IND vs ENG: ઇરફાન પઠાણે બતાવ્યુ, આવી હોઇ શકે છે ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમ

|

Feb 04, 2021 | 9:32 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની રમાનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શરુ થવામાં હવે સમય ગણાઇ રહ્યો છે. આવતીકાલે શુક્રવાર થી સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઇ (Chennai Test) માં રમાનારી છે. આ પ્રથમ મેચમાં ભારતીય ટીમનુ પ્લેઇંગ ઇલેવન (playing XI) કેવી રહેશે તેને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી છે.

IND vs ENG: ઇરફાન પઠાણે બતાવ્યુ, આવી હોઇ શકે છે ઇંગ્લેંડ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમ
Team India

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની રમાનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં શરુ થવામાં હવે સમય ગણાઇ રહ્યો છે. આવતીકાલે શુક્રવાર થી સિરીઝની પ્રથમ મેચ ચેન્નાઇ (Chennai Test) માં રમાનારી છે. આ પ્રથમ મેચમાં ભારતીય ટીમનુ પ્લેઇંગ ઇલેવન (playing XI) કેવી રહેશે તેને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે (Irfan Pathan) એક અખબાર સાથે વાત કરતા તેમના મુજબની પ્લેઇંગ ઇલેવન બતાવી હતી.

ઇંગ્લેંડ સામેની સિરીઝની પ્રથમ મેચ માટે ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં, ઇરફાન એ અનુભવી રોહિત શર્મા સાથે ઓપનીંગ માટે શુભમન ગીલને પસંદ કર્યો છે. ત્રીજા નંબર માટે તેમણે ચેતેશ્વર પુજારા અને ચોથા સ્થાન માટે ટીમના કેપ્ટન વિરાટ કોહલી. ત્યાર બાદ વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે અને છઠ્ઠા નંબર પર વિકેટકીપર ઋષભ પંત.

ઇરફાન પઠાણે બતાવ્યુ હતુ કે, ઓપનરની વાત કરીએ તો શુભમન ગીલ અને રોહિત શર્મા, વિરાટ કોહલીના પરત ફરવાથી ઉત્સુક હશે. આશા રહેશે કે હંમેશાની માફક તે કેટલા શતક ફટકારે છે. સ્વભાવિક વાત છે કે, હવે પાંચ બોલર સાથે રમવામાં આવશે તો અજીંક્ય રહાણે અને પુજારાની જગ્યા હશે. ઇરફાને ત્રણ સ્પિનર સાથે ટીમ ઉતરવી જોઇએ તેમ ઇરફાનની સલાહ છે. અશ્વિન અને વોશિંગ્ટન સુંદર ને સ્પિનરની સાથે જ બેટસમેન સ્વરુપે પણ જુએ છે. તો કુલદીપ યાદવ ને ટીમમાં મુખ્ય સ્પિનરના સ્વરુપે સામેલ કર્યો છે. ઝડપી બોલીંગમાં અનુભવી ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહની જોડી હશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઇરફાન એ આગળ એ પણ કહ્યુ હતુ કે, વોશિગ્ટન સુંદરની પણ જગ્યા જોઉ છુ. કુલદિપ યાદવ, અશ્વિન અને બે ઝડપી બોલર. બમરાહ અને ઇશાંત શર્મા ફીટ છે તો પહેલા તેમને સ્થાન મળવુ જોઇએ. વિકેટકીપીંગમાં ઋષભ પંત હશે.

ઇરફાન પઠાણ મુજબ પસંદ કરવામા આવેલી પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, કુલદિપ યાદવ, ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહ.

Next Article