IND vs ENG: અંતિમ ઇલેવનમાં એન્ટ્રી લેનારા શાહબાઝનાં રિટાર્યડ DSP પિતાએ કહ્યુ, દિકરો હાર નથી માનતો

|

Feb 06, 2021 | 11:02 AM

ડાબોડી સ્પિન બોલર શાહબાઝ નદીમ (Shahbaz Nadeem) સાથે અચાનક જ બધું થતુ રહે છે. ભારતની ઇંગ્લેન્ડ (India vs England) સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રેક્ટિસ બોલર તરીકે નદીમ ભારતીય ટીમ સાથે સંકળાયેલ હતો. નદીમને ભારતીય ટીમ (Team India) ની અંતિમ 14 માં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો.

IND vs ENG: અંતિમ ઇલેવનમાં એન્ટ્રી લેનારા શાહબાઝનાં રિટાર્યડ DSP પિતાએ કહ્યુ, દિકરો હાર નથી માનતો
ઝારખંડના નદીમની આ બીજી ટેસ્ટ મેચ છે. આ પહેલા તેની ટેસ્ટ ડેબ્યૂ પણ અચાનક થઈ હતી.

Follow us on

ભારતની ઇંગ્લેન્ડ (India vs England) સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રેક્ટિસ બોલર તરીકે નદીમ ભારતીય ટીમ સાથે સંકળાયેલ હતો. નદીમને ભારતીય ટીમ (Team India) ની અંતિમ 14 માં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. પરંતુ આમ છતાં તે શુક્રવારે ભારત માટે બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

કેટલાક કલાકો પહેલા જ ઇજાગ્રસ્ત અક્ષર પટેલ (Akshar Patel) ની જગ્યાએ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આમ નસીબે તેને પ્લેઇંગ ઇલેવન (Playing XI) માં પણ જગ્યા અપાવી હતી. ડાબોડી સ્પિન બોલર શાહબાઝ નદીમ (Shahbaz Nadeem) સાથે અચાનક જ બધું થતુ રહે છે.

ઝારખંડના નદીમની આ બીજી ટેસ્ટ મેચ છે. આ પહેલા તેની ટેસ્ટ ડેબ્યૂ પણ અચાનક થઈ હતી. રાંચીમાં તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ માટે ટીમમાં ન હતો, પરંતુ કુલદીપ યાદવ ઘાયલ થયો હતો અને તેને તેની પહેલી મેચ રમવાની તક મળી હતી. જે વખતે તે કોલકાતામાં હતો. અચાનક તેને ફોન આવ્યો કે તેણે આવતી કાલે મેચ રમવાનું છે, રાત્રે જમીન માર્ગ દ્વારા મુસાફરી કર્યા બાદ તે ટીમ સાથે જોડાયો હતો અને સવારે મેચ રમ્યો હતો. પંદર વર્ષ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા પછી, નદીમને ટેસ્ટ કેપ પહેરવાની તક મળી હતી.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

માહિતી મુજબ, ઇંગ્લેન્ડ સામે ચેન્નઇમાં ભારતીય ટીમ ત્રણ સ્પિન બોલરો સાથે રમવા માંગતી હતી. વોશિંગ્ટન સુંદર અને અશ્વિનની પસંદગી નિશ્ચિત હતી. અક્ષર પટેલ મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં ઓફ સ્પિનર દિપક ચહર અને શાહબાઝ નદીમ બેમાંથી એકની ટીમમાં પસંદગી થવાની હતી. આ રીતે, કેપ્ટન વિરાટ કોહલીએ નદીમ પર દાવ રમ્યો અને તેને અંતિમ અગિયારમાં સમાવી લીધો. તેણે પ્રેક્ટિસ દરમિયાન સ્પિનિંગ બોલમાં ટીમને પ્રભાવિત કર્યા હતા.

તેના પિતા નિવૃત્ત DSP જાવેદ મહેમૂદ ચેન્નઈ ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવનમાં નદીમના સમાવેશ થી ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે પંદર વર્ષ સુધી પ્રથમ વર્ગ રમ્યા પછી પુત્રને ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હતો, હવે તે તેની શરૂઆતની લગભગ સવા વર્ષ પછી તેની કારકિર્દીની બીજી ટેસ્ટ રમી રહ્યો છે. જે કોઈ પણ ખેલાડી માટે ખૂબ લાંબો સમય ગણાય છે. તેણે પ્રથમ ટેસ્ટ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. તે ઘરેલું ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે. પરંતુ તેણે ધૈર્ય છોડ્યુ નહીં અને સતત પરિશ્રમ ચાલુ રાખ્યો. અમને તેની રમત થી ખૂબ ખુશ છીએ.

નદીમ ના મેન્ટર એ.આર. રહેમાને કહ્યું કે લાંબા સમય પછી તેને એક તક મળી છે અને તે વધુ સારું પ્રદર્શન કરશે. શાહબાઝને પોતાના ઉપર પૂરો વિશ્વાસ હતો. તે કહેતો હતો કે જ્યારે તક મળશે ત્યારે ચોક્કસ શ્રેષ્ઠ કરશે.. આ જ કારણ છે કે, તે ચેન્નઈ ટેસ્ટમાં સકારાત્મક વિચારસરણી સાથે ટીમમાં જોડાયો છે.

Next Article