IND vs ENG: બીજીવાર ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો વરુણ ચક્રવર્તી, હેમાંગ બદાણીએ લીધો ઝપાટે

IPL 2020માં પોતાની સ્પિન બોલીંગથી મોટા મોટા બેટ્સમેનોને પણ પોતાની ફીરકી પર ચકરાવે ચઢાવનાર વરુણ ચક્રવર્તી (Varun Chakraborty)ની ફીટનેસ તેના માટે મોટી સમસ્યા બની ગઈ છે.

IND vs ENG: બીજીવાર ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો વરુણ ચક્રવર્તી, હેમાંગ બદાણીએ લીધો ઝપાટે
Varun Chakraborty
| Edited By: | Updated on: Mar 11, 2021 | 6:35 PM

IPL 2020માં પોતાની સ્પિન બોલીંગથી મોટા મોટા બેટ્સમેનોને પણ પોતાની ફીરકી પર ચકરાવે ચઢાવનાર વરુણ ચક્રવર્તી (Varun Chakraborty)ની ફીટનેસ તેના માટે મોટી સમસ્યા બની ગઈ છે. NCAમાં બીજી વખત ફિટનેસ ટેસ્ટ (Fitness Test)ને વરુણ પાસ કરી શક્યો નથી. જેના બાદ હવે પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણી (Hemang Badani)એ સ્પિનર બોલરનો ખૂબ ક્લાસ લીધો છે. હેમાંગે ટ્વીટ કરતા પૂછ્યુ હતુ કે, વરુણ ખભાની ઈજાથી સ્વસ્થ થઈને પાછળના ત્રણ ચાર મહિનાથી શું કરી રહ્યા હતા. તેણે પોતાની ફિટનેસ પર કેમ કોઈ કામ ના કર્યુ.

 

પૂર્વ ભારતીય ક્રિકેટર હેમાંગ બદાણી પોતાના સમયમાં ભારતના સૌથી ફિટ અને ચુસ્ત ખેલાડી તરીકે જાણીતો હતો. તેમણે વરુણની ફિટનેસ ટેસ્ટમાં સતત ફેઈલ થવાને લઈને ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, હું સમજી શકુ છુ કે લોકો વરુણના ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ થવાથી દુ:ખી હશે. કારણ કે તે પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોઇ શકે, પરંતુ મારો સવાલ એ છે કે, પાછળના ત્રણથી ચાર મહિના સુધી શું કરી રહ્યા હતા. જ્યારે તેમના ખભાની ઈજાને લઈને નર્સીંગ કરવાને લઈને કોઈ પણ ક્રિકેટ નથી રમી. દરેક ખેલાડીને ટેસ્ટના બાબતે ખ્યાલ હોય છે અને તેણે તેના માટે તૈયાર રહેવાનું હતુ.

 

ખભાની ઈજાને લઈને વરુણે ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ ગુમાવ્યો હતો. તેના બાદ ઈંગ્લેન્ડની સામે T20 શ્રેણીના માટે પસંદગીકારોએ એકવાર ફરીથી તેની પર વિશ્વાસ દાખવતા વરુણને ટીમમાં સ્થાન આપ્યુ હતુ, જોકે વરુણ સતત બીજીવાર ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહ્યો છે. આઈપીએલ 2020માં વરુણ ચક્રવર્તીનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યુ હતુ. તેણે 13 મેચમાં 17 વિકેટ પોતાને નામે કરી હતી. આ દરમ્યાન તેણે એક વાર પાંચ વિકેટ પણ પોતાના નામે કરી લીધી હતી.

 

આ પણ વાંચો: રાજ્યમાં Senior Citizenને તેમના સંબંધી ઈરાદાપૂર્વક તરછોડાશે તો થશે કાનૂની કાર્યવાહી