INDvsENG: 12 માર્ચથી અમદાવાદમાં રમાનારી T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમ કરી જાહેર

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જોકે ક્રિકેટના લાંબા ફોર્મેટની ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૂર્ણ થયા બાદ બંને ટીમો વચ્ચે ફટાફટ ક્રિકેટનો જંગ શરુ થશે.

INDvsENG: 12 માર્ચથી અમદાવાદમાં રમાનારી T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડે ટીમ કરી જાહેર
| Edited By: | Updated on: Feb 11, 2021 | 9:39 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જોકે ક્રિકેટના લાંબા ફોર્મેટની ચાર ટેસ્ટ મેચની શ્રેણી પૂર્ણ થયા બાદ બંને ટીમો વચ્ચે ફટાફટ ક્રિકેટનો જંગ શરુ થશે. ટેસ્ટ સિરીઝ (Test series) બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝમા બંને ટીમના ખેલાડીઓ રોમાંચ દેખાડશે. અમદાવાદ (Ahmedabad)ના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium)માં રમાનારી T20 સિરીઝ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમની જાહેરાત કરી છે.

 

ઈંગ્લેન્ડની ટીમ ભારત સામે T20 સિરીઝ માટે પોતાના 16 ખેલાડીઓને પસંદ કર્યા છે. જેની આગેવાની કેપ્ટન ઈયાન મોર્ગન સંભાળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 સિરીઝની શરુઆત 12 માર્ચથી થશે. ઈંગ્લેન્ડની ટીમમાં 4 વર્ષ બાદ લાયમ લિવિંગસ્ટોન પરત ફરી રહ્યો છે. લેન્કશાયર ક્લબના આ ક્રિકેટરે ઈંગ્લેન્ડ માટે પોતાની આખરી T20 મેચ જૂન 2017માં રમી હતી. પરંતુ હવે તેણે બિગબેશની 10મી સિઝનમાં પર્થ સ્કોચર્સ માટે જબરદસ્ત પર્ફોર્મન્સ કરતા તેનું ફળ મળ્યુ છે. લિવિંગસ્ટોન ઉપરાંત ભારત સામે T20 માટે પસંદ કરવામા આવેલા તમામ ખેલાડી નિયમિત છે. જેમણે દક્ષિણ આફ્રિકા સામે 3-0થી જીત મેળવી હતી.

 

વિસ્ફોટક બેટ્સમેન ગણાતા જોસ બટલરને પ્રથમ ટેસ્ટ મેચ બાદની શ્રેણીની તમામ મેચો માટે આરામ અપાયો છે. તે બાયોબબલમાં રહેશે અને T20 સિરીઝમાં રમશે.

 

ટીમ ઈંગ્લેન્ડ: ઓયન મોર્ગન (કેપ્ટન), સેમ બિલિંગ્સ, જોસ બટલર, મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, સેમ કરન, ટોમ કરન, ક્રિસ જોર્ડન, લાયમ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશિદ, જેસન રોય, માર્ક વુડ અને રિસ ટોપલે.

 

આ પણ વાંચો: Chamoli Disaster: ભારતીય વાયુસેનાનું ચિનૂક હેલિકોપ્ટર પહોંચ્યું ચમોલી, બચાવ કામગીરી ઝડપી બનશે