મદદરૂપ થાય છે. ભારત પાંચ ફેબ્રુઆરીથી શરુ થતી પ્રથમ ટેસ્ટમાં બે ઝડપી બોલરો અને ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. BCCI ના એક સૂત્રએ PTI ને કહ્યું કે, તે ચેપકની પરંપરાગત પીચ નુ સ્વરુપ છે. તેમાં ઇંગ્લેંડ જેવી પીચની ઝલક નહીં હોય. ભેજવાળા હવામાનમાં તમારે પીચ પર ઘાસની જરૂર હોય છે જેથી તે સરળતાથી તૂટી ન જાય. આ પિચ સ્પિનરોને હંમેશની જેમ મદદ કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સ્પિનરો અંગેનો નિર્ણય થોડો વધારે મુશ્કેલ હોઈ શકે છે, જ્યાં સિનિયર ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન અને ડાબા હાથના કાંડાના સ્પિનર ​​કુલદીપ યાદવ સાથે જોડાવા માટે ઇન ફોર્મ વોશિંગ્ટન સુંદર અને ડાબોડી સ્પિનર ​​અક્ષર પટેલ માંથી કોઇ પણ એકની પસંદગી થઈ શકે છે. બ્રિસ્બેનથી ડેબ્યૂ કરતી વખતે, વોશિંગ્ટને અડધી સદી ફટકારી હતી અને ચાર વિકેટ લીધી હતી, પરંતુ તેની હાજરીથી ટીમમાં બે એકસરખા સ્પિનરો હશે, પરંતુ તેમનો અનુભવ ઘણો જુદો હશે. અક્ષર પણ બેટિંગમાં પોતાની શક્તિ બતાવી શકે છે, જ્યારે તે રવિન્દ્ર જાડેજા ના સ્થાને સમાન વિકલ્પ છે.

Published On - 2:50 pm, Thu, 4 February 21

Next Article