IND vs ENG: જો રુટનુ હોટલ સ્ટાફે કર્યુ ભવ્ય સ્વાગત, ગદગદીત ઇંગ્લેંડ બોર્ડે કહ્યુ ‘Thank You’

|

Feb 07, 2021 | 10:12 AM

શનિવારે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Jo Root) એશિયામાં શાનદાર ફોર્મ જાળવી રાખતા, તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી ડબલ સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સે ઈંગ્લેન્ડને ભારત સામે મોટા સ્કોરને બનાવવામાં મદદ કરી હતી, 30 વર્ષના આ બેટ્સમેને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ના બોલ પર લોન્ગ ઓનમાં સિક્સર ફટકારીને તેની બેવડી સદી (Double Century) પૂરી કરી હતી.

IND vs ENG: જો રુટનુ હોટલ સ્ટાફે કર્યુ ભવ્ય સ્વાગત, ગદગદીત ઇંગ્લેંડ બોર્ડે કહ્યુ Thank You
ECB એ ભારતીયોની આ ભાવનાને લઇ ખૂબ ખુશી દર્શાવી હતી.

Follow us on

શનિવારે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Jo Root) એશિયામાં શાનદાર ફોર્મ જાળવી રાખતા, તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી ડબલ સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સે ઈંગ્લેન્ડને ભારત સામે મોટા સ્કોરને બનાવવામાં મદદ કરી હતી, 30 વર્ષના આ બેટ્સમેને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ના બોલ પર લોન્ગ ઓનમાં સિક્સર ફટકારીને તેની બેવડી સદી (Double Century) પૂરી કરી હતી. તેની ઇનિંગ્સ એટલી ખાસ હતી કે, મેચ બાદ ટીમ ની હોટલમાં ભારતીય સ્ટાફ દ્રારા તેના સ્વાગત માટે આયોજન કર્યુ હતુ. તેમના માટે સપરપ્રાઇઝ આયોજનમાં એક સરસ કેક ગોઠવી હતી. ECB એ ભારતીયોની આ ભાવનાને લઇ ખૂબ ખુશી દર્શાવી હતી.

ECB એ તેનો એક વિડીયો પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્રારા શેર કર્યો હતો. જેમાં જો રુટ હોટલમાં પરત ફરી રહ્યો છે, જ્યાં ગેટ પાસે એક કેક રાખવામાં આવી હતી. આ દરમ્યાન ટીમના અન્ય ખેલાડીઓ અને ઉપસ્થિત લોકોએ તાળીઓ વગાડી રહ્યા હતા. જેની પર ભારતીય સ્ટાફને ધન્યવાદ આપતા ઇસીબીએ આભાર વ્યક્ત કર્યો હતો. એમએ ચિદંમબરમ સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં બેવડુ શતક લગાવતા જ, જો રુટ પોતાની કેરીયરની 100મી ટેસ્ટમાં બેવડુ શતક બનાવનારો દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ ઉપરાંત કેપ્ટન જો રુટે 100મી ટેસ્ટમાં સર્વાધિક રન બનાવવાના મામલામાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ ઉલ હકને પાછળ છોડી દીધો છે, જેણે બેંગ્લોરમાં પોતાની 100મી ટેસ્ટ ટીમ ઇન્ડીયા સામે 184 રનની રમત રમી હતી. રુટ એ 377 બોલમાં 218 રનની મેરેથોન રમત નો અંત શાહબાઝ નદિમે આણ્યો હતો. રુટ એ કેરિયરની પાંચમી બેવડી સદી ફટકારી છે.આ સાથએ જ તે હમવતન એલિસ્ટેયર કુક, દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ભારતના રાહુલ દ્રાવિડ જેવા દિગ્ગજોની બરાબરી કરી લીધી છે. જેમના નામે પાંચ પાંચ શતક નોંધાયેલા છે.

 

Next Article