IND vs ENG: ટીમ ઇન્ડીયાને પ્રથમ ટેસ્ટની શરુઆતે જ ઝટકો, અક્ષર પટેલ ઇજાને લઇ બહાર થતા ડેબ્યુ ચુક્યો

|

Feb 05, 2021 | 8:56 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજથી ટેસ્ટ શ્રેણીની શરુઆત થઇ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India,) ને એક મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) ને ઇજાને લઇને ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે.

IND vs ENG: ટીમ ઇન્ડીયાને પ્રથમ ટેસ્ટની શરુઆતે જ ઝટકો, અક્ષર પટેલ ઇજાને લઇ બહાર થતા ડેબ્યુ ચુક્યો
શાહબાદ નદીમ અને રાહુલ ચાહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજથી ટેસ્ટ શ્રેણીની શરુઆત થઇ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ (Team India) ને એક મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Akshar Patel) ને ઇજાને લઇને ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને શાહબાદ નદીમ (Shahabad Nadeem) અને રાહુલ ચાહર (Rahul Chahar) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એમ માનવામાં આવી રહ્યુ હતુ કે, ચેન્નાઇ ટેસ્ટથી અક્ષર પટેલ ટેસ્ટ ડેબ્યુ કરશે.

ટીઇ ઇન્ડીયાએ ઓપ્શનલ ટ્રેનીંગ સેશન દરમ્યાન અક્ષર પટેલના પગમાં ઘુંટણના દુખાવાની ફરીયાદ થઇ હતી. ચેન્નાઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડીયા ત્રણ સ્પીનર સાથે ઉતરવાની રણનીતી હતી. જોકે ભારત પાસે પહેલાથી જ સ્પિનર વિભાગને મજબૂત તૈયાર રાખવામાં આવ્યો હતો. અગાઉથી જ કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર જેવા ઓલરાઉન્ડર ખેલાડીઓ પણ ટીમ ઇન્ડીયામાં સમાયેલા છે. જોકે અક્ષર પટેલ પહેલા રવિન્દ્ર જાડેજાની ગેરહાજરી સર્જાવાને લઇને પટેલને સ્થાન મળ્યુ હતુ. તેના માટે ડેબ્યુ કરવાનો મોકો હતો અને જે તેણે ગુમાવવો પડ્યો છે. જોકે આ સ્થિતીમાં ટીમ મેનેજમેન્ટને પણ ટેન્શન વધી ગઇ હતી. વોશિંગ્ટન સુંદરે હાલમાં જ ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન જ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ, તેણે એ દરમ્યાન પોતાની બોલીંગ અને બેટીંગથી ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

https://twitter.com/BCCI/status/1357522915655352320?s=20

Next Article