IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ

|

Sep 05, 2021 | 3:49 PM

તેને આ સજા ઓવલમાં કરવામાં આવેલા તેના કાર્યોને કારણે મળી છે. ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસની રમતમાં કેએલ રાહુલે જે પણ કર્યું, તેનું પરિણામ તેણે ભોગવવું પડશે.

IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ
ind vs eng kl rahul fined for showing dissent towards the umpires

Follow us on

IND vs ENG: ઓવલ ટેસ્ટ(Oval Test)ના ચોથા દિવસ (Day 4)ની શરૂઆત પહેલા ભારત માટે આ સમાચાર સારા નથી. ખરેખર, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી કેએલ રાહુલ (Star player KL Rahul)ને સજા થઈ છે. તેને આ સજા ઓવલમાં કરવામાં આવેલા તેના કાર્યોને કારણે મળી છે.

ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસની રમતમાં કેએલ રાહુલે (KL Rahul) જે પણ કર્યું, તેનું પરિણામ તેણે ભોગવવું પડશે. હવે તમે વિચારતા હશો કે ભારતીય ઓપનરે શું કર્યું? તો જણાવી દઈએ કે ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસની રમતનો છે. અને KL રાહુલના આઉટ થવા પર છે.

ઓવલ ટેસ્ટ (Oval test)ના બીજા દાવમાં જ્યારે કેએલ રાહુલ 46 રને જેમ્સ એન્ડરસન દ્વારા આઉટ થયો ત્યારે તેણે અમ્પાયર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે અમ્પાયરના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેનો વાંધો ઉઠાવ્યો. આ બધું ભારતની બીજી ઇનિંગની 34મી ઓવરમાં થયું હતું. અમ્પાયરે અપીલ ફગાવી દીધી હતી. પરંતુ ઇંગ્લેન્ડે ડીઆરએસ (England DRS)દ્વારા નિર્ણય પોતાની તરફ ફેરવ્યો. રાહુલને લાગ્યું કે, જે અવાજ આવ્યો તે બોલ અને બેટની ટક્કરનો નથી, પણ પેડ અને બેટની ટક્કરનો છે. પરંતુ, અમ્પાયરે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કેએલ રાહુલને સજા મળી

જ્યારે કેએલ રાહુલ આ નિર્ણયથી અસહમત હતા, ત્યારે તેઓ આઈસીસીની આચારસંહિતા (ICC Code of Conduct)ની કલમ 2.8 હેઠળ નિયમો તોડવા માટે દોષિત સાબિત થયા હતા. આ માટે રાહુલને મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે તેના એક ડિમેરિટ માર્ક પણ ઘટાડવામાં આવ્યા હતા.

છેલ્લા 24 મહિનામાં કેએલ રાહુલ(KL Rahul) નું આ પ્રથમ નિયમનું ઉલ્લંઘન છે. રાહુલનો નિર્ણય ત્રીજા અમ્પાયર માઇકલ ગફ અને મેચ રેફરી ક્રિસ બ્રોડ સિવાય ફિલ્ડ અમ્પાયર એલેક્સ વ્હાર્ફ અને ઇલિંગવર્થ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો. રાહુલે પોતાની ભૂલ સ્વીકારી લીધી, જેના કારણે આ મુદ્દે વધુ સુનાવણીની જરૂર નથી.

ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ (Oval test)ની બીજી ઈનિંગમાં કેએલ રાહુલે માત્ર 46 રન જ બનાવ્યા ન હતા પરંતુ રોહિત શર્મા સાથે ઓપનિંગ વિકેટ માટે 83 રનની ભાગીદારી પણ કરી હતી. કેએલ રાહુલે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પણ પોતાના નામે સદી નોંધાવી છે.

આ પણ વાંચો : Tokyo Paralympics-2021 : કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો

આ પણ વાંચો : Tokyo Paralympicsભારતનો ડંકો વાગ્યો, 5 ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

Next Article