IND vs ENG: ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમ્યાન કોહલી ટોસ જીતવા માટે પણ તરસી ગયો, ફેન્સે લીધી મજા, જુઓ

આજે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) લગાતાર ટોસ હારવાનો સીલસીલો જાળવી રાખ્યો છે.

IND vs ENG: ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમ્યાન કોહલી ટોસ જીતવા માટે પણ તરસી ગયો, ફેન્સે લીધી મજા, જુઓ
India vs England
| Edited By: | Updated on: Mar 28, 2021 | 6:15 PM

આજે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) લગાતાર ટોસ હારવાનો સીલસીલો જાળવી રાખ્યો છે. તેણે ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ (ODI Series)ની નિર્ણાયક મેચમાં પણ ફરી એકવાર ટોસ હાર્યો હતો. જેને લઈને ટીમે હરીફના નિર્ણય પર પ્રથમ બેટીંગ કરવાનો વખત આવ્યો હતો. ઈંગ્લેન્ડ સામે સતત છઠ્ઠી વાર કોહલી ટોસ જીતી શક્યો નથી તો ઈંગ્લેન્ડના સમગ્ર પ્રવાસ દરમ્યાન જોવામાં આવે તો 12માંથી માત્ર 2 વખત જ કોહલી ટોસ જીતી શક્યો છે તો વળી ફરી એકવાર ટોસ ગુમાવવાને લઈને સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

 

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે અંતિમ વાર ટોસ અમદાવાદમાં T20 સિરીઝ દરમ્યાન જીત્યો હતો. જે સિરીઝને બીજી મેચ દરમ્યાન કોહલીને ટોસ નસીબ થઈ શક્યો હતો. જે મેચમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે પોતાના T20 કેરીયરમાં ડેબ્યૂ કર્યુ હતુ, આ મેચમાં ભારતે સાત વિકેટથી જીત હાંસલ કરી હતી. જે મેચ બાદ ભારતે ત્રણેય મેચમાં ટોસ ગુમાવ્યો હતો અને હવે તે સીલસીલો વન ડે શ્રેણીમાં પણ જળવાઈ રહ્યો હતો.

 

https://twitter.com/imKirti78/status/1376076516287676419?s=20

 

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વન ડે શ્રેણીની નિર્ણાયક મેચમાં એક વાર ફરીથી ટોસ હારી ગયો હતો. પરંતુ મેચ શરુ થતાં જ તેના માટે યાદગાર મેચ બની ગઈ હતી. વિરાટ કોહલી હવે ભારત તરફથી વન ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં 200 કે તેથી વધારે મેચમાં કેપ્ટનશીપ નિભાવનાર ત્રીજો ખેલાડી બની ચુક્યો છે. તેના પહેલા મહેન્દ્રસિંહ ધોની અને મહંમદ અઝહરુદ્દીન આ ઉપલબ્ધી હાંસલ કરી ચુક્યા છે. વિરાટ કોહલીના ટોસ હારવાના સીલસીલાને લઈને ફેંસે મજા લીધી હતી. એક ફેંસે તો પીએમ મોદીની બાંગ્લાદેશ યાત્રાની તસ્વીરને લઈને પણ કોહલી પર કટાક્ષ કરી દીધો હતો!