IND vs ENG: ધોની સાથે સંબંધ ધરાવતા સૌરભ કુમાર જોવા મળ્યો ચેન્નાઇમાં નેટ બોલરના રુપમાં

|

Feb 04, 2021 | 4:51 PM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ સિરીઝ હવે શરુ થવાની ઘડીઓ ગણવામાં આવી રહી છે. તૈયારીઓ પણ હવે તેના આખરી તબક્કામાં છે. ટીમ ઇન્ડીયા (Team India) ના બેટ્સમેન નેટ પર પોતાની પ્રેકટીશ પણ પરસેવો વહાવી કરી રહ્યા છે.

IND vs ENG: ધોની સાથે સંબંધ ધરાવતા સૌરભ કુમાર જોવા મળ્યો ચેન્નાઇમાં નેટ બોલરના રુપમાં
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરભ કુમારે 44 મેચોમાં 192 વિકેટ મેળવી હતી.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ સિરીઝ હવે શરુ થવાની ઘડીઓ ગણવામાં આવી રહી છે. તૈયારીઓ પણ હવે તેના આખરી તબક્કામાં છે. ટીમ ઇન્ડીયા (Team India) ના બેટ્સમેન નેટ પર પોતાની પ્રેકટીશ પણ પરસેવો વહાવી કરી રહ્યા છે. આ કામ માટે તેમને મદદ કરી રહ્યા છે નેટ બોલર. જે નેટ બોલરોની વચ્ચે જ એક નામ છે, સૌરભ કુમાર (Saurabh Kumar). જે ઉત્તર પ્રદેશનો છે, પરંતુ તેને ઝારખંડમાં રહેવા વાળા ધોની સાથે ખુબ જૂનુ કનેકશન છે.

ધોની (MS Dhoni) એ તેનો કનેકશનને લઇને બતાવ્યુ હતુ. જોકે આ પહેલા સૌરભ કુમારના બેકગ્રાઉન્ડને સમજી લઇએ. તે યુપીનો સ્પિનર બોલર છે. વર્ષ 2014માં તેણે યુપીને માટે ડેબ્યુ કર્યુ હતુ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરભ કુમારે 44 મેચોમાં 192 વિકેટ મેળવી હતી. લિસ્ટ એ ક્રિકેટમાં તેણે 25 મેચોમાં 37 વિકેટ અને T20 ક્રિકેટમાં તેણે 21 વિકેટ ઝડપી હતી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

 

ધોની અને તેનો જૂનો નાતો છે. 27 વર્ષીય સૌરભ કુમાર ધોની સાથે IPL દરમ્યાન ઓળખાણ થઇ હતી. 2017માં ધોની જ્યારે પુણે સુપરજાયન્ટ્સ નો હિસ્સો હતા, ત્યારે ઉત્તરપ્રદેશ ના સ્પિનર સૌરભ પણ તે ટીમમાં સામેલ હતો. જોકે સૌરભને આઇપીએલમાં એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.

ઇંગ્લેંડની સામે ટેસ્ટ સિરીઝ માટે તેને કૃષ્ણપ્પા ગૌતમ સાથે નેટ બોલર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે. ચેન્નાઇની નેટ પર તે અજીંક્ય રહાણે ને બોલીંગ કરી રહેલો જોવા મળ્યો છે. રહાણેએ પોતાનો અભ્યાસ કરતો વિડીયો સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો. જેમાં સૌરભ કુમારની ઝલક પણ જોવામ મળે છે.

મતલબ એ પણ છે કે તે, ટીમ ઇન્ડીયાના પસંદગીકારોના રડાર પર પણ છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની શ્રેણીં ટી નટરાજન નેટ બોલરના સ્વરુપે જ પ્રવાસ પર ટીમ સાથે ગયો હતો. જ્યાં તેણે ટીમ ઇન્ડીયા વતી ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યુ હતુ. આવામાં સૌરભ કુમાર માટે પણ આશા હોવી જોઇએ કે એક દિવસ તેનુ પણ કિસ્મત ચમકે અને તે ફ્રન્ટ લાઇ બોલરમાં પોતાનુ નામ પણ દર્જ કરાવે. આખરે ક્રિકેટમાં મહેનત સાથે કિસ્મત પણ એટલુ જ મહત્વ ધરાવે છે.

Next Article