IND vs ENG: જો રુટને આશા, ભારત સામે મોટા લક્ષ્ય સાથે બીજા અને ત્રીજા દિવસ સુધી પ્રથમ દાવ રમશે

|

Feb 06, 2021 | 10:22 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજે ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) નો બીજો દિવસ છે પ્રથમ દિવસની મજબૂત સ્થીતી બાદ આજે ઇંગ્લેંડે તેની રમતને આગળ વધારી છે. પ્રથમ દિવસે ઇંગ્લેંડની ટીમે ત્રણ વિકેટ ગુમાવી હતી. દિવસ દરમ્યાન ભારતીય બોલરોને ઇંગ્લીશ કેપ્ટન અને ઓપનરે વિકેટ માટે તરસાવી દીધા હતા.

IND vs ENG: જો રુટને આશા, ભારત સામે મોટા લક્ષ્ય સાથે બીજા અને ત્રીજા દિવસ સુધી પ્રથમ દાવ રમશે
અમે શનિવારે આખો દિવસ બેટિંગ કરી શકીએ છીએ, કદાચ ત્રીજા દિવસે પણ.

Follow us on

IND vs ENG: ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજે ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) નો બીજો દિવસ છે પ્રથમ દિવસની મજબૂત સ્થિતિ બાદ આજે ઇંગ્લેંડે તેની રમતને આગળ વધારી છે. પ્રથમ દિવસે ઇંગ્લેંડની ટીમે ત્રણ વિકેટ ગુમાવી હતી. દિવસ દરમ્યાન ભારતીય બોલરોને ઇંગ્લીશ કેપ્ટન અને ઓપનરે વિકેટ માટે તરસાવી દીધા હતા. આમ પ્રથમ દિવસના મેચના પહેલા દિવસે ઇંગ્લેન્ડની સ્થિતિ સારી હતી અને સુકાની રુટ (Jo Root) સદી પર અણનમ રહ્યો હતો. તેણે કહ્યું હતુ કે ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 600-700 રન બનાવવા વિચારી રહી છે. બીજા દિવસની શરુઆત કેપ્ટન જો રુટ અને બેન સ્ટોકસે (Ben Stokes) કરી હતી

મોટા સ્કોરની આશા સાથે જો રુટે કહ્યું, “હા, અમે વધુ સારું પ્રદર્શન કરવા માટે આગળ જોઈ રહ્યા છીએ. હું થોડો હેમસ્ટ્રીગ છું, હું વિરાટ કોહલીનો આભાર માનું છું કે જેમણે મને મદદ કરી. તેણે સારી ખેલ ભાવના બતાવી.” તેણે વધુમાં કહ્યું કે અમે પ્રથમ ઇનિંગ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરવા વિચારી રહ્યા છીએ. જો અમે 600-700 રન બનાવી શકીએ તો તે મહાન હશે. અમે શનિવારે આખો દિવસ બેટિંગ કરી શકીએ છીએ, કદાચ ત્રીજા દિવસે પણ.

કેપ્ટન જો રુટે કહ્યું, “જો આમ થાય, તો રમત ખૂબ જ ઝડપથી અમારા પક્ષમાં આવવા માંડે છે. જો કે, અમને ખબર નથી કે શું થશે.” તેની સદી પર રુટ જણાવ્યું હતું કે અહીં અસામાન્ય દેખાતી પિચ છે, પરંતુ તે ખૂબ સારી રીતે રમી શક્યો છે. હું ફક્ત પિચ અનુસાર મારી જાતને ઢાળવા પ્રયાસ કરી રહ્યો હતો અને તેના ઉછાળ નો ઉપયોગ કરવા માગતો હતો. જેમ જેમ હું પિચ જાણતો ગયો, તેમ મારા માટે બેટિંગ કરવી સરળ થઈ ગઇ હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રુટે કહ્યું કે તેની 100 મી ટેસ્ટમાં સદી ફટકારવી ખૂબ જ વિશેષ છે. પરંતુ હું આશા રાખું છું કે હું આ લય આગળ પણ ચાલુ રાખીશ. તે ઉપખંડમાં મોટો સ્કોર બનાવવામાં મદદ કરશે. જો રૂટે સતત ત્રણ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે શ્રીલંકા સામે સતત બે સદી ફટકારી છે જેમાં બે સદીનો સમાવેશ છે.

Next Article