IND vs ENG: રોહિત શર્માને બોલીંગ માટે અજમાવ્યો તો હરભજનની કરી નકલ, એક્શન જોઈ ફેન્સ મજા પડી ગઈ

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ હાવી થઈ ચુકી છે. બીજા દિવસે ભારત સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા ભારત સામે 500થી વધુ રન બનાવી લીધા છે.

IND vs ENG: રોહિત શર્માને બોલીંગ માટે અજમાવ્યો તો હરભજનની કરી નકલ, એક્શન જોઈ ફેન્સ મજા પડી ગઈ
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:17 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ હાવી થઈ ચુકી છે. બીજા દિવસે ભારત સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરતા ભારત સામે 500થી વધુ રન બનાવી લીધા છે. કેપ્ટન જો રુટ (Jo Root)એ પોતાની 100મી ટેસ્ટ મેચ રમતા બેવડી સદી ફટકારી હતી. ભારતીય બોલરો પણ વિકેટ માટે બીજા દિવસે પણ સંઘર્ષની સ્થિતી રહી હતી. આ દરમ્યાન આખરે વિરાટ કોહલી (Virat Kohli)એ રોહિત શર્મા (Rohit Sharma)ને બોલીંગ માટે કોલ આપ્યો હતો.

 

 

રોહિત શર્મા જે સમયે બોલીંગ કરવા માટે આવ્યા હતા એ સમયે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ ક્રીઝ પર હાજર હતા. રોહિત શર્મા આ દરમ્યાન બોલીંગ કરતા હરભજન સિંહ (Harbhajan Singh)ની નકલ કરતો હોય એમ જોવા મળ્યો હતો. ફેન્સને પણ તેની આ બોલીંગ સ્ટાઈલ ખૂબ પંસદ આવી હતી. ફેન્સ પણ રોહિતના વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. આ પહેલા રોહિત શર્મા ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં અધૂરી ઓવરને પુરી કરવા બોલીંગ કરતો નજરે ચડ્યો હતો.

 

ભારતીય ટીમ આ સમયે એ પ્રયત્નમાં છે કે, ઈંગ્લેન્ડને જલ્દી આઉટ કરી શકાય. ઈંગ્લેન્ડ 600 રનથી વધારેનો સ્કોર કરવામાં સફળ રહેશે તો ભારતીય ટીમ પર દબાણ વધશે. આ પહેલા શુક્રવારે ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન જો રુટનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો છે. ટીમ હવે એક મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે.

 

https://twitter.com/TrendsRohit/status/1357979368480415747?s=20

https://twitter.com/AdityaRohit45/status/1357977620042842112?s=20