IND vs ENG: ઇંગ્લેંડે ટોસ જીતી બેટીંગ પસંદ કરી, ઇલેવનમાં સિરાજ અને કુલદિપને સ્થાન નહી, નદિમને તક

|

Feb 05, 2021 | 9:37 AM

ચેન્નાઇ (Chennai Test) માં આજે પ્રથમ ટેસ્ટની સાથે જ ક્રિકેટ રસિયાનો લાંબો ઇંતઝાર ખતમ થઇ ચુક્યો છે. કોરોના મહામારીને લઇને લાંબા સમય બાદ ભારતમાં ક્રિકેટ ઘર આંગણે પરત ફરી છે. આજથી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થયો છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટે (Joe Root)પ્રથમ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે.

IND vs ENG: ઇંગ્લેંડે ટોસ જીતી બેટીંગ પસંદ કરી, ઇલેવનમાં સિરાજ અને કુલદિપને સ્થાન નહી, નદિમને તક
અક્ષર પટેલ ઇજાને લઇને ટીમની બહાર થઇ ચુક્યો છે.

Follow us on

ચેન્નાઇ (Chennai Test) માં આજે પ્રથમ ટેસ્ટની સાથે જ ક્રિકેટ રસિયાનો લાંબો ઇંતઝાર ખતમ થઇ ચુક્યો છે. કોરોના મહામારીને લઇને લાંબા સમય બાદ ભારતમાં ક્રિકેટ ઘર આંગણે પરત ફરી છે. આજથી ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થયો છે. ઇંગ્લેંડના કેપ્ટન જો રુટે (Joe Root)પ્રથમ ટોસ જીતીને બેટીંગ પસંદ કરી છે. જો રુટ પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવનમાં મંહમદ સિરાજ (Mohammad Siraj), કુલદિપ યાદવ (Kuldeep Yadav) અને રાહુલ ચાહર (Washington Sundar) ને સ્થાન મળ્યુ નથી. જ્યારે ઇંગ્લેંડની ટીમમાં મોઇન અલીને સ્થાન નથી.

ટોસ ઉછાળતા પહેલા જ ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર આવ્યા હતા કે, અક્ષર પટેલ ઇજાને લઇને ટીમની બહાર થઇ ચુક્યો છે. અક્ષર પટેલ ઇંગ્લેંડ સામે ડેબ્યુ કરવા માટે પ્રબળ દાવેદાર મનાતો હતો. તેનુ ડેબ્યુ ચુકવા સાથએ જ તે હવે પ્રથમ ટેસ્ટ થી દુર થઇ ગયો છે. તેના સ્થાને રાહુલ ચાહર અને શાહબાદ નદિમનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પૈકી નદિમને રમવાની તક મળી છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

અંતિમ ઇલેવન માં શુભમન ગીલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, ઇશાંત શર્મા, શાહબાજ નદિમ અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલી ના નિયમીત કેપ્ટન તરીકે પેટરનિટી લીવ પર થી પરત ફરવાને લઇને બેટીંગ લાઇન મજબૂત થઇ ચુકી છે. ભારતીય ટીમની ઓપનીંગ અને મિડલ ઓર્ડર મજબુત લાઇનઅપ ધરાવે છે. એવી જ રીતે બોલીંગ આક્રમણ પણ ભારત તરફ થી મજબૂત માનવામાં આવે છે.

ઇંગ્લેંડની ટીમ ની પણ અંતિમ ઇલેવન માં રોરી બર્ન્સ, ડોમ સિબલી, જો રુટ, ડેન લોરિન્સ, ઓલી પોપ, બેન સ્ટોક્સ, જોસ બટલર, જોફ્રા આર્ચર, જેક લીચ, ડોમ બેસ અને જેમ્સ એંડરસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

https://twitter.com/BCCI/status/1357536188962398209?s=20

https://twitter.com/englandcricket/status/1357532328638115840?s=20

 

 

Next Article