IND vs ENG: ભારતનો વન ડે શ્રેણીમાં 2-1થી રોમાંચક વિજય, સેમ કરનની બેટિંગ એળે ગઈ

|

Mar 28, 2021 | 10:32 PM

પુણેમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ હતી. ભારતે શ્રેણીને 2-1થી શાનદાર રીતે જીતી લીધી છે.

IND vs ENG: ભારતનો વન ડે શ્રેણીમાં 2-1થી રોમાંચક વિજય, સેમ કરનની બેટિંગ એળે ગઈ
Team India

Follow us on

પુણેમાં ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વન ડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઈ હતી. ભારતે શ્રેણીને 2-1થી શાનદાર રીતે જીતી લીધી છે. કોહલીએ ઈંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝ (ODI Series)ની નિર્ણાયક મેચમાં ટોસ હાર્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને પ્રથમ બેટીંગ કરવા મેદાને ઉતાર્યુ હતુ. ભારતે સારી શરુઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 100 કરતા વધુ રનની ભાગીદારી રમત રમી હતી, ભારત 48.2 ઓવરમાં 329 રન કરીને ઓલઆઉટ થયુ હતુ. વળતા જવાબમાં ઈંગ્લેન્ડે અંત સુધી રમતને જીવંત રાખીને મેચને રોમાંચક બનાવી હતી.

 

ઈંગ્લેન્ડની બેટીંગ
શરુઆતની બંને મેચો દરમ્યાન શાનદાર શરુઆત કરનાર ઈંગ્લેન્ડ આજે મહત્વની મેચમાં જ તેનો એ સીલસીલો ચુકી ગયુ હતુ. ઈંગ્લેન્ડનો ઓપનર જેસન રોય પ્રથમ ઓવરમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે 6 બોલની રમતમાં 14 રન કર્યા હતા. જ્યારે જોની બેયરસ્ટોએ માત્ર એક જ રન કરીને આઉટ થયો હતો. આમ ઇંગ્લેંડે 28 રનના સ્કોર પર જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. બેન સ્ટોક્સ 35 રન કરીને નટરાજનનો શિકાર બન્યો હતો. ડેવિડ મલાને લડત આપતુ અર્ધશતક લગાવ્યુ હતુ. તેને શાર્દુલ ઠાકુરે આઉટ કરતા ઇંગ્લેંડ પર દબાણની સ્થિતી સર્જાઈ હતી. જોસ બટલર 15 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. લિયામ લિવીંગસ્ટોને 31 બોલમાં 36 રન કર્યા હતા. જ્યારે મોઈન અલીએ 25 બોલમાં 29 રન કર્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

સેમ કરને મેચમાં ઈંગ્લેંડને બનાવી રાખતા એક તબક્કે મેચ રોમાંચક સ્થિતી ભરી લાગી રહી હતી. કરને અણનમ 96 રનની રમત રમી હતી. જોકે આદિલ રાશિદની વિકેટ ગુમાવતા ઇંગ્લેંડની સ્થિતી ફરીથી મુશ્કેલ લાગવા લાગી હતી. રાશિદે 22 બોલમાં 19 રન અને માર્ક વુડે પણ 14 રન કરીને કરનના લડાયક મુડમાં સાથ પુર્યો હતો. અંતમાં બે વાર કેચ ડ્રોપ કર્યા હતા અને મેચ ઇંગ્લેંડ માટે જીવંત રહી હતી.

 

ભારતની બોલીંગ
શાર્દુલ ઠાકુરે જબરદસ્ત બોલીંગ કરી હતી. તેણે 4 વિકેટ ઝડપી હતી. જોકે તેણે 10 ઓવરમાં 67 રન આપ્યા હતા. ભૂવનેશ્વર કુમારે આજે શાનદાર બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. તેણે 3 વિકેટ ઝડપી હતી ભૂવનેશ્વરની બોલીંગ રનની બાબતમાં પણ કરકસર ભરી રહી હતી. તેણે 10 ઓવરમાં 42 રન આપ્યા હતા. નટરાજને એક વિકેટ ઝડપી હતી. જોકે નટરાજન ખર્ચાળ રહ્યો હતો.

 

ભારત બેટીંગ

શિખર ધવન, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે આજે શાનદાર રમત રમીને અર્ધશતક લગાવ્યા હતા. ત્રણેય ખેલાડીઓએ આક્રમકતા સાથે બેટીંગ કરીને ભારતના સ્કોરબોર્ડને આગળ ધપાવ્યુ હતુ. રોહિત શર્મા 37 બોલમાં 37 રન કરીને આદિલ રાશિદના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. શિખર ધવન 56 બોલમાં 67 રન કરીને રાશિદના બોલ પર તેના જ હાથે કેચ આઉટ થયો હતો. શિખર અને રોહિતે 103 રનની ભાગીદારી રમત 14.4 ઓવરમાં રમી હતી. વિરાટ કોહલી 7 રન કરીને મોઈન અલીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. કે એલ રાહુલ પણ 7 રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. આમ 154 રનમાં જ ટોપ ઓર્ડરની મહત્વની 4 વિકેટ ભારત ગુમાવી બેઠુ હતુ.

 

 

જો કે બાદમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ સ્થિતી સંભાળતી બેટીંગ કરી હતી. બંનેએ વિકેટ સાચવતી બેટીંગ સાથે આક્રમક રમત રમી હતી. બંનેએ શાનદાર અર્ધશતક લગાવીને ભારતને એક સમયે મુશ્કેલી સર્જાયેલી સ્થિતીને વિખેરી નાંખી હતી. સાથે જ બંને એ ટીમ માટે જરુરી એવા મોટા સ્કોરના પ્રોજેક્ટને આગળ ધપાવ્યો હતો. પંતે 62 બોલમાં 78 રન 4 છગ્ગા સાથે કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 44 બોલમાં 64 રન કર્યા હતા, તેણે 4 છગ્ગા લગાવ્યા હતા. કૃણાલ પંડ્યાએ 25 અને શાર્દુલ ઠાકુરે 30 રન કર્યા હતા. જોકે અંતિમ ઓવરોમાં વિકેટો ગુમાવતા રનની ગતી ધીમી પડી હતી.

 

ઇંગ્લેંડ બોલીંગ

માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. 7 ઓવરમાં 34 રન એક મેડન ઓવર સાથે આપ્યા હતા. આદિલ રાશિદે ભારતીય ઓપનીંગ જોડી સેટ થઈ સ્કોર બોર્ડ આગળ ચલાવતી હતી, ત્યારે જ તેણે સફળતા મેળવી હતી. તેણે રોહિત શર્માને ક્લીન બોલ્ડ કર્યો હતો. રાશિદે જો કે 10 ઓવરમાં 81 રન ગુમાવીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરન, રેસ ટોપ્લે, બેન સ્ટોક્સ, મોઈન અલી અને લિવીંગ સ્ટોને એક એક વિકેટ ઝડપી હતી.

Next Article