IND vs ENG: ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, સિક્સર ફટકારવાનો નોંધાયો વિશ્વવિક્રમ

|

Mar 29, 2021 | 1:49 PM

પુણેના એમસીએ ક્રિકેટ સ્ટેડિયમ (MCA Stadium) માં રમાયેલી વન ડે શ્રેણી (ODI Series) ની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેંડને 7 રન થી હાર આપી હતી. આ સાથે જ ભારતે 2-1 થી સિરીઝને પોતાને નામે કરી લીધી હચી રોંમાંચ થી ભરપૂર રહેલી આ મેચનુ પરિણામ અંતિમ ઓવર દરમ્યાન સામે આવી શક્યુ હતુ.

IND vs ENG: ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝમાં છગ્ગાઓનો વરસાદ, સિક્સર ફટકારવાનો નોંધાયો વિશ્વવિક્રમ
India vs England ODI Series

Follow us on

IND vs ENG: પૂણેના એમસીએ ક્રિકેટ સ્ટેડિયમ (MCA Stadium) માં રમાયેલી વન ડે શ્રેણી (ODI Series) ની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેંડને 7 રન થી હાર આપી હતી. આ સાથે જ ભારતે 2-1 થી સિરીઝને પોતાને નામે કરી લીધી હચી રોંમાંચ થી ભરપૂર રહેલી આ મેચનુ પરિણામ અંતિમ ઓવર દરમ્યાન સામે આવી શક્યુ હતુ.ભારત અને ઇંગ્લેંડ (India vs England ) વચ્ચેની શ્રેણીમાં છગ્ગાઓનો વરસાદ સર્જાયો હતો. બંને ટીમોના બેટ્સમેનોએ સૌથી વધુ સિક્સર લગાવવાની જાણે કે હોડ લગાવી મુકી હતી. ત્રણ મેચની સિરીઝમાં કુલ 67 છગ્ગા લગાવ્યા હતા. જે એક નવો વિશ્વવિક્રમ રયાયો છે.

ઇંગ્લેંડને ત્રીજી વન ડે અને સિરીઝ જીતવાને લઇને અંતિમ ઓવરમાં 14 રન ની જરુરીયાત હતી. પરંતુ ટી નટરાજન (T Natarajan) ની શાનદાર બોલીંગને લઇને ઇંગ્લીશ ટીમ માત્ર 7 રન બનાવી શકી હતી. આ પહેલા ત્રણ મેચની વન ડે સિરીઝમાં સૌથી વધુ 57 સિક્સર લગાવવા નો રેકોર્ડ 2019માં નોંધાયો હતો. જે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમ્યાન રેકોર્ડ નોંધાયો હતો. ભારત અને ઇંગ્લેંડ ના બેટ્સમેનોએ આ રેકોર્ડને હવે તોડી નાંખ્યો છે.

ઇંગ્લેંડ તરફ થી સૌથી વધુ સિક્સર જોની બેયરસ્ટો (Jonny Bairstow ) એ સિરીઝ દરમ્યાન ફટકારી હતી. તેણે 14 સિક્સર લગાવી હતી. જ્યારે ઋષભ પંત (Rishabh Pant) એ 11 છગ્ગા લગાવ્યા હતા. ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 2017માં રમાયેલી વન ડે શ્રેણીમાં 56 સિક્સર લાગી હતી, જે હવે સૌથી વધુ સિક્સર લગાવવાની યાદીમાં ત્રીજા ક્રમે છે. આ પહેલા બીજી વન ડે મેચમાં ભારત અને ઇંગ્લેંડ ના બેટ્સમેનોએ 34 સિક્સર લગાવી હતી. જે વન ડે ની એક જ મેચમાં લગાવાયેલ ત્રીજા ક્રમાંકના સૌથી વધારે છગ્ગાનો આંકડો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

સિરીઝની નિર્ણાયક વન ડે મેચમાં કુલ 18 છગ્ગા લગાવ્યા હતા. ભારતની ટીમે પ્રથમ બેટીંગ કરતા 11 છગ્ગા લગાવાયા હતા. જેમાં ચાર હાર્દિક પંડ્યાના અને ચાર ઋષભ પંતના છગ્ગા નોંધાયા હતા. તો શાર્દુલ ઠાકુરે ત્રણ અને છગ્ગા લગાવ્યા હતા. જ્યારે ઇંગ્લેંડની ટીમ તરફ છી 7 છગ્ગા લગાવાયા હતા. જેમાં ત્રણ સેમ કરન (Sam Curran) અને બે મોઇન અલી દ્રારા ફટકારાયા હતા. એક સિક્સર લિયામ લિવિંગસ્ટોન દ્રારા પણ લગાવાઇ હતી. ઋષભ પંત (78) અને હાર્દિક પંડ્યા (64) રન કરીને ભારતીય ટીમને 329 રન સુધી પહોંડાડવામાં મદદ રુપ નિવડ્યા હતા. જેના જવાબમાં સેમ કરનની શાનદાર રમત સાથે ઇંગ્લેંડ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 322 રન જ બનાવી શકી હતી.

Next Article