ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટેસ્ટ મેચનો અંતિમ અને નિર્ણાયક દિવસ હતો. નોટિંગહામ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પાંચમાં દિવસની રમતની શરુઆતે મજબૂત સ્થિતી ઘરાવતુ હતુ. પરંતુ નિરાશા સાથે રમતનો અંત આવી ચુક્યો હતો. ભારતીય ટીમ ને ઇંગ્લેન્ડે 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ભારતે પાંચમાં દિવસની રમત દરમ્યાન જીતની પ્રબળ આશા હતી, એવા સમયે જ વરસાદે રમતને બગાડી દીધી હતી. જેને લઇને અંતે રમત ડ્રો સાથે સમાપ્ત જાહેર કરી હતી.
ભારતીય ટીમને 9 વિકેટ અંતિમ ઇનીંગની રમત દરમ્યાન બાકી હતી અને 157 રન જીત માટે જરુરી હતી. આમ ટીમ ઇન્ડીયા માટે વિજય નજીક માનવામાં આવી રહી હતી. પરંતુ વરસાદે રમત પર પાણી ફેરવી દીધુ હતુ. રમતની શરુઆત પહેલા થી જ નોટિંગહામમાં વરસાદને લઇને રમત શરુ થઇ શકી નહોતી. વરસાદે પ્રથમ સેશન બગાડી દીધુ હતુ.
બીજા સેશનની રમત પણ વરસાદે ખતમ કરી દીધી હતી. લંચ અને ટી બ્રેક નો સમય પણ વિતી જવા છતાં, રમત ફરી શરુ થઇ શકી નહોતી. આમ અંતે વરસાદની સ્થિતીને ધ્યારે રાખીને દિવસની રમત રદ કરી દેવામાં આવી હતી. ટેસ્ટ નો અંતિમ દિવસ રદ થઇ જવાને લઇને આખરે મેચને ડ્રો ની સ્થિતી પર સમાપ્ત જાહેર કરવામાં આવી હતી.
ભારતીય ટીમે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ટોસ જીતીને ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડની ટીમને 183 રન પર જ ઓલઆઉટ કરી દીધુ હતુ. ભારતીય બોલરો એ ઇંગ્લેન્ડ સામે પ્રથમ ઇનીંગમાં ઇંગ્લીશ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા.
ભારતીય ટીમે પ્રથમ ઇનીગમાં ઇંગ્લેન્ડ પર 95 રનની લીડ મેળવતી રમત રમી હતી. જ્યારે બીજી ઇનીંગમાં ઇંગ્લેન્ડની ટીમે બીજી ઇનીંગમાં 303 રન કર્યા હતા. મજબૂત લીડને લઇને ભારતને 209 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. જેને પાર પાડવા માટે ચોથા દિવસની ભારતની રમત શરુ થઇ હતી. જેમાં એક વિકેટ ગુમાવીને 52 રન કર્યા હતા. આમ 157 રનની જીત માટે જરુર હતી. પરંતુ વરસાદે જીતની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.
Published On - 8:30 pm, Sun, 8 August 21