IND vs ENG: ભારત સામે બીજા દિવસના અંતે 555/8 સાથે ઈંગ્લેન્ડ રમતમાં

|

Feb 06, 2021 | 6:39 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ બીજા દિવસના અંતે ઈંગ્લેન્ડ 8 વિકેટ સાથે રમતમાં રહ્યુ હતુ. ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 555 રન કર્યા હતા.

IND vs ENG: ભારત સામે બીજા દિવસના અંતે 555/8 સાથે ઈંગ્લેન્ડ રમતમાં

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ બીજા દિવસના અંતે ઈંગ્લેન્ડ 8 વિકેટ સાથે રમતમાં રહ્યુ હતુ. ઈંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને 555 રન કર્યા હતા. આજે સવારે ઈંગ્લેન્ડે ત્રણ વિકેટે 263 રનના સ્કોરને આગળ વધારતી રમત શરુ કરી હતી. જો રુટે (Jo Root) તેના શતકને આજે બેવડી સદીમાં પલટ્યુ હતુ. આ સાથે જ તેણે તેની ઐતિહાસીક ઈનીંગ રમી દર્શાવી હતી. કેપ્ટન જો રુટની ઈનીંગને લઈને ઈંગ્લેન્ડ બીજા દિવસે પણ રમતમાં રહ્યુ હતુ. બેન સ્ટોક્સે (Ben Stokes) પણ જો રુટને સાથ આપતી જબરદસ્ત પારી રમી હતી. જો રુટ અને બેન સ્ટોક્સ બંનેની મહત્વની વિકેટ શાહબાઝ નદિમે (Shahbaz Nadeem) આઉટ કરવામાં આખરે સફળતા મેળવતા ભારતને રાહત સર્જાઈ હતી.

 

ભારતે ટેસ્ટ શ્રેણીની શરુઆતમાં જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ભારત સામે જબરદસ્ત રમત દાખવતા 500થી વધુનો સ્કોર ખડકીને પણ રમતમાં છે, ત્યારે બીજી તરફ બે દિવસની રમત દરમ્યાન ભારતીય બોલરોએ વિકેટ ઝડપવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. શાહબાઝે  બેન સ્ટોક્સની વિકેટ ઝડપતા જ ભારતને વિકેટ મળવાની શરુઆત થઈ હતી તો સાથે જ વિશાળ ભાગીદારીનો પણ અંત આવ્યો હતો. શાહબાઝ નદિમે જો રુટની પણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત જોસ બટલરને ઈશાંત શર્માએ ક્લીન બોલ્ડ કર્યો હતો. તેના બીજા જ બોલે જોફ્રા આર્ચરને તેના પહેલા બોલ પર જ ક્લીન બોલ્ડ કરી દેતા, સળંગ બે બોલમાં બે વિકેટ બોલ્ડ કરી ઈશાંતે ઝડપી હતી. ઓલી પોપને અશ્વિને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

આવતીકાલે રવિવારે એટલે કે મેચના ત્રીજા દિવસે હવે ભારતને બેટીંગનો મોકો મળશે. શરુઆતના બંને દિવસે ઈંગ્લેન્ડે બેટીંગ કરતા ભારતીય ખેલાડીઓએ બે દિવસ ફીલ્ડીંગ કર્યા બાદ હવે બેટીંગમાં ઉતરી શકશે. જોકે જો રુટે અગાઉથી જ કહ્યા પ્રમાણે તેમની રમત ત્રીજા દિવસની શરુઆત સુધી પહોંચી છે, સાથે જ તેની આશા પ્રમાણે જ 600 રનના સ્કોરને પહોંચવા નજીક છે. આમ જો રુટની પ્રથમ દિવસની આશા ત્રીજા દિવસની રમત સાથે પુરી થવાની સ્થિતી સર્જાઈ છે.

 

આ પણ વાંચો: IND vs ENG: વિરાટ અને રોહિતની ચેન્નાઇ એક્સપ્રેસ ! ફોટોઝ પર ફેન્સે લીધી જબરદસ્ત મઝા 

Next Article